નવી દિલ્હી, તા. 3 : આઈસીએમઆર
દ્વારા એક ચિંતાજનક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં
દર નવમાંથી એક વ્યક્તિ કોઈને કોઈ પ્રકારની સંક્રામક બીમારનો શિકાર છે. છેલ્લા અમુક
વર્ષના મેડિકલ ડેટાને ધ્યાનમાં લેવામાં આવે તો ખ્યાલ આવે છે કે, વૈશ્વિક સ્તરે કોઈપણ પ્રકારની બીમારીઓનું જોખમ
વધી રહ્યું છે. નોન કમ્યુનિકેબલ ડિસીઝ જેમ કે કેન્સર, ડાયાબિટીસ,
હૃદય રોગ અને શ્વસન  સંબંધિત
બીમારીઓના કારણે સ્વાસ્થ્ય ક્ષેત્ર ઉપર દબાણ વધ્યું છે. સાથે સંક્રામક બીમારીઓ પણ વિશેષજ્ઞોની
ચિંતા વધારી રહી છે. ખાસ કરીને ભારતીય અબાદીમાં વધતા સંક્રામક રોગના જોખમને લઈને સ્વાસ્થય
વિશેષજ્ઞ ગંભીર ચિંતા વ્યક્ત કરે છે. આસીએમઆરના રિપોર્ટમાં હેપેટાઈટિસ એ, ઈન્સેફેલાઈટિસ સિન્ડ્રોમ, હર્પીઝ, શ્વનસ સંબંધિત બીમારના જોખમની વાત કરવામાં આવી છે અને સાવધાન કરવામાં આવ્યા
છે. ભારતમાં સંક્રામક બીમારીના જોખમને સમજવા માટે આઈસીએમઆરએ 4.5 લાખ રોગીના સેમ્પલ ટેસ્ટ લીધા
હતા. જેમાંથી 11.1 ટકામાં સંક્રમણની પુષ્ટિ થઈ
છે. આ  લોકો એક્યુટ કે કોઈપણ પ્રકારની જીવલેણ
સંક્રામક બીમારનીનો શિકાર હતા. સૌથી વધારે ઈન્ફ્લુએન્ઝા એ, ડેંગ્યુ, હેપેટાઈટિસ એ,
નોરોવાયરસ અને હર્પીઝના કેસ છે. આઈસીએમઆર રિપોર્ટ અનુસાર સંક્રામક રોગનો
પ્રસાર સતત વધી રહ્યો છે. પહેલા ત્રિમાસીક ગાળામાં 10.7 ટકાથી વધીને 2025ના બીજા ત્રિમાસિક ગાળામાં
11.5 ટકા થયો હતો. આઈસીએમઆરના વાયરસ
રિસર્ચ એન્ડ ડાયગ્નોસ્ટિક લેબોરેટરી નેટવર્ક અનુસાર જાન્યુઆરીથી માર્ચ વચ્ચે 2.28 લાખ સેમ્પલમાંથી 24,502માં સંક્રમણ મળી આવ્યું હતું.
એપ્રિલથી જૂન 2025 સુધીમાં 2.26 લાખ સેમ્પલમાંથી 26,055માં સંક્રમણ મળી આવ્યું હતું.