થોડા દિવસો પૂર્વે ખાવડા પંથકમાં ધોરવરમાં ગાય શોધવા ગયેલા નાના
દિનારાના બે યુવાનને ધોરવર ગામના યુવાનોએ પકડી લીમડાના ઝાડમાં બાંધી અર્ધમૂંડન તથા
અડધી મૂછો કાપી, નગ્ન કરી મળ માર્ગે લાલ
મરચાંની ભૂકી નાખી દીધા બાદ આ અમાનુષી અત્યાચારના વીડિયા ઉતારી વાયરલ કરાયા હતા. આ
ચકચારી બનાવ મીડિયા-અખબારમાં પ્રસિદ્ધ થયા હતા. આ બાદ રવિવારે ભોગ બનનારા યુવાને પોલીસ
ફરિયાદ નોંધાવતાં ખાવડા પોલીસે સોમવારે આરોપી ભીલાલ સુલેમાન સમા, રફીક સિદિક સમા, હનીફ જાકબ સમા, નૂરમામદ જુણસ સમા અને જાનમામદ કમાલ સમા (રહે. તમામ ધોરવર)ની અટક કરી બનાવનું
રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું, જે દૃશ્યમાં જોઇ શકાય છે.