• સોમવાર, 17 ઑગસ્ટ, 2026

રોહા સુમરી કિલ્લા પાસે દીપડાને પકડવા પાંજરું મુકાયું

મોટી વિરાણી (તા. નખત્રાણા), તા. 16 : તાલુકાના રોહા (સુમરી) વિસ્તારમાં દીપડાનો ત્રાસ વધી જતાં અને ધોળા દિવસે ગામતળ બાજુમાં આવેલા વાડાઓમાંથી બકરી તેમજ અન્ય પશુઓનો શિકાર કરતા માલધારીઓ તેમજ ગ્રામજનોમાં ડર ફેલાયો છે. આ અંગે ગ્રામ પંચાયતના સરપંચ નીતિનભાઇ ગોસ્વામી દ્વારા દીપડાને પાંજરે પૂરવા નખત્રાણા પૂર્વ રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરાઇ હતી, જેના પ્રત્યુત્તરમાં જંગલખાતા દ્વારા દીપડાને પકડવા રોહા (સુમરી) ડુંગરની તળેટી ઇદગાહ પાસે પાંજરું મૂકવામાં આવ્યું છે, પરંતુ પાંજરાની પકડ તરફ દીપડો વળ્યો નથી તેમ જાણવા મળ્યું હતું.

Panchang

dd