ભુજ : અ.સૌ. ઠક્કર પ્રેમિલાબેન પરસોત્તમ ઉદેચા (ઉ.વ. 78) તે પરસોત્તમ ઉમરશી (મહેતાજી)ના
પત્ની, સ્વ. મણિબેન ઉમરશી ગાંગજી (જાટાવાડા હાલે ભુજ)ના
પુત્રવધૂ, સ્વ. લાલજી પરસોત્તમ પૂજારા (જેસડા હાલે ભુજ)ના પુત્રી,
દલાલ અમરશી પરસોત્તમના ભત્રીજી, દયારામભાઇ (કોડકી),
રમેશભાઇ (માધાપર)ના ભાભી, મણિબેન, ચેતનાબેનના જેઠાણી, ધનસુખભાઇ, જયસુખભાઇ
(એફ.પી.એસ.-મિરજાપર), નીતાબેન મનોજભાઇ દત્તાણી (ગાંધીધામ)ના માતા,
સ્વ. નયનાબેન, કુસુમબેન, મનોજભાઇ પરસોત્તમ ઠક્કરના સાસુ, સ્વ. મણિલાલ,
સ્વ. જેન્તીભાઈ, હરિલાલભાઇ, રંભાબેનના બહેન, અનિલ, ઇશ્વર,
રીટા, રેખા, મીતિક્ષા,
નિધિ, મનનના મોટીમા, બ્રિજેશ,
ક્રિતેશ, પૂજા રાજ દાવડા, કિંજલ, ધ્યાનના દાદી, હાર્દિક,
કરણના નાની, રાજ દાવડા, હેત્વી,
દીપિકાના દાદીસાસુ, ઝીંકલ, ઝીલના નાનીસાસુ, ખનક, દિત્યા,
હીરવા, રાઘવના પરદાદી, ગ્રીવાના
પરનાની તા. 6-1-2026ના
અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 8-1-2026ના ગુરુવારે સાંજે 4થી 5 બી.એ.પી.એસ.
હોલ, ભાનુશાલી નગર, ભુજ ખાતે.
(દશો રાખેલ નથી.)
ભુજ : કાંતિભાઈ શંકરલાલ ઠક્કર (ઉ.વ. 70) તે સ્વ. ભાગીરથીબેન શંકરલાલ
ગાવિંદજી ઠક્કરના પુત્ર, ઉષાબેનના પતિ, સ્વ. મોહનલાલ ઠાકરશી અનમ (કુકમા)ના જમાઇ, ગં.સ્વ. મીનલબેન
(કાશીબેન) મહેશભાઇ આથા, અશોકભાઇના મોટા ભાઇ, કેતકીબેનના જેઠ, નીરજ, ડેનિશ,
જાનકીના પિતા, સ્વાતી પરાગભાઇ ચંદે, ચાંદની દક્ષભાઇ દાવડાના મોટા કાકા, પૂજાબેન, હેતલબેન, મંથનભાઈ કોઠારીના સસરા, રાજેશભાઈ, અતુલભાઇ, સ્વ. મીનાબેનના
મોટા કાકાઇ ભાઇ, શીતલ, ભક્તિ, તેજશ, વિક્રમભાઇ તન્નાના મામા, શૌર્ય, શ્લોક, મનબીરના દાદા,
જેની, જીયા, નાયરા,
વેદાંશ, કશીશના નાના તા. 6-1-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 8-1-2026ના ગુરુવારે સાંજે 4થી 5 રૂખાણા હોલ, નાનજી સુંદરજી સેજપાલ નવી લોહાણા મહાજનવાડી, વી.ડી. હાઇસ્કૂલ
પાસે, ભુજ ખાતે.
ભુજ : મૂળ ઐડાના કચ્છી લોહાણા ગં.સ્વ. કલાવંતીબેન (ઉ.વ. 85) તે સ્વ. લક્ષ્મીદાસ ધરમશી મંડળવિઝારના
પત્ની, સ્વ. ગંગારામ દેવજીભાઇ કિંગર (પનવેલ)ના પુત્રી,
માધવજીભાઇ, અર્જુનભાઇ, લીલાધરભાઇ,
ઝવેરબેન વસંતકુમાર, દમયંતીબેન કાંતિલાલ,
સ્વ. અનસુયાબેન યોગેશભાઇ, સ્વ. લીલાવંતીબેન ગિરીશભાઇ,
ગીતાબેન ચંદ્રકાંતના બહેન, સ્વ. હીરાગૌરીબેન,
નિરૂપમાબેન, અરૂણાબેનના નણંદ, ગં.સ્વ. જયશ્રીબેન પ્રતાપભાઇ પવાણી (એરોલી), ભારતીબેન
(પૂજાબેન) પંકજભાઇ પૂંજાણી (કોઠારા હાલે ભુજ)ના માતા, સ્વ. જયાબેન
જવાહરલાલ, ગં.સ્વ. તારાબેન મૂલજીભાઇ, દમયંતીબેન
કરશનદાસ, ગં.સ્વ. જવેરબેન માધવજીભાઇ ચંદે (નાસિક), ગં.સ્વ. અમૃતબેન દ્વારકાદાસ રાયમંગ્યા, ગં.સ્વ. રસીલાબેન
હરેશભાઇ પવાણી (મુંબઇ), ગં.સ્વ. હેમલતાબેન અરવિંદભાઇ,
સ્વ.અ.સૌ. કુસુમબેન મહેશભાઇ, પરેશભાઇના કાકી,
જયશ્રીબેન પ્રતાપભાઇ, નેહલબેન નીતિનભાઇ,
દીપાબેન રાહુલભાઇ, વૈદેહી વિજયભાઇ, કોમલ નીરવભાઇના દાદી, શીતલબેન વિલેશભાઇ, શિલ્પાબેન જતિનભાઇ, સંગીતાબેન વિક્રાંતભાઇ, એકતાબેન સાગરભાઇ, જાનવીના નાની તા. 6-1-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 9-1-2026ના
શુક્રવારે સાંજે 4થી 5 રૂખાણા હોલ, નવી લોહાણા મહાજનવાડી, ભુજ ખાતે.
ભુજ : મૂળ મોખરા (તા. અબડાસા)ના ભાવેશગર ચંદનગર (ઉ.વ. 48) તે કસ્તૂરબેન ચંદનગરના પુત્ર, શીતલબેનના પતિ, ધવલ,
ક્રિષ્ના, માનસીના પિતા, અજિત, મોનલ, મેઘના, શ્રુતિ, સિદ્ધિના કાકા, વિજયગર,
સંજયગર, સરલાબેન (મિરજાપર), મિત્તલબેન (નખત્રાણા), બીનાબેનના ભાઇ, હંસાબેન (લાયજા), યશોદાબેન (નાની વિરાણી)ના દિયર,
સ્વ. મોહનગર, સ્વ. કાશીગર, સ્વ. મહેશગર, રમેશગર, દિનેશગરના
ભત્રીજા, કાકુગર મદમગર (પાટ)ના જમાઇ, પરસોત્તમગર,
જયંતીગર, નરેશગર, ભરતગરના
બનેવી તા. 6-1-2026ના
અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 8-1-2026ના બપોરે 3થી 4 ગોસ્વામી સમાજવાડી, ભુજ ખાતે.
આદિપુર : નિરજા (ઉ.વ. 37) તે પ્રતીક દિલીપ કુલકર્ણી (અમદાવાદ)ના પત્ની, નિર્મલા અને દુષ્યંત સી. આહુજા (નિવૃત્ત તોલાણી
પોલિટેકનિક કોલેજ)ના પુત્રી, નિમરતના માતા, જયકિશન (નિવૃત્ત બેંક ઓફ ઇન્ડિયા), રમેશ, ગુરમુખ, નરેશ, મહેન્દ્ર,
અશોક, ગોપના ભત્રીજી તા. 31-12-2025ના અમદાવાદ ખાતે અવસાન પામ્યા
છે. પ્રાર્થનાસભા તા. 7-1-2026ના
બુધવારે સાંજે 4.30થી 5.30 મૈત્રી સ્કૂલ ડોમ, મૈત્રી પ્રાંગણ, આદિપુર
ખાતે.
માંડવી : પુરબાઈ લાખુ ધેડા (ઉ.વ. 91) તે સ્વ. લાખુ પૂજા ધેડાના પત્ની, ગાંગજી (ગોપાલ), બુધારામ,
ધનબાઈ સુમાર ધુવા (અંજાર), ચાગબાઈ ગાવિંદ જાજીયા
(જગજીવન)ના માતા, સ્વ વેલજી જેઠાલાલ ચંઢારિયાના પુત્રી,
સ્વ. મગનલાલ, સ્વ. ભીમજીભાઈ, સ્વ. કેસરભાઈ, લક્ષ્મીબેનના બહેન, મંજુલા રાજેશ ફુફલ (જગજીવન નગર), લીના રવિ ધુવા (અંજાર),
રવિ, અશ્વિનના દાદી તા. 5-1-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા
આગરી તા. 8-1-2026ના ગુરુવારે અને પાણી તા. 9-1-2026ના શુક્રવારે નિવાસસ્થાન ગોકુલવાસ, માંડવી ખાતે.
મુંદરા : મૂળ છસરાના કુંભાર હાજી ઉમર ઈશા (ઉ.વ. 94) તે મ. ફકીરમામદ મ. હાજી અલીમામદ, હાજી કાસમના ભાઈ, હાજી
આદમ, હાજી હુસેન, હાજી લતીફના પિતા,
હાજી ફકીરમામદ (મુંબઈ), હારૂન (છસરા)ના સસરા તા.
6-1-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા 8-1-2026ના ગુરુવારે 10.30થી 11.30 નિવાસસ્થાન નૂરાની મસ્જિદની
બાજુમાં, રામરહીમ નગર, મુંદરા ખાતે.
ભચાઉ : મૂળ મોટી ચીરઇના ધ્રુવિન પીયૂષભાઈ પાટડિયા (ઉ.વ. 17) તે વનિતાબેન ચંદુલાલ જાદવજીભાઈ
પાટડિયાના પૌત્ર, પલ્લવીબેન
પીયૂષભાઈ ચંદુલાલના પુત્ર, રાજુભાઈ ચંદુલાલ, નટવરલાલ દામજી, મનસુખલાલ દામજી, પ્રવીણાબેન અશોકભાઈ વારૈયા, રેખાબેન સતીશભાઈ કોંઢિયા
(અંજાર), લતાબેન પરેશભાઈ કલોલિયા (રણાસણ)ના ભત્રીજા, રોહિત, હેત, તીર્થ, ગોપિકા, સ્વરા, નીતિ, માન્યા, માહીના ભાઈ, ધર્મેન્દ્રભાઈ
જેન્તીલાલ, મનોજ જેન્તીલાલ (ગાગોદર)ના ભાણેજ તા. 5-1-2026ના અવસાન પામ્યા છે, પ્રાર્થનાસભા તા. 8-1-2026ના ગુરુવારે સાંજે 4થી 5 શ્રવણ કાવડિયા આશ્રમ, અંબિકા નગર, ભચાઉ ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે)
કેરા (તા. ભુજ) : અ.સૌ. દમયંતીબેન કિરીટભાઇ ત્રિવેદી (ઉ.વ. 74) તે સ્વ. કાંતાબેન જેઠાલાલ ત્રિવેદીના
પુત્રવધૂ, ગં.સ્વ. મંગળાબેન આણંદજીભાઇ ઠક્કરના પુત્રી,
દીપક (વિશ્વાસ લેબોરેટરી), આરતીના માતા,
ધારાબેનના સાસુ, ઋત્વિકના દાદી, શુભીના દાદીસાસુ, આસ્થાના નાની, ઉર્મિલાબેન (રિ. ઇન્ડિયન બેંક), ઘનશ્યામભાઇ (રિ. સિટી
સર્વે), દિનેશભાઇ (રિ. કસ્ટમ), સ્વ. રમેશભાઇ,
જગદીશભાઇ (અંજલિ ગેસ્ટહાઉસ), રાજુભાઇ (ગાયત્રી
મેડિકલ), જિતેશભાઇ (પપ્પુભાઇ) (ન્યૂ ગાયત્રી મેડિકલ)ના મોટા બહેન, ભારતીબેન, દક્ષાબેન, સ્વ. પૂર્ણિમાબેન,
કવિતાબેન, ઇલાબેનના નણંદ, ગં.સ્વ. ભાનુબેન જોશી, સ્વ. વસુબેન દવે, ઇન્દુબેન દવે, સ્વ. પ્રાણભાઇ ત્રિવેદીના ભાભી,
કેતનભાઇ ત્રિવેદી, હરીશભાઇ ત્રિવેદી, ચેતનભાઇ ત્રિવેદીના કાકી, સ્મિતાબેન, પૂજાબેન, હેતલબેનના કાકીસાસુ, દક્ષાબેન
દવે, ધૃતિબેન દવે, નીતિનભાઇ દવે,
મહેશભાઇ દવે, પ્રકાશભાઇ દવે, હરીશભાઇ દવે, ઇલાબેન દવેના મામી, કુલદીપ, મીત, જલ્પા, હાર્દિક, નીરવ, હિતેન, અંજલિ, કાવ્ય, હેન્સી, નેહા, હર્ષ, રિશીના ફઇ તા. 6-1-2026ના અવસાન પામ્યા છે. ભુજ ખાતે
પ્રાર્થનાસભા તા. 8-1-2026ના
ગુરુવારે સાંજે 4થી 5 વાગડ બે ચોવીસી, પહેલા માળે, આર.ટી.ઓ.
સર્કલ પાસે તથા કેરા ખાતે તા. 9-1-2026ના શુક્રવારે સાંજે 4થી 5 લોહાર સમાજવાડીમાં.
માધાપર (તા. ભુજ) : લક્ષ્મીબેન નથુભાઇ લીમડા (ઉ.વ. 97) તે સ્વ. નાનજીભાઇ, કાન્તાબેન, ડમીબેન,
દિલીપભાઇના માતા, શાન્તાબેન, સ્વ. ગોવિંદભાઇ, કાન્તિલાલ, વિમળાબેનના
સાસુ, જયશ્રીબેન, તરલાબેન, આશિષભાઇ, રીટાબેન, જિગરભાઇ,
અર્જુનના દાદી, ભાવનાબેન, પૂજાબેનના દાદીસાસુ, રૂષિવ, સાર્થિકના
પરદાદી, સ્વ. શિવજી જીવરામ (બળદિયા)ના પુત્રી તા. 5-1-2026ના અવસાન પામ્યા છે. બેસણું
તા. 8-1-2026ના ગુરુવારે સવારે 9થી સાંજે 5 સુધી સુથાર સમાજવાડી, સુખપર ખાતે.
કુકમા (તા. ભુજ) : મૂળ કુંભારિયાના હિંમતભાઇ અમરશી ચૌહાણ (ઉ.વ.
91) તે રુક્ષ્મણીબેન (મુક્તાબેન)ના
પતિ, સ્વ. પાર્વતીબેન ઓધવજી ખોડિયારના જમાઇ,
હર્ષદા, પ્રભા, અનિલ,
ભાવના, સ્વ. કલ્પનાના પિતા, સ્વ. શારદાબેન, સ્વ. લીલાધરભાઇ, સ્વ. દિનેશભાઇ, ગં.સ્વ. નર્મદાબેનના મોટાભાઇ,
લિકિતા યાજ્ઞિક ચૌહાણ (માધાપર), હિમાની પુનિત ટાંક
(મુંદરા), દર્પણ મહેન્દ્ર ટાંકના નાના, હેમાંશી ટાંકના નાનાજી, રાહુલ, ચિત્રા, આશિષ, ઉન્નતિ, મોનિકાના મોટાબાપા તા. 5-1-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 7-1-2026ના સાંજે 4થી 5 ગુર્જર ક્ષત્રિય સમાજવાડી,
કુકમા ખાતે.
રતનાલ (તા. અંજાર) : મ.કા.ચા. મોઢ બ્રાહ્મણ આનંદીબેન (સાધના)
જોશી (ઉ.વ. 70) તે જ્યેષ્ઠારામ ઝવેરીલાલ જોશીના
પત્ની, સ્વ. કાન્તાબેન રતિલાલભાઈ ત્રિવેદીના પુત્રી,
મહેન્દ્રભાઈ ઝવેરીલાલ જોશી, ચંદ્રિકાબેન સુનીલભાઈ
ત્રિવેદી, અનસૂયાબેન મુકેશભાઈના ભાભી, નલિનકાંત
રતિલાલભાઈ ત્રિવેદી, વીરેન્દ્રભાઈ રતિલાલભાઈ ત્રિવેદી,
જગદીશભાઈ રતિલાલભાઈ ત્રિવેદી, મધુસૂદનભાઈ રતિલાલભાઈ
ત્રિવેદી, કિશોરભાઈ રતિલાલભાઈ ત્રિવેદીના બહેન તા. 6-1-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 8-1-2026ના સાંજે 4થી 5 ધાણેટી રોડ, પાણીના ટાંકા પાસે, હનુમાન મંદિર ચોક, રતનાલ ખાતે.
અંતરજાળ (આદિપુર) : મૂળ ખંભરા (અંજાર)ના રેભાબેન ગોપાલભાઇ ટાંક
(ઉ.વ. 80) તે ગોપાલભાઇના પત્ની, રાજુભાઇ, નકુલભાઇ,
વિજયભાઇના માતા, કલ્યાણી, મોનિકા, યશ, હર્ષિતા, અંજલિ, ગાયત્રીના દાદી તા. 4-1-2026ના અવસાન પામ્યા છે. બેસણું
તા. 8-1-2026ના ગુરુવારે સાંજે 4થી 5 શાંતિનગર-1, મકાન નં.
204, શાંતિકુંજ સ્કૂલની બાજુમાં, અંતરજાળ ખાતે.
બિદડા (તા. માંડવી) : સંઘાર તારાબેન આણંદ (ઉ.વ. 40) તે ભાવેશ રતિલાલ આણંદના પત્ની, પ્રેમ, તુર્ષાના માતા,
જાનબાઇ રતિલાલ આણંદ, ગં.સ્વ. ધનબાઇ શામજી આણંદ,
સ્વ. મગરા, સ્વ. પૂંજા, અધાયા,
શિવજીના પુત્રવધૂ, નીલેશ રતિલાલ, ભારતી રમેશ સુઇયા, ગીતા નવીન ભાટી, કલ્પનાબેન કરસન ગુમા, કામિનીબેન શિવજી ગલાંગા (બિદડા),
ભારતીબેન રમેશ સુઇયાના ભાભી, ભાવનાબેન નીલેશના
જેઠાણી, નવીન દામજી આણંદના નાના ભાઇના પત્ની, સરલાબેન નવીનના દેરાણી, મીઠાબેન સામજી રતનભાઇ ભાટી (શેરડી)ના
પુત્રી, વાસંતીબેન, નીતુબેન, રંજનબેન, નવનીત, રમેશભાઇ,
અરવિંદભાઇ, કાનજીભાઇના બહેન, ઓમ, કૃષ્ણના મોટીમા તા. 6-1-2026ના અવસાન પામ્યા છે. સાદડી
તા. 7-1થી તા. 9-1-2026 (ત્રણ દિવસ) નિવાસસ્થાન ગેલાણી
ફળિયું, બિદડા ખાતે.
મઉં મોટી (તા. માંડવી) : હાલે મુલુન્ડ ઠા. લક્ષ્મીદાસ હરિરામ
ચંદે (લખુભાઈ) (ઉ.વ. 71) તે સ્વ. શાંતાબેન
હરિરામ ઠાકરશી ચંદેના પુત્ર, સ્વ.
જમનાબેનના પતિ, સ્વ. નવીનભાઈ, જિતેન્દ્રભાઇ,
સ્વ. વનિતાબેન અરૂણભાઈ સોમૈયા (ભુજ), લક્ષ્મીબેન
અરાવિંદભાઇ બારૂ (આદિપુર), ગં સ્વ. ચંદ્રિકાબેન રમેશભાઈ બારૂ
(ભુજ)ના મોટા ભાઈ, કલ્પેશ, નેહલ હિતેન તન્ના
(ભુજ), જલ્પા ચેતન તન્ના (ભુજ)ના પિતા, વૈભવી, હિતેન અરાવિંદભાઈ તન્ના (ભુજ), ચેતન અરાવિંદભાઈ તન્ના (ભુજ)ના સસરા, સ્વ. પ્રતાપ ઠાકરશી
ચંદેના ભત્રીજા, હેમાબેન મહેશકુમાર બારૂ (ભુજ), મહેન્દ્ર, જગદીશના કાકાઈ ભાઈ, સ્વ.
બબીબેન ઉકેડા ભાગચંદ મામોટિયા (વિંઝાણ)ના દોહિત્ર, જિજ્ઞેશ,
દીપેશ, કેતન, ડોલી પુનિત
જોષીના મોટાબાપા, વીર, ધીર, દેવ, દિયા, એન્જલના દાદા,
જિયા, નંદ, ધ્યાન,
રિયાંશના નાના, સ્વ. વિશનજી પ્રધાન રાયચના (ફરાદી)ના
જમાઈ તા. 3-1-2026ના
અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 8-1-2026ના ગુરુવારે સાંજે 4થી 5 લોહાણા મહાજનવાડી, મઉં મોટી ખાતે.
બાંભડાઈ (તા. માંડવી) : સંગાર નૂરમામદ બાવલા (ઉ.વ. 70) તે ઈબ્રાહિમ બાવલાના ભાઈ, અબ્દુલ, આમદ, આલીમામદ, હુશેનના પિતા તા. 6-1-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 8-1-2026ના ગુરુવારે સવારે 10 વાગ્યે બાંભડાઇ જમાતખાના ખાતે.
કુંદરોડી (તા. મુંદરા) : હુલાસબા હેમુભા જાડેજા (ઉ.વ. 75) તે હેમુભા વાઘજીના પત્ની, તેજુભા કલુભાના ભાભી, ઉમરસંગ, મોહબતસંગ, સ્વ. પ્રાગજી,
બહાદુરસિંહ, દશરથસિંહના ભાભી, શૈલેન્દ્રસિંહના માતા, બુધુભા, હકુમતસિંહ, સરદારસિંહ, ભરતસિંહ,
જેપાલસિંહ, કિશનસિંહ, રાજદીપસિંહ,
ક્રિપાલસિંહ, કરણસિંહના મોટા ભાભુ તા. 5-1-2026ના અવસાન પામ્યા છે. સાદડી
નિવાસસ્થાન કુંદરોડી ખાતે.
વર્માનગર (તા. લખપત) : ગં.સ્વ. સવિતાબેન ધીરાવણી (ઉ.વ. 79) તે સ્વ. મંગલદાસ મોરારજીના
પુત્રવધૂ, સ્વ. કોટક રતનશી જેરામ (સાંધાણ)ના પુત્રી, સ્વ. લહેરીલાલ મંગલદાસના
પત્ની, અરાવિંદભાઈ, મનીષાબેન, લતાબેન, દીપકભાઈના માતા, દક્ષાબેન
અરાવિંદભાઈ, વિરેન્દ્રભાઈ પોપટ (મથલ), હેમંતભાઈ
મહિધર (વર્માનગર), દિવ્યાબેન દીપકભાઈ (વર્માનગર)ના સાસુ,
ગં.સ્વ. કમળાબેન વિશનજીભાઈના જેઠાણી, સ્વ. વિશનજીભાઈ,
ગં.સ્વ. મણિબેન દ્વારકાદાસ સ્વાર (શાહપુર), સ્વ.
પ્રભાબેન મહેન્દ્રભાઈ ગણાત્રા (ભુજ), ગં.સ્વ. દમયંતીબેન પ્રધાનભાઈ
(ભુજ), ગં.સ્વ. જશોદાબેન જેઠાલાલ ચંદે (ભુજ)ના ભાભી, સ્વ. બાબુભાઈ, સ્વ. વેલજીભાઈ, સ્વ.
ખેરાજભાઈના ભત્રીજાવહુ, ગં.સ્વ. કાન્તાબેન વિશનજી કેસરિયા (વાયોર),
ગં.સ્વ. રુક્ષ્મણીબેન દેવજીભાઈ રૂપારેલ (વાયોર), સરસ્વતીબેન રમેશભાઈ અનમ (દયાપર), પુષ્પાબેન દિનેશભાઈ
દૈયા (ભુજ)ના બહેન, ભાવનાબેન જિજ્ઞેશભાઈ (ભુજ), મીતાબેન વિમલભાઈ (કોઠારા),
નિશાબેન કમલેશભાઈ (ભુજ), રાખીબેન સંદીપભાઈ (નખત્રાણા)ના
મોટાબા, કૃપાબેન કેવલભાઈ, નિરાલીબેન અંકિતભાઈ,
સ્નેહલબેન સમીરભાઈ ગણાત્રા (વર્માનગર)ના દાદી, કેવલ, અંકિત, વિવેક, સાગર, ધ્વનિ, નિષ્ઠા, વિહાન, નાવ્યા, નિત્યાના દાદી,
ધિયાના પરદાદી, વિધિબેન ધરમભાઈ હિંદુસોતા (ભુજ),
ક્રિષા રાજ, ભૂમિ, રોમ્યના
નાની તા. 5-1-2026ના
અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા
તા. 7-1-2026ના બુધવારે સાંજે 4થી 5 દરિયાસ્થાન મંદિર, કોઠારા ખાતે અને તા. 8-1-2026ના ગુરુવારે સાંજે 4થી 5 રામદેવપીર
મંદિર, વર્માનગર ખાતે.
રાજકોટ : ગાંગજીલાલ ગોપાલભાઇ ડોરુ (બાબુભાઇ ડોરુ) તા. 3-1-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 7-1-2026ના બપોરે 3થી 5 શિવાજી પાર્ક સોસાયટી, શેરી નં. 1, સૂર્યમુખી
હનુમાન પાસે, ઠાકર ચોક, મોરબી રોડ, રાજકોટ ખાતે.
મુંબઇ : મૂળ તેરા (કચ્છ)ના રોહિત જેઠાલાલ સોની (ઉ.વ. 61) તે સ્વ. દયાબેન જેઠાલાલ સોનીના
પુત્ર, દક્ષાબેનના પતિ, પ્રશાંત,
નેહલના પિતા, ધર્મિષ્ઠાબેન, જયેશભાઇના ભાઇ, સ્વ. મનસુખલાલ જેરામ સોનીના સાળા,
સ્વ. તારાબેન જેઠાલાલ ટોકરશીના જમાઇ, અરવિંદભાઇ,
દિલીપભાઇ, કેતનભાઇના બનેવી, નૂતનબેનના જેઠ, રિતેશકુમારના સસરા, રીટાના મોટા સસરા, સ્તુતિના નાના, ભાવિક, નિમિતાના મોટાબાપા તા. 4-1-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 8-1-2026ના
ગુરુવારે સાંજે 4.30થી 6 બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, 90 ફીટ રોડ, સરિતા પાર્ક, ઘાટકોપર
(ઇ.) મુંબઇ ખાતે.