• શુક્રવાર, 30 ઑક્ટોબર, 2026

માંડવીનાં વહાણ ઉપર ઈરાનનો હુમલો

માંડવી, તા. 29 (પ્રતિનિધિ દ્વારા) : દુબઈથી સોમાલિયા જતાં માંડવીનાં વહાણ ઉપર ઈરાન દ્વારા ડ્રોનથી હુમલો થતાં ચિંતા પ્રસરી હતી. જો કે, તમામ હેમખેમ હોવાના સમાચાર મળ્યા છે.માંડવીમાં 2012માં બનેલું અને અત્યારે મુંબઈના અબ્દુલમાટીન ઈકબાલ માકલાઈની માલિકીનું અત્રેની બંદરીય કચેરીએ એમ.એન.વી. 2183વાળું 1200 ટનની ક્ષમતાવાળું `કુબા' વહાણ વહેલી સવારે ઈરાન દ્વારા ડ્રોન હુમલામાં નિશાન બનાવાતાં દરિયાખેડુઓમાં ચિંતાનું મોજું પ્રસરી ગયું હતું. નાખવા સહિત તમામ 13 ખલાસીઓ હેમખેમ હોવાનું કચ્છી વહાણવટી એસો.ના પ્રમુખ હાજી ઈશા હાજી સિધિક થૈમે જાણકારી આપતાં કહ્યું હતું. આંતરરાષ્ટ્રીય વિવાદો થકી ઈરાન પાસે દરિયાઈ માર્ગ લાંબા સમયથી અસલામત કે જોખમરૂપ બની ગયો છે તેવા માહોલમાં માંડવીનાં વહાણ ઉપર ઈરાનનો હુમલો વહેલી સવારે દુબઈથી જનરલ કાર્ગો ભરીને 1200 ટનનું વહાણ `કુબા' સોમાલિયાની સફર ખેડી રહ્યું હતું તે દરમયાન ઈરાની ડ્રોન હુમલાનો ભોગ બન્યું હોવાના ચિંતાજનક સમાચારે આંચકો આપ્યો હતો. કચ્છી વહાણવટી એસોસીએશનના પ્રમુખ હાજી ઈશા હાજી સિધિક થૈમે આપેલી વિગતો પ્રમાણે નાખવા અબ્દુલમજીદ કારાણી સહિત 13 દરિયાખેડુ સફરમાં હતા. જે તમામ અહીંના સલાયાના રહેવાસી છે, જે તમામ સલામત હોવાથી હાશકારો થયો હતો. જો કે, એ પૈકી બેને સામાન્ય ઈજા પહોંચી હતી. સ્થાનિક માછીમારોએ તમામને ઉગારી લીધા હતા. વહાણ બોસારોથી સોમાલિયાની સફર ખેડી રહ્યું હતું. ઈરાન નજીક ખસબ બંદર પાસે માર્ગ બંધ કરાયેલો છે ત્યાં નજીક ઘટના ઘટી હતી. હતભાગી વહાણ 2012ના વર્ષમાં અત્રેના મિત્રી, કારીગરો દ્વારા તૈયાર કરાયું અને અત્રેની બંદર કચેરીએ નોંધાયેલું હતું. ઓમાનની હદ નજીક પહોંચ્યું ત્યારે ડ્રોન હુમલાનો ભોગ બન્યું હતું. વહાણ ઉદ્યોગમાં અસહ્ય મંદી વચ્ચે અસ્તિત્વ માટે ઝઝૂમી રહેલા દરિયાઈ સાહસિકો માટે આ સમાચાર પડયા પર પાટુ સમા ગણાવાયા છે. અત્રે નોંધાયેલું એ વહાણ હાલે મુંબઈ બાજુના સાહસિકની માલિકી ધરાવે છે. આલા ભેળું નીલું બળે તે આનું નામ એવું દરિયાઈ સાહસિકોએ બળાપો કાઢતાં કહ્યું હતું. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd