ભુજ, તા. 3 : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી
દ્વારા દેશના દરેક લોકસભા વિસ્તારમાં સાંસદ ખેલ મહોત્સવ-2025નાં આયોજનની હાકલ અંતર્ગત કચ્છ
લોકસભા વિસ્તારના રમતવીરોને પ્રોત્સાહન આપવા અને યુવા પ્રતિભાઓને ઓળખવા માટે કચ્છ લોકસભાના
સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા સાંસદ ખેલ મહોત્સવ અન્વયે આજે માધાપર ખાતે ટગ ઓફ વોર અને
ભુજમાં મહિલા બોક્સ ક્રિકેટ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં ખેલાડીઓએ ભાગ લીધો હતો. સાંસદ ખેલ મહોત્સવ- 2025નો 21 સપ્ટેમ્બરથી દેશવ્યાપી આરંભ
થયો હતો જેના ભાગરૂપે આજે ભુજ તાલુકાનાં માધાપર ગામે એમ.એસ.વી. હાઈસ્કૂલ ખાતે `ટગ ઓફ વોર' સ્પર્ધા અને મહિલા બોક્સ ક્રિકેટનું આયોજન જ્યુબિલી
ગ્રાઉન્ડ, ભુજ મધ્યે 
યોજાયા હતા. બહોળી સંખ્યામાં ખેલાડીઓએ 
ટગ ઓફ વોર સ્પર્ધા અને મહિલા બોક્સ ક્રિકેટ સ્પર્ધામાં ભાગ લઈ પોતાનું કરતબ
બતાવ્યું હતું. આ પ્રસંગે ભુજ નગરપાલિકાના પ્રમુખ રશ્મિબેન સોલંકી, વિજુબેન રબારી, મનિષાબેન સોલંકી, રેશ્માબેન ઝવેરી, અશોકભાઈ હાથી, વિશાલભાઈ ઠક્કર, જયંતભાઈ ઠક્કર, વિનુદાનભાઈ ગઢવી, નિલયભાઈ ગોસ્વામી, જગદીશભાઈ માધાપરિયા, મનોજભાઈ લુહાર, હિરેનભાઈ રાઠોડ, દીપકભાઈ સિજુ, કિશનભાઈ બિજલાની, ભરતભાઈ મહેશ્વરી,  વિષ્ણુભાઈ ચૌધરી, અનિલભાઈ છત્રાળા, કુલદીપાસિંહ જાડેજા, ડો. ડી.એલ. ડાકી, પૂજાબેન ઘેલાણી, આશિકાબેન ભટ્ટ, વિજયભાઈ રાજપૂતે ઉપસ્થિત રહી રમતવીરોને
પ્રોત્સાહન આપ્યું હતું. રીતેનભાઈ ગોરએ સંચાલન સંભાળ્યું હતું.