• સોમવાર, 17 ઑગસ્ટ, 2026

છ સવાલના જવાબ કોણ આપશે ? : સીજેપી

નવી દિલ્હી, તા. 16 : કોક્રોચ જનતા પાર્ટીના મુખ્ય પ્રવક્તા સૌરવ દાસે કેન્દ્ર સરકાર પર સંસદમાં વિપક્ષ અને યુવાનોનો અવાજ દબાવવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ `એક્સ' પર એક પોસ્ટ દ્વારા તેમણે દાવો કર્યો છે કે, તાજેતરમાં સંપન્ન થયેલા સંસદના ચોમાસુ સત્રમાં સરકારે સીજેપીના નેતૃત્વમાં થયેલા વિરોધ પ્રદર્શનો અને જનહિતના સવાલોના જવાબ આપવાનો ઇન્કાર કરી દીધો છે.  સૌરવ દાસના જણાવ્યા અનુસાર, લોકસભા સાંસદ માથેસ્વરન વી.એસ. દ્વારા કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને શિક્ષણ મંત્રાલય સમક્ષ જે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા, તેને લોકસભાના નિયમ 41(2)ની વિવિધ ઉપધારાઓનો હવાલો આપીને રદ કરી દેવામાં આવ્યા છે. સૌરવ દાસે જણાવ્યું કે, સાંસદ દ્વારા જનતા અને વિદ્યાર્થીઓના હિતને લગતા  નીટ-2026 માટે અરજી ફી પરત કરવા બાબતે. સરકારની કામગીરી પ્રત્યે જનતામાં વધી રહેલા અવિશ્વાસ અંગે, દિલ્હીમાં પ્રદર્શનકારીઓને પીવાનું પાણી અને સફાઈ જેવી પાયાની સુવિધાઓ ન આપવા મુદ્દે, વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ અને યુવાનો સાથે સરકારના સંવાદ અંગે, વિદ્યાર્થીઓનું કલ્યાણ, પેપર લીક અને શિક્ષણ વ્યવસ્થામાં સુધારા, શાંતિપૂર્ણ વિરોધના મૌલિક અધિકારનો ઉપયોગ કરતા નાગરિકો સાથેના વ્યવહાર બાબતે. છ પ્રમુખ મુદ્દાઓ પર સવાલો રજૂ કરાયા હતા, જેને ફગાવી દેવા અયોગ્ય છે. સૌરવ દાસે સરકારની મંશા પર પ્રશ્નાર્થ કરતાં પૂછયું કે, જો આવા જનહિતના મુદ્દાઓ પર સંસદમાં ચર્ચા ન થઈ શકે, તો સરકારની જવાબદારી ક્યાં નક્કી થશે ? શું લોકોએ જવાબ મેળવવા માટે રસ્તા પર જ ઊતરવું પડશે ? તેમણે ગૃહમંત્રી અમિત શાહ પર સીધું નિશાન સાધતાં સવાલ કર્યો કે, પ્રદર્શનકારી વિદ્યાર્થીઓ પર થયેલી પોલીસ કાર્યવાહીના સંવેદનશીલ સમયગાળામાં તેમણે સંસદમાં આવીને સ્પષ્ટતા કેમ ન કરી. તેમણે ઉમેર્યું કે, સંસદમાં સવાલ પૂછવાનો અધિકાર એ સંસદીય લોકશાહીનો આત્મા છે, સરકાર સંસદનું મોં બંધ કરીને તેને પોતાની નીતિઓ પર મહોર મારતી સંસ્થા બનાવી શકે નહીં. અગાઉ સૌરવ દાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વતંત્રતા દિવસના સંબોધનમાં `િદમાગી નક્સલ'ના ઉલ્લેખને લઈને પણ આકરી પ્રતિક્રિયા આપી હતી. સીજેપી નેતાએ સ્પષ્ટ કર્યું કે, માત્ર સરકારને સવાલ પૂછવાને કારણે ભણેલા-ગણેલા યુવાનોને નક્સલી કહી શકાય નહીં. તેમણે આક્ષેપ કર્યો કે, આ સરકારનો અહંકાર છે અને યુવાનોની સમસ્યાઓ ઉકેલવામાં તેમની સંપૂર્ણ નિષ્ફળતા છે. અંતમાં તેમણે ચીમકી આપતાં કહ્યું હતું કે, હવે બદલાવની ઘંટી વાગી ચૂકી છે અને સરકાર માટે જાગવાનો સમય આવી ગયો છે.

Panchang

dd