• શુક્રવાર, 30 ઑક્ટોબર, 2026

ડીપેએની વેરીફીકેશન ચૂંટણીમાં ઓફીસર એસો.ની જોડાવાની માંગનો કામદાર સંગઠનો દ્વારા વિરોધ

ગાંધીધામ, તા. 29 : દીનદયાલ પોર્ટ, પ્રસાશનિક ભવન ખાતે ડીસેમ્બર-ર6માં યોજાનાર સિક્રેટ બેલેટ ચુંટણી અંગે વેરીફીકેશન ઓફિસર અને ડેપ્યુટી ચીફ લેબર કમિશ્નર (સેન્ટ્રલ) દ્વારા  બોલાવવામાં  આવેલી બેઠકમાં કામદારો સંગઠનોએ વિરોધ નોંધાવ્યો હતો. આ બેઠકની શરૂઆતમાં જ આસીસ્ટન્ટ વેરીફીકેશન ઓફિસર  ડી ડી મકવાણા ધ્વારા  દીનદયાળ પોર્ટ ઓફિસર્સ એસોશિએશન દ્વારા આગામી સિક્રેટ બેલેટ વેરીફીકેશન ચુંટણીમાં ભાગ લેવા અંગેની તેમની માંગણી અંગે રજૂઆત કરી  હતી.   ઓફીસર્સ એસોસીએશન મેનેજમેન્ટ સાથે સંકળાયેલો  હોઈ તેની આ ચૂંટણી પ્રક્રિયામાં સામેલ કરવા મામલે  તમામ કામદાર યુનિયનો એ ભારે વિરોધ નોંધાવ્યો હતો અને ઓફિસરો ટ્રેડ યુનિયનની ચૂંટણીમાં ભાગ લઇ શકે નહી એવી સ્પષ્ટ રજૂઆત કરી  હતી તથા યુનિયનો સાથે કોઈ પણ વિચાર વિમર્શ વિના ઓફિસર્સનો પ્રસ્તાવ સ્વીકારીને મીટીંગ બોલાવવા બદલ ઉગ્ર વિરોધ નોંધાવવા  છતા આ અંગે તત્કાળ નિર્ણય ન આવતા કામદાર સંગઠનોએ  બેઠકનો બહિષ્કારની  વોક આઉટ કર્યું હતું. આ સમાચાર રાષ્ટ્રીય કક્ષાએ પોર્ટના ફેડરેશનો સુધી પહોંચતા ફેડરેશનના નેતાઓ પણ ચોંકી ગયા હતા અને આવી કાયદાના વિરુદ્ધની માંગણી અંગે તાત્કાલિક વિરોધ દર્શાવવા સહમતી દર્શાવી હતી. મીટીંગમાં એચ એમ એસ યુનિયનના  સત્યનારાયણ, લલિત વરીયાણી, મહેશ અખાણી, ઇન્ટુક યુનિયનના  રાણાભાઈ વિસરીયા, શ્યામ મૂર્તિ, અનવર માજોઠી તથા કુશળ અકુશળ કામદાર સંઘના  પુનમબેન જાટ, વેલજીભાઈ જાટ, સતીશ મોતા ઉપરાંત દીનદયાળ પોર્ટ એમ્પ્લોયઈના 'નીતિન શાહ, સીમા મોહન, આઇટુકના જયન નાયર, એસસી એસટી યુનિયનના  વાલજીભાઈ દનીયા કરસન ધુઆ, કેલાશ સાસીયાએ હાજર રહી વિરોધ નોંધાવેલ અને જો આ અંગે સત્વરે કોઈ નિર્ણય લેવામાં નહીં આવે તો બધા યુનિયનો સાથે મળી પોર્ટ પર હળતાળ પાડવા અંગે વિચારણા કરશે એવું તમામ યુનિયનોની યાદીમાં જણાવ્યુ  છે. ચીફ લેબર કમિશ્નર (સેન્ટ્રલ) ઓફીસ અમદાવાદના આસીસ્ટન્ટ વેરીફીકેશન ઓફિસર  ડી.ડી. મકવાણા, ફારુખ હુસેન શેખ (લેબર એન્ફોર્સમેન્ટ અધિકારી) તથા હનુ ગાંધી (આસીસ્ટન્ટ લેબર કમિશનર-આદિપુર) હાજર રહ્યા હતા જયારે દીનદયાળ પોર્ટ તરફથી સેક્રેટરી  યોગેશકુમાર સિંધ, પર્સનલ ઓફિસર  રવિ મહેશ્વરી, લેબર ઓફિસર  અરાવિંદ પ્રધાન વિ હાજર રહ્યા હતા.  

Ram Katha

Vyapar Utsav

Panchang

dd