ગાંધીધામ, તા. 3 : પડાણાના યુવાન સાથે કરોડો રૂપિયાની
છેતરપિંડી કરનારી મહિલાને પોલીસે મુંબઈથી ઝડપીને તેની સામે કાર્યવાહી હાથ ધરી છે. બી-ડિવિઝન
પોલીસે જણાવ્યું હતું કે, પડાણામાં રહેતા
યુવાન મુંબઈ ફરવા ગયા બાદ આરોપી અફસાના ખાતુન ઉર્ફે સિમરન કૈલાસ ગાયકવાડ (ઉ.વ. 35) (રહે. બંગળામાલા સોસાયટી, અંધેરી વેસ્ટ, મુંબઈ)ના
સંપર્કમાં આવ્યો હતો ત્યાર બાદ યુવાન ફસાયો હતો. આરોપી દંપતી તબક્કાવાર  યુવાન પાસેથી લગભગ સાડા પાંચ કરોડ રૂપિયા લઈ લીધા
હતા અને છેતરપિંડી કરી હતી.  આ ગુનામાં આરોપી
અફસાના પાંચ મહિનાથી ફરાર હતી. આરોપી મુંબઈ તેના ઘરે હોવાની માહિતી મળ્યા બાદ પોલીસની
ટીમ ત્યાં પહોંચી હતી અને તેમને ઝડપી પાડવામાં આવી હતી અને તેણી વિરુદ્ધ કાયદેસરની
કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહીમાં પીઆઇ એસવી ગોજિયા, પીએસઆઇ
સીએચ બડિયાવદરા, એલ.એન. વાઢિયા અને સર્વેલન્સ સ્ટાફ જોડાયો હતો.