ભુજ : મૂળ પાટણના સામવેદી શ્રીમાળી બ્રાહ્મણ ડો. ચંદ્રકાન્ત
ઓઝા (ઉ.વ. 92) તે સ્વ. ચુનીબેન જયરામજી ઓઝાના
પુત્ર, સુશીલાબેનના પતિ, સ્વ.
ચુનિલાલ દવે (મુંદરા)ના જમાઈ, ડો. અસ્મિત ઓઝા (નિ. આચાર્ય ગઢશીશા,
રામાણિયા હાઈસ્કૂલ), નીતાબેન ત્રિવેદી (નિવૃત્ત
સી.ડી.પી.ઓ. ભુજ), નીલમબેન ભટ્ટ (ભાવનગર)ના પિતા, ગીરાબેન, દિનેશકુમાર ત્રિવેદી (નિવૃત્ત ભુજ આર. એન્ડ
બી.), ઉમેશકુમાર ભટ્ટ (ભાવનગર)ના સસરા, ધીનલના દાદા, ડો. કૌશલ ત્રિવેદી અને સોહમના નાના,
રુચિ, રિદ્ધિ અને મૃગાક્ષીના દાદા સસરા,
સ્વ. કૃષ્ણપ્રસાદ, સ્વ. જશીલાબેન, સ્વ. હસમુખભાઈ, સ્વ. સુરેન્દ્રભાઈના ભાઈ, ગં.સ્વ. જયાબેનના દિયર, ગં.સ્વ. કૈલાશબેનના જેઠ,
સ્વ. નરાસિંહલાલ ઓઝાના સાળા, સ્વ. ડાહ્યાલાલ,
સ્વ. નર્મદાબેન, ગુલાબશંકર, સ્વ. લક્ષ્મીબેન, સ્વ. ભદ્રાબેન, રંજનબેનના બનેવી, ઉર્વાના પરદાદા, શ્લોકાના પરનાના તા. 10-1-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 12-1-2026ના સોમવારે સાંજે 4થી 5 મહાલક્ષ્મી મંદિર, નરાસિંહ મહેતા નગર, રાવલવાડી રિલોકેશન સાઇટ, ભુજ ખાતે.
ભુજ : ગોવિંદભાઇ વિરમભાઇ વાળંદ (રાઠોડ) તે સ્વ. કેશરબેન વિરામભાઇ
રાઠોડના પુત્ર, કસ્તૂરબેનના પતિ,
રમેશ, યોગેશ, સ્વ. મંજુલાબેન,
ગં.સ્વ. ભાવનાબેન ભરત ચૌહાણના પિતા, શામજીભાઇ વિરમભાઇ,
જયાબેન જેન્તીભાઇ ભટ્ટી, મણિબેન ધનજીભાઇ ચૌહાણ,
દામજી મગન રાઠોડ, શંકરલાલ હરિલાલ રાઠોડ,
મહેન્દ્ર હરિલાલ રાઠોડ, જિતેન્દ્ર હરિલાલ રાઠોડના
ભાઇ, સ્વ. શાંતાબેન શામજી રાઠોડના દિયર, કાંતાબેન, રમીલાબેન ભટ્ટી, દિનેશ,
દિલીપ, પ્રકાશ, ચંદ્રેશ,
દર્શનના કાકા, ફાલ્ગુની, મયંક, હીર, જીત, ચિંતન, કોમલ, વૈશાલીના દાદા,
લક્ષ્મીબેન, રસીલાબેન, સપનાબેનના
સસરા, પૂનમબેનના દાદાસસરા, સ્વ. પુરબાઇ
બાબુભાઇ ચૌહાણના જમાઇ, ભીખાભાઇ બાબુભાઇ, ગં.સ્વ. લક્ષ્મીબેન કાનજી રાઠોડ, સ્વ. ગોદાવરીબેન પરષોત્તમ
પરમાર, શાંતાબેન દિનેશ રાઠોડના બનેવી તા. 10-1-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
સાદડી તા. 12-1-2026ના સોમવારે બપોરે 3થી 5 શક્તિધામ સમાજવાડી, ભુજ ખાતે.
ભુજ : અ.સૌ. હર્ષાબેન દીપકભાઇ માણેક (ઉ.વ. 58) તે દીપકભાઇ રણછોડદાસ માણેક
(સંતોષ હાર્ડવેર)ના પત્ની, સ્વ. શાંતાબેન
રણછોડદાસ માણેકના પુત્રવધૂ, સ્વ. ભગવતીબેન દયારામ ચંદેના પુત્રી,
વર્ણિકા તથા જીનલના માતા, જયકુમાર દિનેશભાઇ ગણાત્રાના
સાસુ, હીરવા તથા શિવાંશના નાની, સ્વ. કીર્તિભાઇ
માણેકના નાના ભાઇના પત્ની, ભાવનાબેન હિતેષભાઇના જેઠાણી,
હિતેષભાઇ માણેક, સ્વ. પુષ્પાબેન મોહનલાલ,
ઉષાબેન નવીનભાઇ (ફરસાણી દુનિયા), ગં.સ્વ. માલતીબેન
(લખુબેન) જયસિંહભાઇ (અંજાર), ગં.સ્વ. દક્ષાબેન (અમીબેન) દામજીભાઇના
ભાભી, દિવ્યના કાકી, અરવિંદભાઇ,
ગં.સ્વ. ક્રિષ્નાબેન વિજયભાઇના બહેન, શૈલેષ,
જિજ્ઞા, ગીતાના મામી, મનીષાબેનના
નણંદ, રિતેશ, ધારા સાગરકુમારના માસી,
અંકિતા કિંચન, હિમાંશીના ફઇ તા. 10-1-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 12-1-2026ના
સોમવારે સાંજે 4થી 5 શેઠ નાનજી સુંદરજી સેજપાલ નવી લોહાણા મહાજનવાડી (ભીવંડીવાલા)
ખાતે.
ભુજ : ગં.સ્વ. ભગવતીબેન રામકુમાર જાટ (ઉ.વ. 80) તે સ્વ. ડો. રામકુમાર જાટના
પત્ની, ગાયત્રીબેન જાટ (એડવોકેટ), સાવિત્રીબેન જાટ (નગરસેવિકા-એડવોકેટ), જગદીશભાઇ જાટના
માતા, સવિતાબેન, આનંદભાઇના સાસુ,
પૃથ્વી, સ્વરના દાદી તા. 11-1-2026ના અવસાન પામ્યા છે. અંતિમ
સંસ્કાર રાજસ્થાન ખાતે થશે.
ભુજ : મણિયાર રશીદ અબુબકર (ઉ.વ. 54) તે મ. મણિયાર અબુબકર લતીફના
પુત્ર, મ. મણિયાર મુસ્તાક અબુબકરના ભાઇ, મણિયાર રિયાઝના પિતા, અરબાઝના કાકા, ઇમરાન તથા નદીમના મામા, ઇકબાલભાઇ (અમદાવાદ), કાસમભાઇ (અમદાવાદ)ના ભાણેજ તા. 11-1-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 13-1-2026ના મંગળવારે સવારે 11થી 12 છડીદાર મસ્જિદ, મણિયાર ફળિયા, ભુજ ખાતે.
ભુજ : નોતિયાર હાજી કાસમ વલીમામદ (પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના
ડ્રાઈવર રિટાયર્ડ) તે મુસ્તાક (ટેમ્પોવાળા)ના પિતા,
મ. હાજી દાઉદ વલીમામદ, મ. ઇબ્રાહિમ, સધિક, ઓસમાણ, ઇલિયાસના ભાઇ તા.
11-1-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 13-1-2026ના મંગળવારે સવારે 10 વાગ્યે નિવાસસ્થાન સુખપર-મોચીરાઇ
રોડ, ભુજ ખાતે.
ગાંધીધામ : મૂળ ડુમાણાના ઇન્દ્રસિંહ ડોશુભા ઝાલા (નિવૃત્ત કે.પી.ટી.)
(ઉ.વ. 88) તે શક્તિસિંહ (ઇફકો)ના પિતા, બાબુભાના ભાઇ, મહેન્દ્રસિંહના
કાકા, ગજેન્દ્રસિંહ (કે.પી.ટી.), જનકસિંહના
મોટાબાપુ, રાજવીરસિંહ, હરીશ્ચંદ્રસિંહ,
ચૈતન્યસિંહ (ઇફકો), ઋષિરાજસિંહ, જયદીપસિંહ, બ્રિજરાજસિંહના દાદા તા. 10-1-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 12-1-2026ના સોમવારે સાંજે 5થી 6 ક્ષત્રિય સમાજવાડી, રિલાયન્સ પંપ પાછળ, 5-બી, આદિપુર ખાતે.
ગાંધાધામ : કિરીટભાઇ ખીમજીભાઇ જોશી (ઉ.વ. 56) તે મધુબેનના પતિ, ગૌતમ, કેયૂરના પિતા,
અશ્વિનીબેનના સસરા, કેવલભાઇના કાકા, માહી, આધ્યાના દાદા, રમેશભાઇ,
વસંતભાઇ, ગં.સ્વ. લતાબેન શંભુલાલના ભાઇ,
નર્મદાબેનના દિયર, કોમલબેનના જેઠ, સુરેશભાઇ, દેવેન્દ્રભાઇ, સ્વ. રાજેન્દ્રભાઇ,
નર્મદાબેનના કાકાઇ ભાઇ, સ્વ. દયાશંકર ધરમશી જોશી
(નલિયા)ના જમાઇ, લલિત, જયેશના બનેવી તા.
11-1-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 13-1-2026ના
બપોરે 3થી 4 ભવનાથ મંદિર, સેક્ટર-પાંચ, ગાંધીધામ ખાતે.
અંજાર : મૂળ સામખિયાળીના કાન્તાબેન શાંતિલાલ ગંધા (ઉ.વ. 78) તે સ્વ. શાંતિલાલ મકનજી ગંધાના
પત્ની, સ્વ. મકનજી ચત્રભુજ ગંધાના પુત્રવધૂ
, સ્વ. તલકશી માધવજી કાથરાણી (ખીરઈ)ના પુત્રી, અરુણા, મીતા, શિતલ, હેતલ, રોનક, તિમીરના માતા,
શિલ્પા, રેખાના સાસુ, સ્વ.
કાંતિલાલ મકનજી ગંધા, સુરેશ મકનજી ગંધાના ભાભી, મંજુલાબેન, ભગવતીબેનના જેઠાણી, ભરતકુમાર હરિલાલ, પિનાકીનકુમાર દયારામ, ઉમેદકુમાર મનસુખલાલ, વિરેશકુમાર ખટાઉના સાસુ,
દેવ, શાનુના દાદી તા. 10-1-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 13-1-2026ના
સાંજે 4થી 5 ક્ષત્રિય સમાજવાડી, ગાયત્રી ચાર રસ્તા પાસે, અંજાર ખાતે. (દશો રાખેલ નથી.)
માંડવી : સારસ્વત બ્રાહ્મણ અલકાબેન નરેશભાઇ સાયલ (ઉ.વ. 62) તે નરેશ મોહનલાલ સાયલ (એન.એમ.
ઓટો)ના પત્ની, સ્વ. જ્યાબેન મોહનલાલ સાયલના
પુત્રવધૂ, મલય, હેમેનના માતા, આકાંક્ષાના સાસુ, સ્વ. વિદ્યાબેન શશીકાંત શિવ (મુંબઇ)ના
પુત્રી, સ્વ. અતુલ, મનોજના બહેન,
પ્રતિમાબેન, ગિરીશભાઈ, દીપકભાઈ,
પલ્લવીબેનના ભાભી, નીલમબેનના દેરાણી, હર્ષાબેનના જેઠાણી, મૌલિક, અલ્પા,
હિમેશ, માહી, મહિમાના કાકી,
વૈભવ, વિનીત, પ્રિયલ,
રોમિલના ફઈ, અમિત, માયરાના
બહેન, ગં.સ્વ. માલતીબેનના નણંદ તા. 10-1-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
ભાઈઓ તથા બહેનોની પ્રાર્થનાસભા તા. 12-1-2026ના સોમવારે સાંજે 4થી 5 લોહાણા મહાજનવાડી, તળાવ ગેટ, માંડવી ખાતે.
કેરા (તા. ભુજ) : માવજી મૂરજી વેકરિયા (માંડવી) (ઉ.વ. 76) તે અમરબાઈના પતિ, દિનેશ, શાંતા,
જશુ, સુશીલા, ચંદ્રિકાના
પિતા, હિરબાઈ, વિજય, ભરત, અરાવિંદ, ભરતના સસરા,
રસિક, હેન્શી, ખુશીના દાદા
તા. 11-1-2026ના અવસાન પામ્યા છે. બેસણું
તા. 14-1-2026ના બુધવારે સવારે 7.30થી 8.30 ભાઈઓ માટે સ્વામિનારાયણ મંદિર
(ભાઈઓનું) અને બહેનો માટે નિવાસસ્થાન કેરા ખાતે.
ફરાદી (તા. માંડવી) : બાબુલાલ રામજી પેથાણી (ઉ.વ. 77) સ્વ. દેવકાબેન રામજીના પુત્ર, મણિબેનના પતિ, શાંતિલાલ,
દિનેશ, વિમળાબેન અને રેખાબેનના પિતા, ચિંતન, ચિરાગ, કાજલના દાદા,
નયનાબેન, જેન્તિલાલ નાનજી મોતા (બાગ), કલ્પેશભાઈ કિશોરભાઈ જોષી (મસ્કા)ના સસરા, સ્વ. કુંવરબાઈ
નારણજી, પ્રેમુબેન માધવજી, મોગીબેન ચત્રભુજ
(મસ્કા)ના ભત્રીજા, વિજયા લક્ષ્મીશંકર (ગોધરા), લક્ષ્મીબેન ભગવાનજી (રાયણ)ના ભાઈ, ભાણજી હરિરામ નાગુ
(બાગ)ના ભાણેજ, નેહલ, બાદલ, મલય, નીવના નાના, ગં.સ્વ. ધનબાઈ
રવજી અખઈ મોતા (બાગ)ના જમાઈ, મંગલદાસ, કાંતિલાલ,
સ્વ. ગૌરીશંકર, ગં.સ્વ. જેવરબેન લાલજી શિણાઈ (ગાંધીધામ),
ગં.સ્વ. હસ્તાબેન દામજી નાગુ (બાગ)ના બનેવી તા. 10-1-2026ના અવસાન પામ્યા છે. સાદડી
તા. 12-1-2026ના સોમવારે બપોરે 3થી 5 પેથાણી સમાજવાડી, ફરાદી ખાતે અને સાસરા પક્ષ સાદડી તે જ દિવસે તા. 12-1-2026ના સોમવારે 2થી 4 રાજગોર સમાજવાડી, બાગ ખાતે.
મઉં મોટી (તા. માંડવી ) : મંજુલાબેન ખાનિયા (ભાનુશાલી) (ઉ.વ.
57) તે શંભુલાલ કાલીદાસના પત્ની, સ્વ. ભચીબાઇ કાલીદાસ વિશ્રામના પુત્રવધૂ,
નવીનભાઈ, સ્વ. હરિરામભાઇ, મહેન્દ્રભાઈ, મૂલબાઈ શિવજીભાઈ (રતડિયા), હંસાબેન અરાવિંદભાઈ (ડોણ)ના ભાભી, સ્વ. હેમરાજભાઈ,
સ્વ. નાનજીભાઈ વિશ્રામ, સ્વ. કસ્તૂરીબેન સ્વ. શંકરલાલ
જેઠાલાલના પુત્રવધૂ, મંજુલાબેન, ગં.સ્વ.
પ્રભાબેન, રામાબેનના દેરાણી, વિવેક,
શુભમના માતા. જ્યોતિબેન, દર્શનાબેનના સાસુ,
દ્રિશાના દાદી, સ્વ. લીલબાઈ હરિરામભાઇ સુંદરજી
ગોરી (શિરવા)ના પુત્રી તા. 11-1-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 13-1-2026ના મંગળવારે બપોરે 3થી 4 ભાનુશાલી મહાજનવાડી, મઉં મોટી ખાતે.
ગુંદિયાળી (તા. માંડવી) : જાડેજા હંસાબા (ઉ.વ. 87) તે સ્વ. જોરૂભા કારુભાના પત્ની, સ્વ. જીવુભા કારુભાના ભાભી, રણજિતસિંહ, ભરતસિંહ, સ્વ. ગનુભા,
ગજુભા, સંજયસિંહ, મહિપતસિંહ,
દિલીપસિંહ, રાજેન્દ્રસિંહના માતા, રવિરાજસિંહ, કુલદીપસિંહ, યુવરાજસિંહ,
વિશ્વરાજસિંહ, વિશાલસિંહ, જયરાજસિંહ, હાર્દિકસિંહ, દક્ષરાજસિંહ,
ધ્રુવરાજસિંહ, માનુભા, અજિતસિંહ,
શક્તિસિંહ, રઘુવીરસિંહ, નરેન્દ્રસિંહ,
ધર્મેન્દ્રસિંહના દાદી તા. 10-1-2026ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તા. 21-1-2026ના બુધવારે નિવાસસ્થાને. સાદડી
ક્ષત્રિય સમાજવાડી, ગુંદિયાળી
ખાતે.
કારાઘોઘા (તા. મુંદરા) : કરસન આસમલ ધેડા (ઉ.વ. 54) તે બિપિન, હેતલ, સરસ્વતી,
હંસાના પિતા, માલશી, કેશવજી,
લક્ષ્મણ, નારાણના ભાઇ તા. 9-1-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ
પૂર્ણ થઇ છે.
સમાઘોઘા (તા. મુંદરા) : મૂળ રતાડિયાના ગં.સ્વ. પ્રભાબેન (ઉ.વ.
81) તે સ્વ. શામજી પ્રેમજી મોતાના
પત્ની, સ્વ. કાનજીભાઇ, સ્વ. ભાણજીભાઇ,
સ્વ. ખીમજીભાઇના ભાઇના પત્ની, સ્વ. ગોદાવરીબેન,
સ્વ. સાકરબેનના દેરાણી, પ્રભાબેનના જેઠાણી,
સ્વ. હાંસબાઇ ગોવિંદજી જેસરેગોરના પુત્રી, સ્વ.
વિમળાબેન કેશવજી નાકર (ભદ્રેશ્વર), ભાઇલાલભાઇ, હેમલતાબેન કાન્તિલાલ માકાણી (માધાપર)ના બહેન, મંજુલાબેનના
નણંદ, પ્રીતિબેન, વિપુલ (કચ્છમિત્ર એજન્ટ),
રાજેશ (મુંદરા), અંજનાબેનના ફઇ, જયેશ અમૃતલાલ મોતા (રાયણ), નિશાબેન, દર્શનાબેન, અરૂણ પ્રભુલાલ વ્યાસ (અંજાર)ના ફઇસાસુ,
મગનભાઇ, વનિતાબેન, ધનસુખ
નાકર (મુંદરા), રાજેશ, વિમળાબેન,
તારાબેન, ભારતીબેન, વર્ષાબેન,
પુષ્પાબેન, ગીતાબેન, દિનેશભાઇ,
કમલેશભાઇના કાકી તા. 11-1-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 13-1-2026ના બપોરે 2થી 4 જૈન મહાજન વાડી ખાતે.
રસલિયા (તા. નખત્રાણા) : ગાવિંદભાઇ કરમશીભાઇ સીજુ (ઉ.વ. 26) તે ગં.સ્વ. વાલબાઇ મેઘજીભાઇ
સીજુના પૌત્ર, લક્ષ્મીબેન કરમશીભાઇ સીજુના
પુત્ર, દિવ્યાબેનના પતિ, આદિત્ય,
વિવાનના પિતા, રેખાબેન જિગરભાઇ જેપાર (નારણપર),
ધારશી, વિનોદના ભાઇ, કરશનભાઈ
મેઘજીભાઇ સીજુ (સાંગનારા), કાનજીભાઇ, જીવાંબેન
નારાણભાઇ ગંઢેર (નેત્રા), મનજી મેઘજી સીજુના ભત્રીજા,
ટોપણભાઇ મંગાભાઇ સીજુ (નારાણપર)ના જમાઇ તા. 7-1-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા
તા. 9-1-2026ના અને ઘડાઢોળ તા. 10-1-2026ના પૂર્ણ થઇ છે.
અમદાવાદ : મૂળ નખત્રાણાના કડવા પાટીદાર ભરતભાઇ નારણભાઇ ધનાણી
(ઉ.વ. 67) તે દમયંતીબેનના પતિ, દર્શનાબેન (નખત્રાણા), મનીષાબેન (કોટડા-જ.), ફાલ્ગુનીબેન (આણંદ), શીતલબેન (મનનગઢ), બ્રિજેશના પિતા, યુગના દાદા, નેહાબેનના સસરા, દિલીપભાઇ,
પોપટભાઇ, સ્વ. પ્રવીણાબેન (કોટડા-જ.)ના ભાઇ તા.
9-1-2026ના અમદાવાદ ખાતે અવસાન પામ્યા
છે. સાદડી (બેસણું) તા. 12-1-2026ના
સોમવારે સવારે 8થી 10, બપોરે 3થી 5 સત્યનારાયણ પાટીદાર સમાજવાડી, જૂનાવાસ, નખત્રાણા ખાતે.
બેસણું તા. 13-1થી 20-1-2026 સુધી નિવાસસ્થાને જૂનાવાસ સત્યનારાયણ
સમાજવાડીની બાજુમાં.
રાજકોટ : મૂળ આદિપુરના તરૂલતાબેન ભગવતીપ્રસાદ જોષી (ઉ.વ. 73) (રિટાયર્ડ ટીચર કે.કે.એમ.એસ.
ગર્લ્સ હાઇસ્કૂલ-અંજાર) તે ભગવતીપ્રસાદ (ઇફકો-ગાંધીધામ)ના પત્ની, સ્વ. વૈકુંઠભાઇ શીલુના પુત્રી, ડો. વિશાલ જોષી (રાજકોટ), રચના પ્રદીપ બોધા (આદિપુર),
તેજસ્વી ભાર્ગવ લાલાણી (વિસાવદર)ના માતા, ડો. મેઘા
વિશાલ જોષીના સાસુ તા. 10-1-2026ના
અવસાન પામ્યા છે. બેસણું તા. 12-1-2026ના
સોમવારે સાંજે 4થી 6 જોગેશ્વર મહાદેવ, રવીપાર્ક 4 મેઇન રોડ, જોહર કાર્ડ પાછળ, પ્રેમમંદિર
પાસે, કાલાવડ રોડ, રાજકોટ ખાતે.