• મંગળવાર, 23 જુલાઈ, 2024

સામખિયાળી ભડકાઉ ભાષણ મુદ્દે મૌલાનાના જામીન મંજૂર

ભચાઉ, તા. 11 : તાલુકાના સામખિયાળીમાં ભડકાઉ ભાષણ મુદ્દે પકડાયેલા મૌલાનાના રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટમાં રજૂ કરાયો હતો જ્યાં બંને પક્ષની દલીલો બાદ મૌલાનાને જામીન પર મુક્ત કરાયા હતા. મૌલાનાને રાજકોટ?પોલીસ પોતાની સાથે લઇ ગઇ હતી. રાજ્યમાં ભડકાઉ ભાષણ આપી વિવાદ ઉભો કરનાર મૌલાના મુફ્તી સલમાન અઝહરી વિરુદ્ધ સામખિયાળીમાં પણ ફરિયાદ નોંધાઇ હતી. .ટી.એસ. મુંબઇથી મૌલાનાને પકડી પાડયા બાદ જૂનાગઢ પોલીસે અટક કરી હતી. બાદમાં પૂર્વ કચ્છ પોલીસે અટક કરી હતી. સલમાન અઝહરીને કોર્ટમાં રજૂ કરાતાં ત્રણ?દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા. રિમાન્ડના ત્રણ?દિવસ દરમ્યાન ખાસ કાંઇ બહાર આવ્યું હોવાનું એલ.સી.બી. પી.આઇ. એન. એન. ચુડાસમાએ જણાવ્યું હતું. આજે મૌલાનાને ભચાઉની કોર્ટમાં રજૂ કરાયો હતો જ્યાં સરકારી વકીલ શ્રી વિઠલાણીએ આરોપી સામે 10 જેટલા ગંભીર આરોપ હોવાથી રાજ્ય બહારથી આવી અશાંતિ ફેલાવવાના પ્રયાસ વગેરેને ધ્યાને લઇ જામીન સામે વાંધો રજૂ કર્યો હતો. સામે બચાવ પક્ષની વકીલ પેનલે પણ વિવિધ દલીલો કરી હતી. બંને પક્ષની દલીલો સાંભળી ન્યાયાધીશ કુ. યોગીતા શર્માએ આરોપીના રૂા. 30 હજારના શરતી જામીન મંજૂર કર્યા હતા. અહીં જામીન મળતાં રાજકોટ?પોલીસ પોતાની કસ્ટડીમાં મૌલાનાને લઇ ગઇ હતી. વેળાએ કોર્ટ સંકુલ બહાર લોકો એકઠા થયા હતા. પોલીસે લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવી હતી. આરોપીના બચાવ પક્ષે ધારાશાત્રી સિદિક નારેજા, રમેશ?પરમાર, ગુલામશા શેખ, સાજીદ મકરાની, ઇમરાન મેમણ, રફીક રાયમા હાજર રહ્યા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang