અમદાવાદ, તા. 3 (અમારા પ્રતિનિધિ તરફથી) : ઇન્સ્ટિટ્યૂટ
ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા દ્વારા સપ્ટેમ્બરમાં લેવાયેલી સીએની પરીક્ષાઓનાં
પરિણામો સોમવારે જાહેર થયાં હતાં, જેમાં
ફાઇનલ એક્ઝામિનેશન (બંને ગ્રુપ)નું પરિણામ 16.23 ટકા (16,800માંથી 2,727 પાસ), ઇન્ટરમીડિયેટ (બંને ગ્રુપ)નું પરિણામ 10.06 ટકા (36,398માંથી 3,663 પાસ) અને ફાઉન્ડેશનનું પરિણામ
14.78 ટકા (98,827માંથી 14,609 પાસ) રહ્યું છે. આ ઉપરાંત, રાજલક્ષ્મી 360 માર્ક્સ (90 ટકા) સાથે સમગ્ર ભારતમાં પ્રથમ
ક્રમે આવી છે, જ્યારે બીજા ક્રમે પ્રેમ
અગ્રવાલ (354 માર્ક્સ)
અને ત્રીજા ક્રમે  નીલ રાજેશ શાહ (353 માર્ક્સ) છે, જ્યારે ગુજરાતમાં મોખરે રહેલા રાજકોટના ઉમેદવાર
જિગર રાચ્છે ભારતમાં 20મો રેન્ક
પ્રાપ્ત કર્યો છે. ફાઉન્ડેશન પરીક્ષામાં આ સત્રે 98,827 વિદ્યાર્થીઓએ આપી હતી, જેમાંથી માત્ર 14,609 ઉમેદવારો
પાસ થયા છે, જેનો એકંદર પાસ થવાનો દર
14.78 ટકા રહ્યો છે. પુરુષ ઉમેદવારોનો
પાસ થવાનો દર (15.74 ટકા) સ્ત્રી ઉમેદવારો (13.76 ટકા) કરતાં સહેજ વધુ રહ્યો
છે. ચેન્નાઈની એલ. વિદ્યાર્થીઓ હવે તેમના રજિસ્ટ્રેશન નંબર અને રોલ નંબરનો ઉપયોગ કરીને
ઈંઈઅઈંની ઓફિશિયલ વેબસાઇટ શભફશ.ક્ષશભ.શક્ષ પર આ પરિણામો જોઈ શકશે.  આ ઉપરાંત જાન્યુઆરી 2026 સત્ર માટેની રજિસ્ટ્રેશન જાહેરાત
પણ આઈસીએઆઈ દ્વારા કરી દેવામાં આવી છે. ઈચ્છુક વિદ્યાર્થીઓ આ પરીક્ષાઓ માટે 3 નવેમ્બરથી 16 નવેમ્બર સુધી ઓનલાઈન રજિસ્ટ્રેશન
કરાવી શકે છે, જેનું આયોજન 5 જાન્યુઆરીથી 24 જાન્યુઆરી દરમિયાન કરાશે.