ભુજ, તા. 29 : નખત્રાણા તાલુકાના છારી-ફુલાય
સીમમાં ખાનગી સોલાર પ્રોજેક્ટમાંથી રૂા. 1.90 લાખના સામાનની ચોરી થયાની ફરિયાદ નોંધાઇ છે. છારી-ફુલાય સીમ
વિસ્તારમાં એન.ટી.પી.એસ. કંપનીના સોલાર 300 તથા 600 એમ.ડબલ્યુ.
પ્રોજેક્ટમાંથી ગત તા. 4/8થી 25/9 દરમ્યાન ચેન લીંક ફેન્સિંગ
રોલ-35, જી.આઇ. વાયર રોલ પાંચ, બે એરકૂલર, 12 રોલિંગ ખુરશી, આઠ નાના બસબાર, એક ઇન્સ્યૂલેટર,
છ બારબેડ જમ્પર, 31 ફેન્સિંગ એન્ગલ એમ કુલ્લે રૂા 1,90,000ના સામાનની કોઇ અજાણ્યો ચોર
ઇસમ ચોરી કરી ગયાની ફરિયાદ નખત્રાણા પોલીસ મથકે નોંધાઇ છે.