• શુક્રવાર, 16 જાન્યુઆરી, 2026

અવસાન નોંધ

ભુજ : જેન્તીલાલ હરિલાલ વાયડા શાહ (ઉ.વ. 86) તે સ્વ. કંકુબેન હરિલાલ ખીમજીના પુત્ર, જયાબેનના પતિ, સ્વ. હેમલતા હેમચંદ, ગં.સ્વ. સુશીલાબેન શાંતિલાલના ભત્રીજા, ચંદ્રિકા, હેમન, અજય, હર્ષાના પિતા, અજિતભાઇ, સ્વ. કૌશિકભાઇ, સ્વ. તુષારભાઇ, અમિત, રશ્મિ, લતા, અંજલિ, પ્રિયા, મિતાના સસરા, સ્વ. ગંગાબેન મથરાદાસના જમાઇ, સ્વ. સવિતાબેન, સ્વ. માણેકબેન, સ્વ. સવાઇલાલ, સ્વ. ચંદુલાલ, સ્વ. પ્રવીણચંદ્ર, નિર્મળાબેન, અરૂણભાઇ, દિનેશ, રમેશના ભાઇ, સ્વ. સરોજબેનના દિયર, ગં.સ્વ. ભાગીરથીબેન, ગં.સ્વ. વિજયાબેન, રસીલાબેનના જેઠ, લહેરીકાંત, અમૃતલાલ, સ્વ. નરેન્દ્રભાઇ, રાજેશભાઇ, ભરતભાઇ, સ્વ. જયસુખભાઇના બનેવી, સ્વ. નલિની, રાજેશ, પારસ, ભાવના, સ્વ. આશા, ચેતન, રાજીવ (રાજુ), આનંદ, વિક્રમ, સીમાના કાકા, આયુષી, કૃશિતા, પુરવ, જસ, ક્રિશીવ, અક્ષરા, આશ્નાના દાદા, મેજ્ઞા, દર્શન, આરતી કરન, હેત્વી, ધૃવિ, સ્વ. જય, સ્વ. પ્રજ્ઞેશ, અગસ્ત્ય, ફ્રીઓનાના નાના, ગૌરવ, ઓમના દાદાજી સસરા તા. 8-1-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 10-1- 2026ના શનિવારે સાંજે 4થી 5 ભાઇઓ તથા બહેનોની સંયુક્ત ચાગબાઇ સુંદરજી સેજપાલ સત્સંગ હોલ, બિલેશ્વર મંદિર, ભુજ ખાતે.

ભુજ : ગગડા જેલુબાઈ ઈશાક (ઉ.વ. 82) તે અબુબકર, ઈસ્માઈલ, મ. ગનીના માતા, સલીમ અબુબકર, સુલતાન ઈસ્માઈલ, શરીફ ગનીના દાદી તા. 9-1-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 11-1-2026ના રવિવારે સવારે 10થી 11 નિવાસસ્થાન ભીડનાકા બહાર, સિતારા ચોક, ચાકી વાડીની બાજુમાં, ભુજ ખાતે.

અંજાર : મૂળ નાગલપુરના ગાવિંદજીભાઈ પોબારા (રમેશ જનરલ સ્ટોર) (ઉ.વ. 93) તે સ્વ. કંકુબેન હંસરાજ બેચરદાસ પોબારાના પુત્ર, તુલસાબેનના પતિ, લખમશીભાઈ, સ્વ. કેશવજીભાઇના મોટા ભાઈ, સાવિત્રીબેન, હંસાબેનના જેઠ, સ્વ. દામજીભાઈ નરશીભાઈ કોટક (રતનાલ)ના જમાઈ, સ્વ. દેવશીભાઇ, સ્વ. પ્રાગજીભાઈ, વિજયાબેન મણિલાલ રૂપારેલના બનેવી, સ્વ. રમેશ, સ્વ. પીયૂષ, મીનાબેન, મનોજભાઈના પિતા, વીરેન્દ્રભાઈ લાલજી પલણ (નખત્રાણા), ઇલાબેનના સસરા, કનુભાઈ (ગોપી દ્વારકેશ), ભાવનાબેન ભરતભાઈ કોટેચા, પુનિત (ઝીલ ટ્રાવેલ્સ), કપિલ, અમિતના મોટાબાપા, હર્ષાબેન, નીતાબેન, કવિતાબેન, મીનલબેનના મોટા સસરા, ફોરમ દર્શનકુમાર (ભુજ), દેવાંશના નાના, શ્યામા ઉદિતભાઈ પરબિયા, શ્યામ, હરિની, હિમાની, ઝીલ, સિયા, યેશા સોહમ, પરમ, શિવન્યાના દાદા તા. 9-1-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 11-1-2026ના રવિવારે સાંજે 4થી 5 ભાટિયા મહાજનવાડી, ટેલિફોન એક્સચેન્જની પાછળ, અંજાર ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)

મુંદરા : ખારવા રમેશ શંકરભાઈ સેરાજી (ઉ.વ. 55) તે સ્વ. લીલાબેન શંકરભાઈ સેરાજીના પુત્ર, વિશાંતભાઈના પિતા, સ્વ. જેઠાલાલભાઈ, ખીમજીભાઇ, કિશોરભાઈ, સ્વ. મધુબેન, ગં.સ્વ. મંજુબેન, સ્વ. ઉષાબેન, રસીલાબેન, સ્વ. ઈલાબેનના ભાઈ, ગં.સ્વ. જ્યોતિબેન, ધનલક્ષ્મીબેન, ભાવનાબેનના દિયર તા. 9-1-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 10-1-2026ના શનિવારે સાંજે 4થી 5 (ભાઈઓ અને બહેનોની) ખારવા સમાજવાડી (સાગર ભુવન) મુંદરા ખાતે.

રાપર : મૂળ બેલાના ઠક્કર નાનજીભાઇ ડોસાભાઇ ચંદે (ઉ.વ. 86) તે સ્વ. સાકરબેન ડોસાભાઇ વખતરામ ચંદેના પુત્ર, સ્વ. કાંતાબેનના પતિ, કંચનબેન, તુલસીભાઇના પિતા, દિલીપભાઇ ઓધવજીભાઇ, રેખાબેનના સસરા, કાન્તાબેન શાંતિલાલ પોપટ, હીરાલાલ, ધરમશીભાઇ, શિવલાલ, હીરાબેન ખીમજીભાઇ રૈયાના ભાઇ, ચેતન, શ્યામના નાના, નર્મદાબેન, કમળાબેન, ભગવતીબેનના જેઠ, મહેશ, હિતેષ, મહેશ, જિતેન્દ્ર, મેહુલ, મનોજ, ગિરીશ, નયનાબેન નારણભાઇ રાજદે, હર્ષિદાબેન પ્રભુલાલ ચંદે, જોષનાબેન હિતેષભાઇ રામાણી, રીટાબેન વિપુલકુમાર પોપટ, પુષ્પાબેન શંકરલાલ રામાણી, દિવ્યાબેન મનીષભાઇ મિરાણી, ચેતનાબેન ધર્મેશભાઇ મિરાણીની મોટાબાપા, સ્વ. ઠક્કર હરચંદભાઇ અવચરભાઇ મજેઠિયા (ફતેહગઢ)ના જમાઇ, વસંતભાઇ, સ્વ. પ્રવીણભાઇ, હિંમતભાઇ, ભરતભાઇ, હંસાબેન, મીનાબેન, જેન્તીભાઇ, દિલીપભાઇ, પરેશભાઇ, ધનસુખભાઇ, સ્વ. પુષ્પાબેન, વર્ષાબેનના મામા, સ્વ. મેઘજીભાઇ રામાણી, સ્વ. અમીચંદ, સ્વ. ભવાનજી રામાણી (ખડીર)ના ભાણેજ, ધ્રુવ, યોગેશ, આર્યન, જય, દક્ષા, માનવ, યુગ, રિદ્ધિ, સ્નેહા, ક્રિષ્ના, આર્યન, મિત, પ્રિયાંશ, શ્રેયાના દાદા તા. 8-1-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 12-1-2026ના સોમવારે સવારે 10થી 11 લોહાણા મહાજનવાડી, રાપર ખાતે.

માધાપર (તા. ભુજ) : મ.કા.ચા. મોઢ બ્રાહ્મણ રંજનબેન ચંપકલાલ જાની (ઉ.વ. 83) તે સ્વ. નર્મદાબેન પ્રાણલાલ ભટ્ટના પુત્રી, સ્વ. ચંપકલાલ મોરારજી જાનીના પત્ની, સ્વ. શોભનાબેન જિતેન્દ્રભાઇ ભટ્ટ, નિરુપાબેન કિરણભાઇ ભટ્ટ, સુભાષ, ધર્મેન્દ્ર, દીપક, કમલેશ જાનીના માતા, સીમા, મિતા, જિજ્ઞા, નમ્રતા જાનીના સાસુ, મહેશ પ્રભાશંકર જાનીના કાકી, મૌલિક, ઝલક, જાહન્વી, ધર્મીત, યશ, પંક્તિ, કિંજલ, મારૂત્તના દાદી, વિશાલ, પ્રતીક, પાર્થ ભટ્ટના નાની, રાહુલ કિશોરભાઇ દવેના દાદીસાસુ, રીતુ પ્રતીક ભટ્ટના નાનીસાસુ તા. 9-1-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 11-1-2026ના રવિવારે સાંજે 4થી 5 સોની સમાજવાડી, બાપા દયાળુ નગર, જૂનાવાસ, માધાપર ખાતે.

વીડી (તા. અંજાર) : માંજોઠી નિયામતબાઈ (નિશુલબાઈ) (ઉ.વ. 70) તે મ. ઇશા માંજોઠી (મુંબઈ)ના પત્ની, મ. માંજોઠી ઇલીયાસ જુમ્મા (વીડી)ના પુત્રી, રજાક (મુંબઇ), મ. રેહમતુલ્લા (ભુજ)ના બહેન, અનવરના માતા, અખ્તર ફકીરમામદ માંજોઠી (ભુજ)ના સાસુ, ફરહાનના દાદી તા. 9-1-2026ના અવસાન પામ્યા છે. જિયારત તા. 11-1-2026ના રવિવારે સવારે 10.30થી 11.30 નિવાસસ્થાન વીડી (અંજાર) ખાતે.

કુંદરોડી (તા. મુંદરા) : જાડેજા અરાવિંદાસિંહ (સંદીપ) (ઉ.વ. 32) તે જીતુભાના પુત્ર, મિતરાજના પિતા, કુલદીપાસિંહ, ભૂપતાસિંહના નાના ભાઈ, મહિપતાસિંહ (પી.એમ. જાડેજા જી.ઇ.બી.), નવલાસિંહના ભત્રીજા, મયૂરાસિંહ, ક્રિપાલાસિંહ, રાજેન્દ્રાસિંહ, ધર્મેન્દ્રાસિંહ, પારસાસિંહના કાકાઇ ભાઈ તા. 8-1-2026ના અવસાન પામ્યા છે. બેસણું રાજપૂત સમાજવાડી, કુંદરોડી ખાતે.

જિયાપર-નારણનગર (તા. નખત્રાણા) : રમણીકલાલ વિશ્રામ પોકાર (ઉ.વ. 60) તે ઝવેરબેનના પતિ, ગં.સ્વ. નર્મદાબેન પોકારના પુત્ર, ચંદુલાલ (રત્નાગિરિ), સુરેશકુમાર, નંદલાલ (જિયાપર), સાવિત્રીબેન (વેરસલપર)ના મોટા ભાઇ, સુરેખાબેન, ચંદ્રિકાબેન, અનિતાબેનના જેઠ, હિતેષકુમાર (રત્નાગિરિ), રિંકલબેન (જેસિંગપુર), નીલમબેન (પૂના)ના પિતા, નેહાબેન, હિતેષકુમાર, ભાવિકભાઇના સસરા, ધ્યાની, સગુન, વિશ્વમના દાદા, સ્વ. જેઠાભાઇ શિવજીભાઇ રૂડાણી (અંગિયા નાના)ના જમાઇ તા. 7-1-2026ના રત્નાગિરિ ખાતે અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 11-1- 2026ના સવારે 8.30થી 11 લક્ષ્મીનારાયણ પાટીદાર સનાતન સમાજવાડી, જિયાપર ખાતે.

વિગોડી (તા. નખત્રાણા) : યાદવ પરમાબેન હીરજીભાઇ (ઉ.વ. 91) તે મોહનભાઇ, બબીબેન ખીમજી વાઘેલા (નખત્રાણા), કંકુબેન વિશ્રામભાઇ આંઠુ (ઐયર)ના માતા, રમેશભાઇ, પ્રવીણભાઇ, અનિતાબેન રમેશભાઇ પરમાર (રાજપર)ના દાદી, સ્વ. ડાયાભાઇ (મીઠુભાઇ) અરજણ ચાવડા, સ્વ. રામજીભાઇ અરજણ ચાવડા, સ્વ. ગોમાબેન ગોવિંદ દાફડા (દેવીસર), સ્વ. નાથીબેન ધનજી વાઘેલા (નાના અંગિયા), જમનાબેન ભીમજી લોંચા (દેશલપર ગુંતલી)ના બહેન, સ્વ. કે. ડી. ચૌહાણ, નારાણભાઇ, કાન્તિભાઇ, રમેશભાઇના ફઇ, ખીમજી સામજી વાઘેલા (નખત્રાણા), સ્વ. વિશ્રામભાઇ હીરજી આંઠુ (ઐયર), નાનુબેનના સાસુ, ડો. રમેશભાઇ ડાયાભાઇ પરમાર (રાજપર હાલે રાજકોટ)ના દાદીસાસુ, મનોજભાઇ, હરેશભાઇ, દિનેશભાઇ, રાજેશ, અર્જુન, ચંદ્રેશના દાદી, માહિરના પરદાદી તા. 9-1-2026ના અવસાન પામ્યા છે. બેસણું ત્રણ દિવસ. તા. 11-1-2026ના રવિવારે સવારે 9થી 11 પુષ્પાંજલિ સમાજવાડી ખાતે.

મથલ (તા. નખત્રાણા) : લુહાર જુસબ ઈબ્રાહિમ (ઉ.વ. 65) તે મામદ ઈબ્રાહિમ, અભુભખર ઈબ્રાહિમ, મ. હાજી હુસૈન ઈબ્રાહિમ, મ. અબ્દુલલતિફ ઈબ્રાહિમ, મ. આમદ ઈબ્રાહિમના ભાઈ, અબ્દુલા, સિધીક, ગફુર, અલ્તાબના પિતા તા. 8-1-2026ના અવસાન પામ્યા છે. જિયારત તા. 12-1-2026ના સોમવારે સવારે 11 વાગ્યે મુસ્લિમ જમાતખાના, મથલ ખાતે.

વિથોણ (તા. નખત્રાણા) : રબારી લાખાભાઇ મેઠાભાઇ (ઉ.વ. 57) તે રબારી મેઠા આશાના પુત્ર, ભીખા અને દેવાના પિતા, રબારી રામા મેઠાભાઈ, સ્વ. કાના મેઠાભાઇ, રાજા મેઠાભાઇ, ભીખા ચેના, લાખા ચેના, ખેંગાર પબા, દેવા પબા, સોમા પબાના ભાઈ, રબારી મમુ આશા, રબારી ખીમા આશાના ભત્રીજા, છના રામા, શંકર રામા, મનોજ રાજા, વિજય કાના, હમીર કાનાના કાકા તા. 9-1-2026ના અવસાન પામ્યા છે. બેસણું સમાજના નિયમ પ્રમાણે ત્રણ દિવસ નિવાસસ્થાન વિથોણ ખાતે.

મથલ (તા. નખત્રાણા) : લુહાર હાજીહુસૈન ઈબ્રાહિમ (ઉ.વ. 72) તે મામદ ઈબ્રાહિમ, અભુભખર ઈબ્રાહિમ, મ. જુસબ ઈબ્રાહિમ, મ. અબ્દુલલતિફ ઈબ્રાહિમ, મ. આમદ ઈબ્રાહિમના ભાઈ તા. 8-1-2026ના અવસાન પામ્યા છે. તાજિયત તા. 11-1-2026 રવિવાર સુધી નિવાસસ્થાન પ્રાથમિક શાળા પાસે, લુહાર ફળિયા, મથલ ખાતે.

વાયોર (તા. અબડાસા) : જયાબેન મહેશગર ગુંસાઇ (ઉ.વ. 66) તે મહેશગર મંગલગર ગુંસાઇ (વાયોર)ના પત્ની, સ્વ. શાંતાબેન, સ્વ. મંગલગરના પુત્રવધૂ, સ્વ. લીલબાઇ માધવગર (કુકડાઉ)ના પુત્રી, મોતીગર મંગલગર (કુકડાઉ)ના ભત્રીજી, નથુગર મંગલગર (વાયોર), કૌશલ્યાબેન પ્રવીણગિરિ (નાગવીરી), પુષ્પાબેન લક્ષ્મણગર (સુરત)ના ભાભી, હેમલતાબેન નથુગરના જેઠાણી, જયશ્રીબેન, નયનાબેન, હર્ષદગર, ભાવેશગરના માતા, ભાવનાબેન હર્ષદગર, ઉર્મિલાબેન ભાવેશગર, જગદીશગર નથુગર (માધાપર)ના સાસુ, અલ્પાબેન વસંતગર, હિનાબેન મેહુલગર, આશિષગર, વિનોદગરના મોટીમા, ઉષાબેન આશિષગર, હિનાબેન વિનોદગર, વસંતગર (ભુજ), મેહુલગર (ભુજ)ના મોટા સાસુ, સ્વ. દયાલગર માધવગર (કુકડાઉ), હરિગર માધવગર (કુકડાઉ), દમયંતીબેન શંભુભારથી (નખત્રાણા), કમલગર, વીરગરના બહેન, હેત, દિવ્યાંશી, જીલ, પ્રિયાંશી, પ્રિયાન, કાયરા, શૌર્યના દાદી, યશ, પ્રેમિત, ઉર્મિત, હિરેનના નાની તા. 9-1-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 12-1-2026ના બપોરે 3થી 4 ઠાકર મંદિર, વાયોર ખાતે.

વરાડિયા (તા. અબડાસા) : મેમણ ઈલિયાસ અબ્દુલ્લાહ (ઉ.વ. 80) તે હાજી સધિકના મોટા ભાઈ, હુસેન, ઈબ્રાહીમ, અલી અને મુસાના પિતા, સલીમ અને સાફિરના દાદાબાપુ, મોખરાવાળા ઈસ્માઈલ જુસબ અને ઉંમર જુસબના મામા તા. 8-1-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 11-1-2026 રવિવારે સવારે 10.30થી 11.30 મેમણ મસ્જિદ, વરાડિયા મધ્યે.

બૈયાવા (તા. લખપત) :  જાડેજા ખીમાજી મોકાજી (ઉ.વ. 56) તે સ્વ. જાડેજા અરજણજી મોકાજી, સ્વ. જાડેજા વાઘજી મોકાજી, સ્વ. જાડેજા પ્રાગજી મોકાજીના નાના ભાઈ, દાદુજી, જસુભા, રાણુભાના કાકા, જુવાનાસિંહ, રૂદ્રરાજાસિંહ, હરદીપાસિંહના દાદા તા. 6-1-2026ના અવસાન પામ્યા છે. આગરી રાત તા. 16-1-2026ના, ઘડાઢોળ (બારસ) તા. 17-1-2026ના નિવાસસ્થાન બૈયાવા ખાતે.

મુંબઇ : મૂળ બિદડાના રમેશ રૂપારેલ (ઉ.વ. 70) તે ગં.સ્વ. ગોદાવરીબેન અને કાનજી હીરજી રૂપારેલના પુત્ર, ભાવનાબેનના પતિ, પુનિતના પિતા, સ્વર્ગીય ગંગા રુક્ષ્મણીબેન કલ્યાણજી રાયમંગ્યા (ટપ્પર)ના મોટા જમાઈ, ગં.સ્વ. નલિની ઠક્કર, પ્રજ્ઞા ઉદય માધવાણી, વિજયના ભાઇ, રેખાના દિયર, સેજલ હર્ષલ શાહ અને ધ્રુવના કાકા, વૈશાલી જેસલ કોટક, સ્વ. ભાવિન, ભાસ્કર, દેવાંગના મામા, ડિમ્પલ અને નૈસર્ગીના મામા સસરા તા. 7-1-2026ના અવસાન પામ્યા છે. (લૌકિક વ્યવહાર બંધ છે.) 

Panchang

dd