• સોમવાર, 17 ઑગસ્ટ, 2026

ગાંધીધામના પરીવહન ઉદ્યોગકાર સાથે મિત્રએ કરી 2.46 લાખની ઠગાઈ

ગાંધીધામ,તા.16: અહીંના પરીવહન ઉદ્યોગકાર સાથે તેના મિત્રે થોડા-થોડા સમયે કુલ રૂા. 2,46,800  ઉછીના લઈને તે પરત ન આપી વિશ્વાસધાત કર્યો હોવાનો મામલો ફરીયાદ સ્વરૂપે પોલીસ ચોપડે નોંધાયો હતો. શહેરમા ચાંમુડા રોડલાઈન્સ નામની ટ્રાન્સપોર્ટ ચલાવતા સહદેવસિંહ પેશકરસિંહ યાદવે એ તેના મિત્ર અને આરોપી પ્રમોદકુમાર રામનારાયણ યાદવ વિરુધ્ધ ગુન્હો નોંધાવ્યો હતો.પોલીસ સુત્રોએ વિગતો આપતા જણાવ્યુ હતુ કે આરોપી પ્રમોદકુમાર ફરીયાદી પાસે થોડા-થોડા રૂપિયા હાથ ઉછી લઈ જતો હતો .જે થોડા સમય પરત આપી દેતો હતો. તહોમતદારી ફરીયાદીનો વિશ્વાસ જીતીને ઓનલાઈન અને બેંક મારફતે કુલ રૂા. 2,46,800  ઉછી લીધા હતા. આ રકમ આરોપીએ લાંબા સમ ય સુધી પરત આપી ન આપી વિશ્વાસધાત કર્યો હતો. આ ગુન્હામાં સામેલ આરોપીને પકડી પાડવા માટે પોલીસે ચક્રોગતિમાન કરીને વધુ તપાસ હાથ ધરી છે.

Panchang

dd