• બુધવાર, 22 જાન્યુઆરી, 2025

ખનિજચોરીએ ફરી માથું ઊંચક્યું

ભુજ, તા. 4 : વિવાદના પગલે કાયદેસરની ખનિજની અનેક ખાણધારકોએ લીઝ લીધી નથી, પરંતુ અંદરખાને ગેરકેયદેસર રીતે ખનન થતું હોવાની વિગતોને પગલે પોલીસ કાર્યવાહી કરતી હોવાનું દેખાઇ રહ્યું છે. આ વચ્ચે ગઢશીશા ક્ષેત્રમાંથી આજે ફરી ખાણ ખનિજની ટીમ અને એલ.સી.બી.એ ખનિજચોરી ઝડપી છે. કચ્છમાં ગેરકાયદેસર રીતે થતી ખનિજચોરી અટકાવવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ તરફથી મળેલી સૂચનાને પગલે પશ્ચિમ કચ્છ એલ.સી.બી.ના પી.આઇ. એસ. એન. ચૂડાસમા અને પી.એસ.આઇ.  એચ. આર. જેઠીનાં માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. વાલાભાઇ ગોયલ તથા હે.કો. મૂળરાજભાઇ ગઢવી તેમજ ખાણ ખનિજ વિભાગની ટીમના યુવરાજદાન ગઢવી, ગૌરવભાઇ, દિલીપસિંહ જાડેજા, ભૂરાભાઇ આહીર ગઢશીશા પોલીસ  વિસ્તારમાં વાહન  તપાસમાં નીકળ્યા હતા. આ સંયુક્ત ટીમને રતડિયા સીમ વિસ્તારમાં સરકારી જમીનમાં ગેરકાયદેસર ખનન થતું જોવા મળ્યું હતું. જ્યાંથી ગેરકાયદેસર રીતે બેન્ટોનાઈટ (ખનિજ) વહન કરતી બે ટ્રક નં. જી.જે.-12-એ.યુ.-8075 તથા જી.જે.-12-એ.ઝેડ.- 6995 તેમજ એક લોડર પકડી પાડયા હતા. આ ઉપરાંત ગઢશીશા વચ્ચે સંત કબીર ટેકરી પાસે એક ડમ્પર નં. જી.જે. -21-વાય.-6894 આવતાં તેને ઊભું રખાવી તપાસતાં તેમાંથી બોલકલે ખનિજ આશરે પચ્ચીસ ટન ભરેલું હતું. ચાલક સુનીલસિંહ જાડેજા (રહે. દરશડી) પાસે આ અંગે પાસ-પરમિટ ન હોવાથી વાહન ડિટેઇન કરી કાર્યવાહી કરાઇ હતી. ગઢશીશા પંથકમાં માંડવીથી ગઢશીશા પટ્ટીમાંના હમલા-મંજલ, રતડિયા, નાગરેચા, વાંઢ, ગોણિયાસર અને શેરડી ક્ષેત્રમાંથી કિંમતી ખનિજ જમીનમાં ધરબાયેલું છે. આથી અહીં અનેક ખાણો આવેલી છે. ઉપરાંત ગેરકેયદેસર રીતે ખનિજ ચોરી થતી હોવાની બૂમ પણ અહીંથી આવતી હોય છે અને અગાઉ આવી ખનિજચોરી ઝડપાયાના કિસ્સા પણ સામે આવી ચૂક્યા છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd