• શનિવાર, 17 જાન્યુઆરી, 2026

અવસાન નોંધ

ભુજ : પ્રભાબેન (બેબીબેન) હરિલાલ શાહ (ઉ.વ. 92) તે સ્વ. જવેરબેન ચૂનીલાલ માવજી શાહના પુત્રવધૂ, સ્વ. માણેકબેન સાકરચંદ માધવજી (નગરિયા)ના પુત્રી, સ્મિતા (સોનુ) (ભુજ નગરપાલિકા), રશ્મિ (ભગત), મોના, નેહાના માતા, પ્રકાશભાઈ, ડો. રાજેશકુમાર, દીપકભાઈ, નંદા (શિક્ષિકા શાળા નંબર 21)ના સાસુ, હેતાના દાદી, પાર્થ, ખ્યાલ, રિશીના નાની, ઉર્વીના નાનીજી, સ્વ. જવેરબેન, સ્વ. મણિબેન, સ્વ. ગુલાબચંદભાઈ (ચાચા), સ્વ. ભોગીભાઈ, શાંતિભાઈ, સ્વ. નીમુબેન, સ્વ. જેન્તીભાઇ, સ્વ. હસુભાઈ, શરદભાઈ, પ્રકાશભાઈ (એડવોકેટ)ના બહેન, સ્વ. નવીનભાઈ (મુંબઈ)ના ભાભી, સ્વ. જશવંતીબેનના જેઠાણી, સંદીપ, ભાવેશ, બિજલ, પૂર્વી, પ્રિયાના કાકી તા. 14-1-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા.18-1-2026ના રવિવારે બપોરે 4થી 5 વીશા ઓસવાળ જૈન ગુર્જર વાડી (જૈન વંડો ગ્રાઉન્ડ ફ્લોર), ભુજ ખાતે.

ભુજ : રાયમા હુશેન (ઉ.વ. 77) તે મ. આમદ જુસબ (માજી એસ.ટી. ડ્રાઇવર)ના પુત્ર, મ. ઓસમાણ, મ. કાસમ (એસ.ટી. કંડક્ટર), મ. સુલેમાન (જી.ઇ.બી.), મ. આદમ (જી.ઇ.બી.), મહમદહુશેન (એસ.ટી. કંડક્ટર)ના ભાઇ, ઇકબાલના પિતા, અનીશ, આર્યનના દાદા, શોકત કરીમમામદ (નાગલપર)ના સસરા, મ. રઝાક, અશરફ, મજીદ, મુસ્તાક, અલ્તાફ, અમીન, ઇમરાન, તૌસિફના મોટાબાપા તા. 15-1-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 18-1-2026ના રવિવારે સવારે 10થી 11 તાહા મસ્જિદ, સંજોગનગર, ભુજ ખાતે.

ભુજ : શનિભાઇ કોલી તે અનિતાબાઇ રાજુભાઇ કોલીના પુત્ર, ભારતીબાઇના પતિ, અવની, અવંતિકાના પિતા, ધીરુભાઇના મોટાબાપા, કિશના, સુનીલભાઇ, રાજભાઇ, અનિલભાઇ, જયેશભાઇ, નરેશભાઇના કાકા તા. 15-1-2026ના અવસાન પામ્યા છે. આગરી તા. 20-1-2026ના મંગળવારે, ભજનભાવ રાત્રે, પાણી તા. 21-1-2026ના બુધવારે સવારે 7.30 વાગ્યે સંજયનગરી, નાગોર રોડ, ધીરુભાઇ આજાદના નિવાસે, ભુજ ખાતે.

ભુજ : ગં.સ્વ. હંસાબેન ચૌહાણ (ઉ.વ. 81) તે સ્વ. ભીખાલાલ લાલજી ચૌહાણ (રસોડાવાળા)ના પત્ની, સ્વ. રીટાબેન, રમાબેન, જ્યોત્સનાબેન (પુરિયા)ના માતા, સ્વ. દિનેશભાઈ લાલજીભાઈ ચૌહાણ, સુરેશભાઈ લાલજીભાઈ ચૌહાણ, બેનાબેન ધનજીભાઈ મેરના ભાભી, ચંપાબેન, મધુબેનના જેઠાણી, સ્વ. ખીમજીભાઇ પરમાર, ભીખુભાઈ રામજી પરમાર, મુલબાઈ, ડાહીબેન, ગીતાબેન, પ્રેમીલાબેન, સતુબેનના બહેન, દર્શના રાજેશ, હિના દીપક, તેજલ બિપીન, કામિની હિમાંશુ ચૌહાણ, કપિલા રાજેશ ઝાલા (પોરબંદર), કવિતા નીલેશ પરમાર (અંજાર)ના મોટીમા, સ્વ. પ્રદીપભાઈ રાઠોડ, સ્વ. વસંતભાઈ બક્ષી (પોરબંદર), અરૂણભાઇ રાઠોડના સાસુ, બ્રિજેશ (બંટી), અનિતા, કશ્યપ, ડો. વિવેક બક્ષી (સેલ્બી હોસ્પિટલ-નરોડા, અમદાવાદ), ભારત, દક્ષ, આયુષીના નાની, આશા, રિદ્ધિ, રૂપાલી, હિતેશકુમાર નાગડાના નાની સાસુ તા. 16-1-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 17-1-2026ના સાંજે 4થી 5 રાજપૂત સમાજવાડી રઘુવંશી ચોકડી, ભુજ ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે)

ગાંધીધામ : મેઘજીભાઇ ગાંગજીભાઇ ખાંખલા તે ગોપાલભાઇ, મણિલાલભાઇ, લક્ષ્મીબેનના પિતા, રતનબેનના પતિ, આશાબેન, લક્ષ્મીબેનના સસરા, વીરજીભાઇ કટુવાના જમાઇ, આસનભાઇ, દેવજીભાઇના ભાઇ, રમેશના કાકા, યોગેશ, સન્નીના મોટાબાપા, મોહિત, માહિક, વિહાના, રીતિક્ષા, નેરીક, રીવા, પુનિતના દાદા, સ્નેહાબેન, જીનલ, ભૂમિ, હિતેન, ક્રિશ, હાર્દિક, દીપના નાના તા. 15-1-2026ના અવસાન પામ્યા છે. તા. 18-1-2026ના આગરી-જ્ઞાનકંથન અને તા. 19-1-2026ના પાણી (ઘડાઢોળ) નિવાસસ્થાન ગણેશનગર ખાતે.

અંજાર : આજ્ઞાબેન ઈશ્વરદાસ શર્મા (સુદન) (ઉ.વ. 90) તે સ્વ. ઈશ્વરદાસ ગોકલદાસ શર્માના પત્ની, અશોકભાઈ, વિજયભાઈ, ગં.સ્વ. કિરણ ગિરધારીલાલ સૈની, સ્વ. ઉષા જુગલકિશોર, સ્વ. મીના સંજય, સરોજ સુનીલ ભાર્ગવ, રેખા શશીભૂષણના માતા, સ્વ. ચંચલબેન અશોકભાઈ, શોભાબેન વિજયભાઈના સાસુ, અનિતા વિરેન, મીનાક્ષી દીપક, સાક્ષી કુલદીપ, આરતી બ્રિજના દાદીસાસુ, સુમિત વિજયભાઈ, રાહુલ વિજયભાઈના દાદી, જય વિરેન, અંગદ દીપકના પરદાદી તા. 15-1-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 17-1-2026ના શનિવારે સાંજે 4.30થી 5.30  ક્ષત્રિય સમાજવાડી, ગાયત્રી ચાર રસ્તા પાસે, અંજાર ખાતે.

માંડવી : રાયમા રહીમ (ઉ.વ. 48) તે અબ્દુલસત્તાર (બાવાભા) મામદના પુત્ર, શોકત, લતીફ, અનવર, આરીફના ભાઈ, રમજુ મામદના જમાઈ, મોહમદસીરાજના પિતા, મોહસીન રસીદ (માનકૂવા), આસિફ સલીમ (નાગલપર)ના સસરા, મ. ઇબ્રાહિમ મામદ, રમજુ મામદ, ઓસમણગની મામદ, સાલેમામદ મામદ, મ. અબુબકર મામદ, ઈસ્માઈલ મામદ, નૂરમામદ મામદના ભત્રીજા, અલીમામદ ઇબ્રાહિમ, હસણ (હાજી) ઓસમાણગની, અશરફ સાલેમામદ, સિકંદર ઈસ્માઈલ, હુસેની રમજુ, રફીક અબુબકર, અકબરહુસેન નૂરમામદના કાકાઈ ભાઈ તા. 16-1-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 18-1-2026ના રવિવારે સવારે 10થી 11 સુખપર-સુમરાવાસ મદરેસા, પોલીસ સ્ટેશન પાછળ, માંડવી ખાતે.

માંડવી : કમલેશ ચુડાસમા (ઉ.વ. 35) તે કલ્પનાબેન કિશોરભાઇ ચુડાસમાના પુત્ર, શિવાંગીના ભાઇ, મનુભાઇના સાળા, ભૂમિ, રિશીના મામા, જયાબેન, જયશ્રીબેનના ભત્રીજા, હંસાબેનના દોહિત્ર, રાજેશ (ટીનો), હરેશના ભાણેજ તા. 15-1-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 17-1-2026ના શનિવારે સાંજે 4થી 5 રામેશ્વર વાડી, માંડવી ખાતે.

માંડવી : જોગી રવજી કારા રાઠોડ (ઉ.વ. 54) તે હાસબાઇ કારા કેશાના પુત્ર, તારાબેનના પતિ, અનિલ, વનિતા, શારદા, લક્ષ્મી, શીતલના પિતા, સ્વ. મૂરજી, ગાભાભાઇના નાના ભાઇ, રાજુ, નવીન, હીરજી, જેન્તીના કાકા, વિરજી પૂંજા ભટ્ટી (દાદાવાડી)ના જમાઇ, રમેશભાઇ સમેજા (લાયજા), અનિલભાઇ મકવાણા (નિરોણા), અનિલભાઇ સોઢા (હમીરામોરા)ના સસરા તા. 16-1-2026ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાને. તા. 26-1-2026ના સોમવારે આગરીની રાત તથા તા. 27-1-2026ના મંગળવારે પાણીની વિધિ નિવાસસ્થાને જોગીવાસ, પોલીસ સ્ટેશનની બાજુમાં, માંડવી ખાતે.

મુંદરા : કંદોઇ દીપકભાઇ (ઉ.વ. 68) તે મુક્તાબેન ધનજી વાલજીના પુત્ર, શીલાબેનના પતિ, રમેશ (બેંગ્લોર), નવીન, હરેશ, ભારતી (બિદડા), શોભનાના ભાઈ, બિહારીલાલ મણિલાલ પઢિયાર (જોડિયા)ના જમાઈ, રાજેશના બનેવી, ભગવાનજી વાલજીના ભત્રીજા, શશીભાઇ, સ્વ. પ્રતાપ, સ્વ. જયેશના કાકાઇ ભાઈ, છગનલાલ કરશન (અંજાર)ના દોહિત્ર, ધવલના મોટાબાપુ, મયૂર, ધર્મેન્દ્ર, રીનાના કાકા, નીતાબેન (ભુજપુર), કુસુમબેન ગાલા (બિદડા), મિત્તલબેન (વલસાડ), માયાબેન (ગાંધીધામ), રિદ્ધિ મહેતા, હમીદા, ધારા, વિમલ, આશિષના મામા તા. 15-1-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 17-1-2026ના શનિવારે સાંજે 4થી 5 ખારવા સમાજવાડી (રામ મંદિર), બંદર રોડ, મુંદરા ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે)

મુંદરા : ગં.સ્વ. પ્રભાબહેન દ્વારકાદાસ બજરિયા (ઉ.વ. 92) તે સ્વ. દ્વારકાદાસ રણછોડદાસ બજરિયાના પત્ની, જમનાદાસ વિશનજી રામૈયાના પુત્રી, પ્રીતિ રાજેન મટાણી, નૂતન, પલ્લવી સંજય આશર  અને સીમાના માતા, સ્વ. કાનાબેન, સ્વ. મનાબેન, રંજનબેન, ચંદ્રિકાબેન (કાકડીબેન), મંજરીબેનના ભાભી, પુષ્પાબેન, મધુરીબેન, નીમાબેન, મધુભાઈદિલીપભાઈ અને કીર્તિભાઈના બહેન, રવિ, આદિત્યના નાની, રેયા, નીલના પરનાની તા. 16-1-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 17-1-2026ના શનિવારે સાંજે 4થી 5 ભાટિયા મહાજનવાડી, મુંદરા ખાતે.

સુમરાસર-શેખવાલી (તા. ભુજ) : ચાડ સવા રામા (ગોમદાણી) (ઉ.વ. 80) તે નારણ રામજી ચાડ (ઢોરી), સ્વ. કરમણ રામજી ચાડના મોટા ભાઇ, વિરમ, હરિભાઇ, ધનજી, દામજીના પિતા, ભગુભાઇ, વિરમ, અજીબેન, શામજી, રમેશ, વાલીબેનના મોટાબાપા, શામજી રામજી ગાગલ (ઝીંકડી)ના બનેવી તા. 16-1-2026ના અવસાન પામ્યા છે.

હાલાપર (તા. માંડવી) : નર્મદાબેન લાલગર ગુંસાઇ (ઉ.વ. 65) તે હીરબાઇ લાલગર દેવગર ગુંસાઇના પુત્રી, યોગેશપુરી, પરેશપુરી, સ્વ. રમીલાબેનના માતા, નવલબેન શંકરગર (ભુજ), રમણીકગિરિ, દિનેશગિરિ, નવીનગિરિ, સ્વ. જગદીશગિરિ, સ્વ. શંભુગિરિના બહેન, જેરામગર, સ્વ. જેન્તીગર, દમયંતીબેનના કાકાઇ બહેન, જયશ્રીબેન, પુષ્પાબેન, મીનાબેન, શાંતાબેનના નણંદ તા. 15-1-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 17-1-2026ના સાંજે 4થી 5 દશનામ ગોસ્વામી સમાજવાડી, ભુજ ખાતે.

દુર્ગાપુર (તા. માંડવી) : ચાકી હાજી ઉમર ફકીરમામદ (ઉ.વ. 64) તે અબ્દુલ્લા, બસીર, શોકત, તાહિરના પિતા, મ. હાજી અદ્રેમાન (રાયણ)ના ભત્રીજા, મ. કાસમ, ઉસ્માન ઉર્ફે હાજી, મ.સિદિક, અબુબકર, હાજી સુલેમાન, અબ્બાસના મોટાભાઈ, અલીમામદ, મોહમ્મદ, અબ્દુલના કાકાઈ ભાઈ, ઈરફાન હાજી અજીજભાઈ (માંડવી)ના સસરા, હાજી અલીમામદ ઇબ્રાહિમ (માનકૂવા)ના જમાઇ, મ. અબુબકર નૂરમામદ (મુંબઈ), કાસમ જુસબ (ભુજ), હાજી ઇકબાલ ઇલિયાસ (નારણપર)ના સાળા તા. 15-1-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 18-1- 2026ના રવિવારે સવારે 11થી 12 સુન્ની મુસ્લિમ જમાતખાના, દુર્ગાપુર ખાતે.

બિદડા (તા. માંડવી) : લોહાર સાયરાબાનુ અમીન મિત્રી (ઉ.વ. 53) તે અમીન ગુલામહુશેનના પત્ની, મ. ગુલામહુશેન અલીમામદના પુત્રવધૂ, મ. હુશેન સુમાર પંખેરિયાના પુત્રી, આશીષ, અકીલ, શકીલના માતા, અબ્દુલ (બબો મિત્રી), મ. સલીમ, મ. હનીફ, હસીનાબેન જાકબ, અમીનાબેન મજીદના ભાભી, મ. જાકબ હુશેન, મુશા હુશેન, ઓસમાણ હુશેન, અબ્દુલ હુશેન (ભુજ)ના બહેન, શકુર, પરવેઝ, ઇરફાનના કાકી તા. 16-1-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 19-1-2026ના સોમવારે સવારે 10.30થી 11.30 સુન્ની મુસ્લિમ જમાતખાના, બિદડા ખાતે.

મોખા (તા. મુંદરા) : જરૂ દેવરાજ કાના (ઉ.વ. 78) તે મ્યાજર, લખુ, શંભુના પિતા, અતુલ, સચિન, સાવનના દાદા તા. 16-1-2026ના અવસાન પામ્યા છે.

મોટી વિરાણી (તા. નખત્રાણા) : બડિયા દેવજી (બાવા) સાકરિયા (ઉ.વ. 95) તે સ્વ. મગાભાઈ, સ્વ. સુમારભાઈ, બડિયા ફકુભાઈના મોટા ભાઈ, બડિયા કાનજીભાઈ, ખીમજીભાઈ, ગાવિંદભાઇ, કુંવટ  વાલબાઈ પરબતભાઈ (ટોડિયા), મેરિયા જિવાબેન જેઠાલાલ (જડોદર)ના પિતા, બડિયા ગાભાભાઈ, ચંદુલાલ, રવજીભાઈ, બુધીલાલના મોટાબાપા, બાદલ, સુનીલ, પ્રકાશ, શિવજી, રેશમબેન, લક્ષ્મીબેન, સુનિતાબેન અમૃતભાઈ ભધ્રુ (મથલ), લક્ષ્મીબેન અરાવિંદભાઈ જેપાર (મથલ), જેપાર મંજુલાબેન કરણભાઈ (ભુજ)ના  દાદા, ગંઢેર નારણ ભીમજી, બુધીલાલ ભીમજી (નેત્રા)ના બનેવી તા. 16-1-2026ના અવસાન પામ્યા છે. બારસ તા. 26-1-2026ના સોમવારે અગરી, તા. 27-1-2026ના ઘડાઢોળ નિવાસસ્થાન વિરાણી મોટી-કલરાઈ ખાતે.

પાનેલી (તા. નખત્રાણા) : સોઢા મણિબા (ઉ.વ. 90) તે સ્વ. હમીરજી સોઢાના પત્ની, જોરુભા સોઢાના ભાભી, ભારૂભા, સ્વ. રઘુભા, સ્વ. મહિપતસિંહના માતા, બહાદુરસિંહ, મહેન્દ્રસિંહ, હિંમતસિંહ, સુખદેવસિંહના કાકી, લખધીરસિંહના ભાભુ, રાણુભા સોઢાના મોટાબા, મનુભા માધુભા જાડેજા (મા. મઢ)ના સાસુ, રામદેવસિંહ, જયેન્દ્રસિંહ, અશ્વિનસિંહના દાદી તા. 15-1-2026ના અવસાન પામ્યા છે. બેસણું સોઢા દરબાર નિવાસ, પાનેલી ખાતે. ઉત્તરક્રિયા, પાણીઢોળ (બારમું) તા. 26-1-2026ના નિવાસસ્થાને.

દેવપર-યક્ષ (તા. નખત્રાણા) : મૂળ મંજલના કુંભાર હસણ ડાડા (ઉ.વ. 65) તે મ. ઇસ્માઇલ ડાડા, મામદ ડાડા (મંજલ), હાસમ ડાડા (મૂળ મંજલ હાલે દેવપર-યક્ષ)ના ભાઇ, ઇબ્રાહિમ, આમદ, મજીદ, જુસબ, અલીમામદના પિતા, અનવર હાસમના મોટાબાપા, ઉમરના કાકા, રહિમાબેનના પતિ, હુશેન ડોસલ (મૂળ વમોટી મોટી હાલે દેવપર), ડાડા (બિટ્ટા)ના બનેવી, મ. ડોસલ ઇસ્માઇલના જમાઇ, ફકુ મમુ (લક્ષ્મીપર-નેત્રા)ના સાળા, અબ્દુલ (માજી એસ.ટી. કંડક્ટર)ના વેવાઇ, મુસા, હુશેન (લક્ષ્મીપર-નેત્રા)ના સસરા તા. 16-1-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 18-1- 2026ના રવિવારે સવારે 10.30થી 11.30 મુસ્લિમ જમાતખાના, દેવપર (યક્ષ) ખાતે.

મંગવાણા-સમાપર (તા. નખત્રાણા) : હાલે બોરીવલી નારણભાઈ માવજી પોકાર (ઉ.વ. 82) તે સ્વ. લક્ષ્મીબેન માવજી વાલજી પોકારના પુત્ર, સવિતાબેનના પતિ, ભાવિકાબેન, ભારતીબેન, રાજેશભાઈ, કંચનબેનના પિતા, હરિભાઈ (નાસિક), રતનશીભાઈ (નાસિક), મણિલાલભાઈ (નાલાસોપારા), નવીનભાઈ (મીરારોડ)ના ભાઈ, મયૂરીબેન, કિશોરભાઈ, ભાવિનભાઈ, કિરીટભાઈના સસરા, ક્રિશિત અને નિશિના દાદા,   સ્વ . લાધારામ  મેઘજી ધોળુ (લુડવા)ના જમાઈ તા. 15-1-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 17-1-2026ના શનિવારે 3થી 5 મંગવાણા-સમાપર ખાતે.

વિથોણ (તા. નખત્રાણા) : નોડે રમજાન ઇબ્રાહિમ (ઉ.વ. 70) તે કાસમ ઈબ્રાહિમના ભાઈ, વલીમામદ તથા આદમના પિતા, મ. હુસૈન ઇશાકના બનેવી, આદરેમાન કાસમના કાકા, મ. સુમાર રમજાનના સસરા તા. 15-1-2026ના અવસાન પામ્યા છે. જિયારત તા. 18-1-2026ના રવિવારે સવારે 10.30 વાગ્યે મુસ્લિમ જમાતખાના, વિથોણ ખાતે.

રાજકોટ : મૂળ ખાંભા (ગીર)ના વરિયાવંશ પ્રજાપતિ રતિભાઇ મગનભાઇ રાખશિયા (ઉ.વ. 74) તે ભરતભાઇ, પ્રફુલ્લભાઇ (પેઇન્ટર)ના પિતા તા. 14-1-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 19-1-2026ના સોમવારે બપોરે 3થી 5 નિવાસસ્થાને 9-ચંદ્રેશનગર, અલ્કા સોસાયટી, મવડી ફાયરબ્રિગેડ પાસે, મવડી પ્લોટ, રાજકોટ ખાતે.

રાજકોટ : કરશનભાઇ મોહનભાઇ રાદડિયા તે રમેશભાઇ, વિનયભાઇના પિતા, નિકુંજ, પંક્તિ, નંદિનીના દાદા તા. 16-1-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 19-1-2026ના સોમવારે સાંજે 4થી 6 બિલેશ્વર મહાદેવ મંદિર, મવડી મેઇન રોડ ખાતે. 

Panchang

dd