• બુધવાર, 30 એપ્રિલ, 2025

છેડતીના કેસમાં ભુજના આરોપીને કેદની સજા

ભુજ, તા. 19 : છેડતીના કેસમાં સંડોવાયેલા ભુજના આરોપી ભરત શિવજીભાઈ ઠક્કરને જ્યુડિશિયલ કોર્ટે એક વર્ષની કેદની સજા તથા દંડ ફટકારતો હુકમ કર્યો હતો. આરોપીએ ભોગ બનનારી પીડિતાની છેડતી કરી હતી. આ કેસમાં અદાલતે સાત સાહેદ તથા દસ્તાવેજી આધારો તપાસ્યા હતા અને આરોપી ભરત ઠક્કરને એક વર્ષની સાદી કેદની સજા અને રૂા. એક હજારનો દંડ અને દંડ ન ભરે તો વધુ બે માસની કેદની સજાનો ચુકાદો આપ્યો હતો. આ કેસમાં સરકાર તરફે સરકારી વકીલ એ.એન. ઠાકોર તથા મૂળ ફરિયાદી તરફે કુલદીપ જીતેન્દ્રભાઈ મહેતા તેમજ ભોગ બનનાર વતી માલશ્રી થારૂભાઈ ગઢવીએ હાજર રહી દલીલ કરી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd