• મંગળવાર, 04 નવેમ્બર, 2025

મહાનગરપાલિકાએ બે વિસ્તારમાંથી વધુ 44 દબાણો દૂર કર્યા

ગાંધીધામ, તા. 3 : ગાંધીધામ મહાનગરપાલિકાના વહીવટી તંત્ર દ્વારા અતિ વ્યસ્ત રહેતા જૂની કોર્ટ થી લઈને અપના નગર ચાર રસ્તા તેમજ સેક્ટર 1/એ વિસ્તાર માંથી 44 દબાણો દૂર કરવામાં આવ્યા છે. અતિક્રમણ ના કારણે માર્ગો સાવ સાંકડા થઈ ગયા છે જેના લીધે ટ્રાફિક સહિતની અનેક સમસ્યાઓ સર્જાઇ રહી છે તો બીજી તરફ માર્ગોના નવીનીકરણમાં પણ દબાણો નડતરરૂપ બને છે અને ઘણી જગ્યાઓએ દબાણના કારણે ગંદકી ફેલાયેલી રહે છે જેના પગલે વહીવટી તંત્ર દ્વારા અતિક્રમણ દૂર કરીને માર્ગો ખુલ્લા કરાવવામાં આવી રહ્યા છે. સોમવારે મહાનગરપાલિકાના વહીવટી તંત્ર વહીવટી તંત્ર દ્વારા જેસીબી તેમજ ટ્રેક્ટર સહિતની મશીનરી સાથે નાયબ મ્યુનિસિપલ કમિશનર સંજય રામાનુજ તેમજ દબાણ હટાવ ઇન્સ્પેક્ટર ગાયત્રી પ્રસાદ જોશી તથા મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ એ પહોંચીને સેક્ટર વન એ વિસ્તારમાંથી 14 દબાણો દૂર કર્યા હતા. જ્યારે વોર્ડ 12 સી ટાગોર રોડ જૂની કોર્ટ થી લઈને આપણા નગર તરફ પોલીસ સ્ટેશન માર્ગ ઉપરથી 30 દબાણો દૂર કરવામાં આવ્યા હતા. અહીં નોટીસો આપ્યા પછી સ્વેચ્છાએ દબાણ હટાવવા માટે નો સમય આપવામાં આવ્યો હતો પરંતુ સમય મર્યાદા ની અંદર ઘણા દબાણનો સ્વેચ્છાએ હતા તો જે દબાણ દૂર ન થયા તેને મહાનગરપાલિકાએ આજે દૂર કર્યા હતા. ગાંધીધામ આદિપુર જોડિયા શહેરોમાં વ્યાપક દબાણો છે માર્ગો સાવ સાકડા થઈ ગયા છે જેના કારણે ટ્રાફિક સહિતની સમસ્યાઓ સર્જાઈ રહી છે ખાસ કરીને તહેવાર દરમિયાન તો લોકોને ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડે છે આ ઉપરાંત દબાણોના કારણે આવશ્યક સેવાઓ ઉપર પણ અસર પડી રહી છે. તત્કાલીન સમયની નગરપાલિકાએ અત્યાર સુધી દબાણ ઉપર કોઈ કાર્યવાહી કરી નહીં અને સત્તાધીશો દબાણકારોને છાવરતા હોવાના ગંભીર આક્ષેપો પણ થતા હતા મહાનગરપાલિકા બન્યા પછી અને તેમાં પણ ખાસ કરીને કમિશનર મનીષ ગુરુવાણી આવ્યા બાદ દબાણ ઉપર ઐતિહાસિક કાર્યવાહી કરવામાં આવી રહી છે અત્યાર સુધીમાં લગભગ 1200 જેટલા દબાણો દૂર કરવામાં આવ્યા છે અને હજુ પણ મહાનગરપાલિકા દ્વારા દબાણ દૂર કરવાની સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. 

Panchang

dd