નવી દિલ્હી, તા. 3 : ભારતીય મહિલા
ક્રિકેટ ટીમની વન-ડે વિશ્વ કપમાં ઐતિહાસિક જીતની દેશભરમાં ભવ્ય ઉજવણી થઇ હતી. ભારતીય
મહિલા ટીમની આ યાદગાર સફળતાને ખેલાડીઓ ઉપરાંત રાજકીય હસ્તીઓ, ઉદ્યોગપતિઓ, રાજકીય હસ્તીઓએ
વધાવી હતી. પીએમ મોદીએ ટ્વિટ કર્યું હતું કે, આપની આ સફળતા ભાવી
પેઢીને પ્રેરિત કરશે.  માસ્ટર બ્લાસ્ટર સચિન
તેંડુલકરે કહ્યંy કે, 1983એ એક પૂરી
પેઢીને મોટા સપના જોવા અને પૂરા કરવા પ્રેરિત કરી. આજે આપણી મહિલા ક્રિકેટ ટીમે સાચે
જ એક ખાસ ઉપલબ્ધિ હાંસલ કરી છે. તેમણે દેશની અગણિત છોકરીઓને બેટ અને બોલ ઉઠાવવા પ્રેરિત
કરી છે. તેઓમાં વિશ્વાસ જગાવ્યો છે કે, તેઓ પણ એક દિવસ ટ્રોફી ઉઠાવી શકે છે. ભારતીય મહિલા ક્રિકેટ માટે આ એક નિર્ણાયક
ક્ષણ છે. શાબાશ ટીમ ઇન્ડિયા. આપે પૂરા દેશને ગૌરવાન્વિત કર્યો છે. જ્યારે વિરાટ કોહલીએ
ટ્વિટ કર્યું કે, ભારતીય મહિલા ટીમની સફળતાથી પૂરો દેશ ગર્વ અનુભવી
રહ્યો છે. આપ સૌ પ્રશંસાના હક્કદાર છો. શાબાશ હરમન અને ટીમ. જયહિન્દ.  બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચને ટીમની પ્રશંસામાં
જણાવ્યું કે, વિશ્વ ચેમ્પિયન ભારતીય મહિલા ક્રિકેટ ટીમને અભિનંદન.
આપે દેશને ગૌરવ અપાવ્યું. તો પ્રીતિ ઝિંટાએ લખ્યું કે, આ છોકરીઓ
એટલા માટે આગળ વધી કે આપ દોડી શકો. મહિલા ક્રિકેટ હવે પહેલા જેવું નથી રહ્યંy. ટીમની દરેક છોકરીઓને વિશ્વ
વિજેતા બનવા માટે ધન્યવાદ જ્યારે કરીના કપૂરે કહ્યંy હજુ પણ ખુશીના આંસુ છલકી રહ્યા છે. કાજોલે કહ્યંy કે, વીમેન ઇન બ્લૂ પર ગર્વ છે. બોલીવૂડના અન્ય કલાકારો કાર્તિક આર્યન, વિક્કી કૌશલ, પ્રિયંકા ચોપરા, શ્રદ્ધા
કપૂર, શાહિદ કપૂર સહિતનાએ પણ મહિલા ટીમની ઐતિહાસિક સિદ્ધિને બિરદાવી
હતી.  કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યંy કે, આપણી છોકરીઓએ ઈતિહાસ રચ્યો છે. કરોડો લોકોના દિલમાં જગ્યા બનાવી છે. તેમના
સાહસ, ધૈર્ય, શાલીનતાથી ભારતને ગૌરવ અપાવ્યું
છે. તેમની આ સફળતાથી અગણિત છોકરીઓ નિડર બની પોતાના સપના જોવા પ્રેરિત થશે.  ગૂગલના સીઇઓ સુંદર પિચાઇએ જણાવ્યું કે, 1983 અને 2011ની યાદો તાજી થઇ ગઇ. ટીમ ઇન્ડિયાને
અભિનંદન. મને પૂરો વિશ્વાસ છે કે પૂરી પેઢીને પ્રેરિત કરશે. દ. આફ્રિકા માટે પણ આ ટૂર્નામેન્ટ
શાનદાર રહી. મોહમ્મદ શમીએ કહ્યંy આપણી મહિલા
ટીમે સપનાને હકીકતમાં બદલી દીધું. અન્ય કેટલાક ખેલાડીઓ નીરજ ચોપરા, વીરેન્દ્ર સેહવાગ, વીવીએસ
લક્ષ્મણ, અજિંક્ય રહાણે, ચેતેશ્વર પૂજારાએ
પણ ટ્વિટ કરી ભારતીય મહિલા ટીમની પ્રશંસા કરી હતી.