• ગુરુવાર, 26 ડિસેમ્બર, 2024

મંજલમાં ઘરનાં આંગણામાં ગાંજાનું વાવેતર

ભુજ, તા. 4 : નખત્રાણા તાલુકાના મંજલમાં ઘરનાં આંગણામાં ગાંજાનું થતું વાવેતર ઝડપાયું છે. એસઓજીએ માદક પદાર્થ ગાંજાના બે છોડ અને ત્રણ સુકાયેલા છોડ તથા થડ સહિતના મુદ્દામાલ સાથે અબ્દુલ કરીમ ઉર્ફે અકરમ જુસબ ખલીફાને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી હતી અને તેના તા. 6/12 સુધી રિમાન્ડ મંજૂર થયા છે.આ અંગે પશ્ચિમ કચ્છની એસઓજીએ જાહેર કરેલી વિગતો મુજબ માદક પદાર્થની બદીને નાબૂદ કરવા ઉચ્ચ પોલીસ અધિકારીઓએ સૂચના એસઓજીના પી.આઇ. વી. વી. ભોલાને આપી હોવાથી તેમના  તાબાના કર્મચારીઓ આ અન્વયે કાર્યરત હતા ત્યારે ગઇકાલે એ.એસ.આઇ. નરેન્દ્રસિંહ ઝાલા તથા હે.કો. રઘુવીરસિંહ ઉદુભા જાડેજાને સંયુક્ત ખાનગી બાતમી મળતાં તેની ખરાઇ કરી નખત્રાણા તાલુકાનાં મંજલ ગામે  દરોડો પડાયો હતો. મંજલમાં સાંકળી શેરી, મસ્જિદની બાજુમાં રહેતા આરોપી અબ્દુલ કરીમ ઉર્ફે અકરમ જુસબ ખલીફાને ઝડપી તેના આંગણામાં માદક પદાર્થ ગાંજાના વાવેતરના મુદ્દામાલમાં વાવણીના બે છોડ, સુકાવેલા ત્રણ છોડ અને થડ જેનું વજન 100 ગ્રામ આમ કુલે 788 ગ્રામ માદક પદાર્થ ગાંજો જેની કિં. રૂા. 7880 અને એક મોબાઇલ કિં. રૂા. 500 તથા રોકડા રૂા. 290 કબજે લઇ તેની વિરુદ્ધ નખત્રાણા પોલીસ મથકે એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ?કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. અટક બાદ આરોપી અબ્દુલ કરીમને નખત્રાણાની કોર્ટમાં રજૂ કરાતાં તા. 6/12 સુધી તેના રિમાન્ડ મંજૂર થયા  હતા. સરકાર તરફે સરકારી વકીલ નિમેષ જે. પૂજારા હાજર રહ્યા હતા. આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પી.આઇ. શ્રી ભોલા, એસ.એસ.આઇ. નરેન્દ્રસિંહ જાડેજા, જોરાવરસિંહ જાડેજા, દિનેશભાઇ ગઢવી, માણેકભાઇ ગઢવી, નરેન્દ્રસિંહ ઝાલા, હે.કો. રઘુવીરસિંહ જાડેજા, રજાકભાઇ સોતા, હે.કો. જિતેન્દ્રસિંહ ઝાલા જોડાયા હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd