ભુજ : બારશાખ રાજપૂત મુક્તાબેન
કાન્તિલાલભાઇ મકવાણા (ઉ.વ. 70) તે મમાબેન હીરજીભાઇના પુત્રવધૂ, નારણભાઇ, ધનીબેન જેઠવા (મોરબી)ના પુત્રી, કાન્તિલાલભાઇના
પત્ની, મકવાણા રવજીભાઇ, પ્રેમિલાબેન,
લીલાબેન, જયાબેન, પુષ્પાબેનના
ભાભી, શૈલેશભાઇ (કલેક્ટર ઓફિસ), આશાબેન,
દક્ષાબેન, હંસાબેન (મીતુ)ના માતા, વિનોદભાઇ (કચ્છ મ્યુઝિયમ), લતાબેન, સ્વ. લલિતાબેનના મોટીમા, ભારતીબેન, હિતેન્દ્રભાઇ (જામનગર)ના મોટા સાસુ, રેખાબેન,
જિતેન્દ્રભાઇ, હર્ષદભાઇ, શાન્તિલાલભાઇના સાસુ, પ્રશાંત, જીવિકાના દાદી, હેન્સી, ભાગ્યદીપના
મોટા દાદી, પૂજા, દિવ્યા, નિરાલી, ભાવિની, ડેનિશ,
મયંક, આનંદી, આશિષના
નાની, પાયલ, રાજવી, મહિમા, માનસીના મોટા નાની, બિહારીભાઇ,
શિવજીભાઇ, ગોપાલભાઇ, સ્વ.
નવીનભાઇના મોટા ભાભી, સ્વ. સવિતાબેનના જેઠાણી તા. 4-1-2026ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 6-1-2026ના મંગળવારે સાંજે 4.30થી 5.30 ખારી
નદી, ભૂતનાથ
મહાદેવ મંદિર, ભુજ ખાતે.
ભુજ : હકીમુદ્દીન અકબરઅલી કેરાઇ
(ઉ.વ. 82) તે સકીનાબેન, મોહસીનભાઇ, અમીરભાઇના ભાઇ, નફીસા સૈફુદ્દીનભાઇ ભાઇજીવાલા અને
નુરુદ્દીન હકીમુદ્દીન કેરાઇના પિતા, સૈફુદ્દીનભાઇ ભાઇજીવાલા
તથા ફાતેમા નુરુદ્દીન કેરાઇના સસરા તા. 4-1-2026ના અવસાન પામ્યા છે.
ભુજ : જેનાબાઇ કાસમ સમા (ઉ.વ. 85) તે
નૂરજહાં, ખતિજાબેન,
સકીનાબેનના માતા તા. 31-12-2025ના અવસાન પામ્યા છે.
ભુજ : લોહાર અમીનાબાઈ (ઉ.વ. 86) તે મ.
હુસેનના પત્ની, મ. સાલેમામદ, મ. દાઉદ, અબ્દુલકરીમ,
સલીમ, મ. રહેમતુલ્લાહના માતા, ગુલામ, જાકુબ (પટેલ), સત્તાર
અને અલીમામદના મોટીમા, અસગર, નાસિર,
સાજીદ, સદામ, સાહિલના
દાદી, ઓસમાણ (લાખોંદ), હુસન દાદા (ભુજ),
મામદ (આણંદસર), રજાક (ઝીંકડી)ના સાસુ તા. 5-1-2026ના
અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 7-1-2026ના બુધવારે સવારે 10.30થી 11.30 ચાકી
જમાતખાના, મહેંદી
કોલોની, ભુજ ખાતે.
અંજાર : બાલુભાઈ (નાનજીભાઈ)
ઠક્કર (ઉ.વ. 93) (પ્રમુખ, ટ્રસ્ટી કચ્છ ખાદી ગ્રામ ઉદ્યોગ સંઘ-ભુજ તથા
માજી ગૃહપતિ, લોહાણા બોર્ડિંગ-અંજાર) તે ગં.સ્વ. જમનાબેન
હીરજીભાઈ વલમજી ઠક્કર (ટપાલીયા)ના પુત્ર, સ્વ. શાન્તાબેનના
પતિ, સ્વ. ખીમજીભાઈ (સેન્ટ્રલ બેન્ક), રમેશભાઈ
(કે.પી.ટી.), હરીશભાઈ (સોનલ ઓટો), અરૂણભાઇ
(ગાંધીધામ), વિમલભાઈ (જલારામ ઇલેકટ્રીક), જયાબેન જેન્તીલાલ કોડરાણી (ગાંધીધામ), ગં.સ્વ.
આશાબેન ભગવાનદાસ પલણ (અંજાર)ના મોટા ભાઈ, જયાસિંહભાઈ (યશ
કોર્નર), જિતેન્દ્રભાઈ (ખાદી ભંડાર અંજાર), મમતાબેન કલ્પેશભાઇ માણેકના પિતા, હેમાબેન, સીમાબેન, કલ્પેશભાઇ માણેકના સસરા, યશ (રઘુવંશી ઇવેન્ટ), જસ્વી (રાધા)ના દાદા, હીતના નાના, સ્વ. રણછોડદાસ ગોકળદાસ સોમૈયા (સતાપર)ના
જમાઇ, સ્વ. ભગવાનજી, સ્વ. વલ્લભદાસ,
સ્વ. ભૂપેન્દ્ર, સ્વ. નીતિનભાઈ, સ્વ. વિક્રમભાઈ, ધીરજલાલ, અનિલભાઇ,
રાજુભાઇ (મુંબઇ), સ્વ. કાશીબેન, સ્વ. દેવકાબેન, સ્વ. ભારતીબેન (મુંબઇ), નિશાબેન (આણંદ)ના બનેવી, સ્વ. જેરામભાઈ ગણાત્રા
(માસ્તર)ના ભાણેજ તા. 4-1-2026ના અવસાન પામ્યા છે. ભાઇઓ તથા
બહેનોની પ્રાર્થનાસભા બન્ને પક્ષની તા. 7-1-2026ના બુધવારે સાંજે 4થી 5 લોહાણા
મહાજન વાડી, સવાસરનાકા,
અંજાર ખાતે.
અંજાર : મોંઘીબેન મનજીભાઇ ચોટારા
(સોરઠિયા) (ઉ.વ. 77) તે સ્વ. વિરાબેન દેવજીના પુત્રવધૂ, સ્વ. વાલીબેન રૂડા
લાલાણીના પુત્રી, જયસુખ, હિંમત,
ભરત, અનસોયાબેનના માતા, રવિ,
પારસ, હિમાંશુ, પ્રયાશ,
દીપેશ, પ્રદીપના દાદી તા. 4-1-2026ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 7-1-2026ના બુધવારે સવારે 11થી 12 યદુવંશી
સોરઠિયા વાડી, અંજાર ખાતે.
કુકમા (તા. ભુજ) : જેન્તીલાલ
ગાંગજી ચૌહાણ (ઉ.વ. 77) તે સ્વ. ભચીબેન ગાંગજીભાઈ
ચૌહાણના પુત્ર, સ્વ. રેખાબેનના પતિ, સ્વ. નર્મદાબેન, સ્વ. જયલક્ષ્મીબેન, સ્વ. સવિતાબેન, પ્રભાબેનના ભાઇ, બલરામ અને મુકેશના પિતા, વંદનાબેન અને શિવાનીબેનના સસરા, નિશાંતના દાદા તા. 4-1-2026ના
અવસાન પામ્યા છે. બેસણું તા. 7-1-2026ના બુધવારે સાંજે 4થી 5 ક.ગુ.ક્ષ.
સમાજવાડી, કુકમા
ખાતે.
કુકમા (તા. ભુજ) : મૂળ મોટા
રેહાના ક.ગુ.ક્ષ. જ્યોતિબેન દામજી સોલંકી (ઉ.વ. 60) તે સ્વ. દામજી દેવજી સોલંકીના
પત્ની, સ્વ.
નર્મદાબેન દેવજી સોલંકીના પુત્રવધૂ, સ્વ. રતનબેન દામજી ચૌહાણ
(કુકમા)ના પુત્રી, બ્રહ્મલીન વાસુદેવદાસજી મહારાજના નાના
બહેન, સ્વ. પ્રભાવંતીબેન (માધાપર), દમયંતીબેન
જેઠવા (જયપુર)ના બહેન, સ્વ. જશવંતભાઇ પરમાર (માધાપર),
જીવરામભાઇ જેઠવા (જયપુર)ના સાળી, જ્યોત્સનાબેન,
ધીરજલાલના માતા, પરેશભાઇ દેવરામભાઇ ચૌહાણ
(કુકમા)ના સાસુ, ચંપાબેન યાદવ (માધાપર), સ્વ. જયાબેન પરમાર (કુકમા), વિનોદભાઇ પ્રેમજી સોલંકી,
સ્વ. સુરેશભાઇ પ્રેમજી સોલંકીના ભાભી, સ્વ.
મણિબેન પ્રેમજી સોલંકી (ભુજ)ના ભત્રીજાવહુ, હેતા અને વિરલના
મોટાબા તા. 5-1-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 7-1-2026ના
બુધવારે સાંજે 4.30થી 5.30 ક.ગુ.ક્ષ. સમાજવાડી, કુકમા ખાતે.
માધાપર (તા. ભુજ) : મૂળ કેરાના હંસરાજભાઈ માવજીભાઈ પવાણી (ઉ.વ. 91) તે
સ્વ. દેવકાબેન માવજીભાઈ પવાણીના પુત્ર,
સ્વ. ઇન્દુમતીબેન અને સ્વ. રુક્ષ્મણિબેનના પતિ, સ્વ. હરેશ, શશિકાંત, ત્રિલોક,
નરેન્દ્ર, નિર્મલા અમૃતલાલ જોબનપુત્રા,
ચંદ્રિકા મોહનલાલ પંડિતપોત્રા, અરૂણા અશ્વિન
અનમ, કોકિલા જગદીશ ગણાત્રાના પિતા, શાંતાબેન,
જયશ્રીબેન, હંસાબેન, પુનીતાબેનના
સસરા, જિગર, ભાવિકા, એકતા, પૂજન, મેઘા, હેન્સી, જય, રિયા, અમનના દાદા, ટીના, મિત્તલ,
ભાવિન, સચિન, ઉન્નતી,
ધવલ, હેમાંગના નાના, સ્વ.
મંગલજી ઢોસા (ભુજ), સ્વ. મોહનલાલ લક્ષ્મીદાસ પાંધી (બિદડા)ના
જમાઈ, સ્વ. માધવજીભાઈ, સ્વ. ખટાઉભાઈ,
ઉમરશીભાઈ, સ્વ. જમનાદાસભાઈ, સ્વ. સુરજીભાઈના નાના ભાઈ, સ્વ. શંભુભાઈ મોહનલાલ,
સ્વ. પ્રેમીલાબેન દયાળજીના બનેવી તા. 5-1-2026ના
અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 7-1-2026ના બુધવારે 4થી 5 યક્ષ
મંદિર, માધાપર
ખાતે.
માધાપર (તા. ભુજ) : મૂળ લુડવાના
વિનોદ લાલજી હળપાણી (ઉ.વ. 69) તે સ્વ. લાલજી રામજી અને સ્વ.
પુષ્પાબેનના પુત્ર, રંજનબેનના પતિ, સ્વ. નરશીભાઇ, ગં.સ્વ.
નિરમલાબેન વિશનજી રૂડાણી (દેશલપર)ના ભાઇ, હર્ષા, સ્વ. અશ્વિન, શૈલેષના પિતા, પ્રિયંકા
અને શૈલેષ કેશવલાલ પોકારના સસરા, ગં.સ્વ. જયાબેનના દિયર,
સુનીલ, નવીન, રેખાના
કાકા, વર્ષાબેન, મમતાબેનના કાકાજી સસરા,
વંશી, પલક, ઓમ, વૈદિક, ક્રિષ્નાના દાદા, કાવ્ય,
પલ, આદિત્ય, રોનકના નાના,
સ્વ. નારણ વિરજી લિંબાણી (દરશડી)ના જમાઇ તા. 5-1-2026ના
અવસાન પામ્યા છે. અંતિમયાત્રા તા. 6-1-2026ના મંગળવારે સવારે 9 કલાકે
નિવાસસ્થાન ગાયત્રી સોસાયટી,
જૂનાવાસથી માધાપર સ્મશાનગૃહે જશે. પ્રાર્થનાસભા તા. 7-1-2026ના
બુધવારે સાંજે 4થી 5 સોરઠિયા સમાજવાડી, ગાયત્રી મંદિરની બાજુમાં,
માધાપર ખાતે.
મોટા આસંબિયા (તા. માંડવી) :
નવીનગિરિ દામોદરગિરિ ગોસ્વામી (ઉ.વ.59) તે સ્વ. દામોદરગિરિ લાલગિરિના
પુત્ર, જ્યોતિબેનના
પતિ, જયદીપગિરિ, યોગિનીબેન મનોજગિરિ
(સુરત), ભાવિકગિરિના પિતા, ઉર્મિલાબેન
હરીગિરિ (મેઘપર), ચંચલબેન પ્રતાપગિરિ (મુંદરા), સ્વ. કિશોરગિરિ, પ્રવીણગિરિ, જયાબેન
ચંદનગિરિ (ટુંડા), સ્વ. હરેશગિરિ, દિનેશગિરિ,
રંજનબેનના ભાઈ, દમયંતીબેન, સ્વ. હંસાબેનના દિયર, રંજનબેન, સ્વ. જ્યોત્સનાબેનના જેઠ, જયકિશનગિરિ, ડિમ્પલબેન ભાવેશગિરિ (મુંબઇ), રીટાબેન, આરતીબેન ધીરેનગિરિ (અંજાર), જાનકીબેન ધવલભારથી (ભુજ),
ચાંદનીબેન, જયમીતગિરિના કાકા, સાગરગિરિ, નેહાબેન નયનગિરિ (ભુજ), દેવાંશીબેન, કૃતાર્થગિરિના મોટાબાપા, દીપ્તિબેન, મિત્તલબેન, ઉર્વશીબેન,
હસ્મિતાબેનના સસરા, મનદીપ, હીર, ધ્રુવ, જેનીલ, પ્રિયાંશ, મહર્થના દાદા, સ્તુતિ,
નક્ષ, ખુશી, માહિર,
દેવાંશ, દક્ષ, મનસ્વીના
નાના, ગં.સ્વ. હીરાબેન નૈનગિરિ ગોસ્વામી (ભુજ)ના જમાઈ,
સ્વ. બટુકગિરિ, અનસૂયાબેન મનસુખગિરિ (ભુજ),
ગીતાબેન ગૌતમગિરિ (દહીંસરા)ના બનેવી, સ્વ.
લહેરીવન સુંદરવનના ભાણેજ, સ્વ. શંકરગિરિ લાલગિરિ (બિલેશ્વર),
સ્વ. ભવાનગિરિ દયાલગિરિ (ભેરૈયા), સ્વ.
મંગલગિરિ મુલગિરિ, સ્વ. નરોત્તમગિરિ નારાણગિરિ (જામનગર)ના
ભત્રીજા તા. 4-1-2026ના અવસાન પામ્યા છે. બંને
પક્ષનું બેસણું તા. 6-1-2026ના મંગળવારે સાંજે 4થી 5 નિવાસસ્થાને.
બાયઠ (તા. માંડવી) : તુર્ક
ખતુબાઇ ઇબ્રાહિમ (ઉ.વ. 93) તે તુર્ક સુલેમાન, તુર્ક રસીદ, તુર્ક લતીફના માતા, તુર્ક આદમ, નારેજા જુસબના સાસુ તા. 5-1-2026ના અવસાન પામ્યા છે.
વાયેઝ-જિયારત તા. 7-1-2026ના બુધવારે સવારે 10થી 11 આથમણી
મસ્જિદ ખાતે.
મોરજર (તા. નખત્રાણા) : નરશીભાઇ
ખેતાભાઇ જેપાર (ઉ.વ. 55) તે સ્વ. રામીબાઇ, ખેતા હમીર જેપારના પુત્ર,
રાજબાઇના પતિ, રેખાબેન, ભગવતી,
ભરત, દર્શનના પિતા, જગદીશ
રવજી પાયણ (ભુજ), ચેતન દેવજી કુડેચા (વડવા કાંયા)ના સસરા,
ખીમજી ખેતા, ડાયા ખેતા, કેશરબેન
ભીમજી સીજુ (બિબ્બર), પરબત ખેતશી, સ્વ.
મૂરજી ખેતાના ભાઇ, દમયંતીબેન વીરજી કુડેચા (વડવા કાંયા),
નર્મદાબેન અમૃત બળિયા (રામપર વેકરા), અશોક,
શાંતિલાલ, હરેશ, ભાવેશ,
મંજુલાબેન સંજય પરમાર (ભુજ), રાધાબેન દેવજી
મેરિયા (માનકૂવા), અનિતાબેન જગદીશ બળિયા (રામપર વેકરા),
ડિમ્પલના કાકા, દાના કાના સીજુ (અરલ)ના જમાઇ,
ખેતશી, દેવજી, ગોવિંદના
બનેવી, નાનજી રામજી, જેઠાલાલ તેજા,
શિવજી નાગજીના કાકાઇ ભાઇ તા. 4-1-2026ના અવસાન પામ્યા છે. આગરી (બારસ)
તા. 8-1-2026ના સાંજે તથા તા. 9-1-2026ના
સવારે ઘડાઢોળ.
દેવીસર (તા. નખત્રાણા) : જુણેજા
રાયબ જુમા (ઉ.વ. 45) તે જુસબ રાયબના ભત્રીજા, આરબ હારુન, આચાર હારુન, હાજી હારુન, ઉમર
હારુન, મોભીન હારુનના ભાણેજ, ઇસ્માઇલ,
અલાના, સાલેમામદ, સમાના,
ખમીશા, ઇશાકના કાકાઇ ભત્રીજા, મકવાણા ઉમર બુઢા (ભડલી), શકુર જુસબ (માધાપર),
હસન સાલે (દેવીસર)ના સાળા તા. 5-1-2026ના
અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 7-1-2026ના બુધવારે સવારે 10.30થી 11.30 નિવાસસ્થાન
દેવીસર ખાતે.
રામપર-રોહા (તા. નખત્રાણા) :
જુણેજા એમણાબાઈ સાલેમામદ (ઉ.વ. 73) તે મ.
સાલેમામદના પત્ની, ઓસમાન, આમદ, જુસબના માતા તા. 4-1-2026ના
અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 6-1-2026ના મંગળવારે સવારે 11થી 12 રામપર
રોહા મસ્જિદમાં.
ટોડિયા (તા. નખત્રાણા) :
વાલજીભાઇ શંકર જોગલ (ઉ.વ. 52) તે લક્ષ્મીબેનના પતિ, સ્વ. મંગાભાઇ મેરિયાના
જમાઇ, જેઠાભાઇ મંગા (જડોદર)ના બનેવી, લીલાબેન
ગોવિંદ (ગણેશનગર), રસીલાબેન પ્રવીણ (ગણેશનગર), વનિતાબેન કાંતિલાલ (ગણેશનગર), દમયંતીબેન ભરત
(ગણેશનગર), જ્યોતિબેન, જિજ્ઞાબેનના
પિતા, અરજણભાઇ શંકર, સ્વ. નાનજીભાઇ,
સામબાઇ નાનજી (બિટ્ટા), માનબાઇ ખીમજી
(વિથોણ)ના ભાઇ, મગનભાઇ, રમેશભાઇ,
ભરતભાઇ, શિવજી, ખીમજી,
અરવિંદ, જેન્તી, કાન્તિના
કાકા, સુમારભાઇ ફકુભાઇ જોગલ, સામત થાવર
જોગલના કાકાઇ ભાઇ તા. 5-1-2026ના અવસાન પામ્યા છે. આગરી તા. 13-1-2026ના, ઘડાઢોળ તા. 14-1-2026ના
નિવાસસ્થાન ટોડિયા ફાટક ખાતે.
લાલા (તા. અબડાસા) : સંગાર
હાજીઉકા ઇસ્માઇલ (ઉ.વ. 82) તે હાજીસિધિક ઇસ્માઇલ (માજી
સરપંચ)ના ભાઈ, હાજીહાસમ, અયુબ, હુસૈનના પિતા
તા. 4-1-2026ના અવસાન પામ્યા છે. જિયારત તા. 7-1-2026ના
બુધવારે સવારે 10થી 11.30 નિવાસસ્થાને હુરામા દરગાહ
કંપાઉન્ડ, લાલા
ખાતે.
તેરા (તા. અબડાસા) : જયચંદ
રાયચંદ છેડા (ઉ.વ. 74) તે પ્રેમાબાઈ રાયચંદ છેડાના પુત્ર, પ્રભાબેનના પતિ, લક્ષ્મીબાઈ વાલજી ખોનાના જમાઈ, ભક્તિ, વિપુલના પિતા, ભાવેશ, મેઘનાના
સસરા, દ્રષ્ટિના દાદા, મુક્તિ, આયુષ્યના નાના, સ્વ. લહેરચંદભાઈ, હીરાચંદભાઈ, સ્વ. વિજયાબેન, સ્વ.
વનિતાબેન, સ્વ. પુષ્પાબેન, લતાબેનના
ભાઈ તા. 5-1-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 7-1-2026ના બુધવારે બપોરે 3થી 4 જૈન
મહાજનવાડી, તેરા
ખાતે.
નવાનગર-પાનધ્રો (તા. લખપત) :
ઔદિચ્ય બ્રાહ્મણ માવજીભાઈ (નિવૃત્ત એસ.ટી. ડ્રાઇવર-નખત્રાણા ડેપો) (ઉ.વ. 64) તે
સ્વ. રૂપરામના પુત્ર, સીતાબેનના પતિ, સ્વ. વેરશીભાઇ, જવાહરલાલ (પ્રમુખ લખપત તાલુકા બ્રહ્મસમાજ), સ્વ.
શંકરલાલના ભાઇ, શ્રવણ, હરેશ, વિનોદના પિતા, ઓમપ્રકાશ, પરેશ,
જયંતિ, ભાવેશ, સ્વ.
તિર્થ, જ્યોતિબેન (ડીસા), લક્ષ્મીબેન
(ધાનેરા)ના મોટાબાપુ, ભગવાનભાઇ (એલ.સી.સી.), પ્રવીણભાઈ, અમરત, દલપત,
ભરત, શંભુના મામા, ઋષિ, વૃશાગ,
વર્જ, મેશવા, વંશિકા,
વેદ, વૈદેહીના દાદા, કરશનલાલ
રાજગોર (નિવૃત્ત શિક્ષક રાજ.)ના જમાઈ, સ્વ. ઉત્તમ પ્રકાશ
(ભુજ), રમેશકુમાર (શિક્ષક રાજ.), મોબત,
ગોકુલના બનેવી, જીવરામ જોષી, સ્વ. ભગવાનજીના સાળા, વિનોદકુમાર (ડીસા), દીપકકુમાર (ધાનેરા)ના મોટા સસરા
તા. 3-1-2026ના અવસાન પામ્યા છે. ઘડાઢોળ તા. 13-1-2026ના
મંગળવારે નિવાસસ્થાને નવાનગર (પાનધો) ખાતે.
સાંયરા (તા. લખપત) : રૂપકોરબા
રાણાજી જાડેજા (ઉ.વ. 85) તે સ્વ. રાણાજી વરમસિંહ જાડેજાના
પત્ની, જાલુભા,
સુરાજી, ખેતાજીના માતા, બાવુભા,
માનસંગજીના કાકી, સુરાજીના મોટીમા, ખાનજી, હરાસિંહના દાદી તા. 4-1-2026ના
અવસાન પામ્યા છે. લૌકિકક્રિયા આગરી તા. 14-1-2026ના બુધવારે સાંજે, ઘડાઢોળ તા. 15-1-2026ના
ગુરુવારે સવારે નિવાસસ્થાને સાંયરા ખાતે.
જામનગર : વિજયભાઇ બૂચ (ઉ.વ. 76) (નિવૃત્ત
આયુર્વેદ યુનિવર્સિટી) તે સ્વ. પ્રદ્યુમનભાઇ તથા સ્વ. હરસુતાબેનના પુત્ર, પ્રતિમાબેનના પતિ,
ભસ્માંગ અને જલધિના પિતા, હિરેનભાઇ તથા
કૃપાલીના સસરા, ગં.સ્વ. શકુંતલા ઉપેન્દ્રભાઇ માંકડ, સ્વ. નલિની લલિતભાઇ માંકડ, કિરીટભાઇ, સુધીરભાઇ, હિના ભદ્રેશભાઇ માંકડ, ઇલા જગદીપભાઇ પોટા, સ્વ. જાગૃતિ શૈલેશભાઇ ધોળકિયા,
હરીશભાઇ તથા ગાયત્રી કૃણાલભાઇ વસાવડાના ભાઇ, સ્વ.
પીયૂષભાઇ તથા હર્ષેન્દુભાઇ છાયાના બનેવી તા. 5-1-2026ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 7-1-2026ના બુધવારે સાંજે 5થી 6 હાટકેશ
હોલ, હાટકેશ્વર
મંદિર, હવાઇ ચોક, જામનગર ખાતે.