ગોલ, તા. 16 : ડાબોડી યુવા મધ્યક્રમના બેટધર
દેવદત્ત પડીક્કલની શાનદાર 167 રનની ઈનિંગ્સથી
શ્રીલંકા વિરુદ્ધની પ્રથમ ટેસ્ટના બીજા દિવસના અંતે ભારતના નવ વિકેટે 460 રન થયા હતા. મેચની શરૂઆતના
બંને દિવસ વરસાદના વિઘ્નને લીધે નિર્ધારિત 180 ઓવરના બદલે 116 ઓવરની રમત જ શક્ય બની હતી. દેવદત્ત પડીક્કલે ટેસ્ટ કેરિયરની
પહેલી સદી ફટકારીને 230 દડામાં 1પ ચોગ્ગા અને એક છગ્ગાથી 167 રનની આકર્ષક ઈનિંગ્સ રમી હતી.
આ સિવાય કેએલ રાહુલે 82 અને ધ્રુવ
જુરેલે પ1 રન કર્યા હતા. શ્રીલંકા તરફથી સ્પિનર પ્રભાસ
જયસૂર્યાએ ચાર વિકેટ લીધી હતી. મેચની ગઇકાલે પહેલા દિવસે યશસ્વી જયસ્વાલ 32 રને રનઆઉટ થયો હતો. આ પછી પડીક્કલ
અને રાહુલ વચ્ચે બીજી વિકેટમાં 1પ1 રનની ભાગીદારી થઇ હતી. કેએલ રાહુલ અર્ધસદી
પછી રિટાયર્ડ હર્ટ થયો હતો. જ્યારે કપ્તાન ગિલ 16 રને આઉટ થયો હતો. પહેલા દિવસના અંતે ભારતના બે વિકેટે 288 રન થયા હતા. આ દરમિયાન પડીક્કલે
તેની સદી 134 દડામાં પૂરી કરી હતી. મેચના
આજે બીજા દિવસે રિષભ પંત 39, રાહુલ 82, પડીક્કલ 167, ધ્રુવ જુરેલ પ1, રવીન્દ્ર જાડેજા 13, માનવ સુથાર 24, મોહમ્મદ સિરાજ 11 રને આઉટ થયા હતા. કુલદીપ યાદવ
12 અને પ્રસિદ્ધ કૃષ્ણા એક રને
નોટઆઉટ રહ્યા હતા. આથી ભારતના નવ વિકેટે 460 રન થયા હતા. શ્રીલંકા તરફથી પ્રભાસ જયસૂર્યાએ ચાર અને કેશરા
નુવંતાએ ત્રણ વિકેટ લીધી હતી.
શ્રીલંકામાં ભારતીયો દ્વારા ટોચના વ્યક્તિગત ટેસ્ટ સ્કોર્સ
સચિન તેંડુલકર : 203 રન (કોલંબો, 2010)
વીરેન્દ્ર સહેવાગ : 201* રન (ગાલે, 2008)
શિખર ધવન : 190 રન (ગાલે, 2017)
દેવદત્ત પડીક્કલ : 167 રન (ગાલે, 2026)ં
ચેતેશ્વર પૂજારા : 153 રન (ગાલે, 2017)