ગાંધીધામ, તા. 3 : ભચાઉના હિંમતપુરામાંથી આંકડો
રમાડતા એક શખ્સને પકડી પાડવામાં આવ્યો હતો. પોલીસ પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન રહેણાક
મકાનના આંગણા પાસે આરોપી રહીમ સુમાર ધોના શંકાસ્પદ હરકતો કરતો જોવા મળ્યો હતો. પોલીસે
તેને પકડીને તપાસ કરતાં બોલપેન-કાગળ મળી આવ્યા હતા અને આંકડાનો જુગાર રમાડતો હોવાનું
સામે આવ્યું હતું. તેની પાસેથી રોકડા રૂા. 14,500 તેમજ એક મોબાઈલ સહિત 24,500નો મુદ્દામાલ કબજે કરાયો હતો. રેડ દરમિયાન આરોપી કનુ ઠક્કર નાસી
ગયો હતો.