• સોમવાર, 17 ઑગસ્ટ, 2026

ભુજમાં 3.32 લાખ રોકડ સાથે નવ ખેલી જબ્બે

ભુજ/ગાંધીધામ, તા. 16 : ભુજના જી.આઇ.ડી.સી.માં ફેક્ટરીના વરંડામાં શુક્રવારે જુગાર રમતા નવ ખેલીને રોકડા રૂા. 3.32 લાખ સહિત કુલ્લે રૂા. 12.67 લાખના મુદ્દામાલ સાથે એલ.સી.બી.એ ઝડપી લીધા હતા. સરહદી રેન્જ, ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા, પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ અધીક્ષક વિકાસ સુંડા દ્વારા જુગારની બદીને નેસ્તનાબૂદ કરવા આપેલી સૂચનાના પગલે શુક્રવારે સાંજે એલ.સી.બી.ની ટીમ પીઆઇ એ. એમ. મકવાણા તથા પીએસઆઇ એમ. એચ. શિણોલ, જે. બી. જાદવના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી બાતમીના આધારે ભુજના જી.આઇ.ડી.સી. વિસ્તારમાં હનુમાનજી મંદિરની પાછળ આવેલી લસણની ફેક્ટરીના ખુલ્લા વરંડામાં ગંજીપાના વડે તીનપત્તીનો જુગાર રમતા વિમલ શશિકાંત જોશી, કિશોર માવજી દબાસિયા (રહે. બંને માધાપર) અને નરેન્દ્રસિંહ દલપતસિંહ જાડેજા (રહે. મૂળ રવા, તા. અબડાસા, હાલે માધાપર), રાજેન્દ્રસિંહ માનસંગજી સોઢા (રહે. મૂળ ડુમરા, હાલે ભુજ), અનિલ ભરતભાઇ ઝાલા, મામદહુશેન અબ્દુલા કુંભાર, નરેન્દ્ર જસાભાઇ મહેશ્વરી, ભીખાલાલ વીરજી મહેશ્વરી, હર્ષ મહેશભાઇ જેઠી (રહે. તમામ ભુજ)ને રોકડા રૂા. 3,31,900, મોબાઇલ નંગ સાત કિં.રૂા. 35,000 તથા પાંચ વાહન કિં.રૂા. 9 લાખ એમ કુલ્લે રૂા. 12,66,900ના મુદ્દામાલ સાથે ઝડપી બી-ડિવિઝન પોલીસ મથકે ગુનો દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી કરી હતી. આ કામગીરીમાં પીએસઆઇ જે. બી. જાદવ, એસએસઆઇ પંકજ કુશવાહ, નીલેશભાઇ ભટ્ટ, હે.કો. નવીનભાઇ જોશી, ધર્મેન્દ્ર રાવલ, રાજેન્દ્રસિંહ રાઠોડ, પ્રવીણસિંગ ચૌધરી, શ્યામ ગઢવી તથા વિક્રમસિંહ ગોહિલ જોડાયા હતા.

Panchang

dd