• મંગળવાર, 23 જુલાઈ, 2024

અવસાન નોંધ

ભુજ : ઝાલાવાડી ઔદિચ્ય બ્રાહ્મણ ગં.સ્વ. ઉર્મિલાબેન (ઉષાબેન) (.. 79) (ભુજ/નાસિક /અંજાર) તે સ્વ. ઝવેરબેન કેશવલાલ પંડ્યાના પુત્રવધૂ, સ્વ. કાંતિલાલ કેશવલાલ પંડ્યાના પત્ની, આશાબેન આચાર્ય (ભુજ)ના માતા, હસ્તિન આચાર્ય (ટેક્સ એડવોકેટ-ભુજ)ના સાસુ, ચિરાગ, રોશનીના નાની, મનાલીના નાનીજી સાસુ, વિવાનના પરનાની, સ્વ. જમુબેન તથા સ્વ. લાભશંકર વિશ્રામ આચાર્ય (પરજાઉ)ના પુત્રી, હર્ષદભાઈ આચાર્ય (ભુજ), ચંદ્રકાંત આચાર્ય (આદિપુર), સ્વ. જગદીશ ઝવેરીલાલ આચાર્યના મોટા બહેન, સ્વ. પ્રતિમા અશ્વિન વ્યાસ (સિહોર), ગં.સ્વ. હંસાબેન મુકેશ વ્યાસ (હાલોલ), સ્વ. અશોક, ધર્મિષ્ઠા પરેશ વ્યાસ (અંજાર), હિતેષ નાનાલાલ પંડ્યા (અંજાર)ના કાકી, નયનાબેન પંડ્યાના કાકીજી સાસુ તા. 19-6-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 22-6-2024ના શનિવારે સાંજે 4.30થી 5.30 બિલેશ્વર મહાદેવ મંદિર, વી.ડી. હાઇસ્કૂલ પાસે, ભુજ ખાતે.

ભુજ : બાવા ઇમરાન ફકીરમામદ (ઇનુ) (.. 23) તે ફકીરમામદ મામદના પુત્ર, સલીમ અને નૂરમામદના ભત્રીજા, જમીલ, સમીર, મોહંમદતારીફના ભાઇ, ભજીર સમીર અબ્દુલના સાળા, પઠાણ અકબર હુશેન (કારા)ના ભાણેજ, . મોહમંદ અબ્દુલ્લા, ઇલિયાસ ડાડાના પૌત્ર તા. 20-6-2024ના અવસાન પામ્યા છે. જિયારત તા. 22-6-2024ના સવારે 10થી 11 ગુલશન મદીના ઇબાદતગાહ, મેન્ટલ હોસ્પિટલ પાસે, ભુજ ખાતે.

ભુજ : મૂળ કોડકીના રબારી સોનીબેન નથુભાઇ (.. 55) તે રબારી નથુભાઇ દેવાભાઇના પત્ની, લખમીર, કલ્પેશ, પ્રવીણ, સીતા, ભચીના માતા, જશુબેન કલ્પેશના સાસુ તા. 19-6-2024ના અવસાન પામ્યા છે.

આદિપુર : અલીહસન અંસારી (.. 25) તે હાજી મનીરુદ્દીન (બીએસએનએલ)ના પુત્ર, રહેમતુલ્લહ અંસારી, સરફરાઝ અંસારીના ભાઇ તા. 18-6-2024ના અવસાન પામ્યા છે. જિયારત તા. 22-6-2024ના શનિવારે સવારે 10થી 11 મહેંદીનગર, આદિપુર ખાતે.

અંજાર : કુ. પ્રભાવતીબેન જટાશંકર મહેતા (કાયસ્થ) (.. 86) (નિવૃત્ત આચાર્ય કન્યા શાળા નં. 2) તે સ્વ. રુક્ષ્મણિબેન જટાશંકર મહેતાના પુત્રી, સ્વ. પોરીબેન (અંજાર), સ્વ. ચંપાબેન (મુંબઈ), સ્વ. રંજનબેન (ગાંધીનગર), સ્વ. જનકભાઇ (ભુજ), સ્વ. નરાસિંહભાઈ, સ્વ. અશોકભાઈ મહેતાના બહેન, દક્ષાબેન જનકભાઈ મહેતાના નણંદ, રૂપલબેન સંજયભાઈ મોરબિયાના ફઈ, મીનોય સંજયભાઈ મોરબિયાના નાની તા. 20-6-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 22-6-2024ના શનિવારે સાંજે 5થી 6 રઘુનાથજી મંદિર હોલ, સવાસર નાકા ખાતે.

અંજાર : મૂળ રતનાલના જેઠવા પ્રદ્યુમનસિંહ મહિપતસિંહ (.. 54) તે સ્વ. મહિપતસિંહ બાલુભા જેઠવાના પુત્ર, સ્વ. બટુકસિંહના ભત્રીજા, હિંમતસિંહ, કિસ્મતસિંહ, સહદેવસિંહના મોટા ભાઇ, ધ્રુવરાજસિંહના પિતા, કૃષિરાજસિંહ, કિષરાજસિંહના મોટાબાપુ, દેવદીપસિંહના દાદા, ગોહિલ ધર્મેન્દ્રસિંહ અનોપસિંહ (મૂળ કાળા તળાવ હાલે જેતપુર), જાડેજા ઇન્દ્રસિંહ ભુરૂભા (ભદ્રેશ્વર)ના સાળા, જાડેજા પાર્થરાજસિંહ પરાક્રમસિંહ (નાના આસંબિયા)ના સસરા તા. 20-6-2024ના અવસાન પામ્યા છે. બેસણું-પ્રાર્થનાસભા તા. 22-6-2024ના શનિવારે સાંજે 5.30થી 6.30 ક્ષત્રિય સમાજવાડી, ગાયત્રી ચાર રસ્તા, અંજાર ખાતે (ભાઈઓ માટે) અને બહેનો માટે તે તારીખે અને સમયે નિવાસસ્થાને, ઉત્તરક્રિયા ધાર્મિકવિધિ તા. 1-7-2024ના નિવાસસ્થાન ખેતરપાળ દાદાના મંદિર પાસે, રામેશ્વરનગર સામે, અંજાર ખાતે.

નખત્રાણા : (ગણેશનગર) મૂળ ઐડાના કોલી લહેરીભાઇ હમીરભાઇ (.. 32) તે ધનબાઇ તથા હમીર અલાનાના પુત્ર, મંજુબેનના પતિ, પ્રેમજી, રમીલાબેન મુકેશકુમાર (ઉસ્તિયા)ના ભાઇ, લધાભાઇ, ડાડાભાઇ, ફકુભાઇ, ઉમરભાઇ, ઇબ્રાહિમભાઇના ભત્રીજા, વંશ, ભૂમિકાના પિતા, હીરાભાઇ વેલાભાઇ સંઘાર (રવાપર નવાવાસ)ના જમાઇ તા. 23-5-2024ના અવસાન પામ્યા છે.

માંડવી : મૂળ ડગાળાના દીપ (.. 28) તે રંજનબેન દિનેશભાઇ મણિલાલ શાહ (મહેતા)ના પુત્ર દીવ ખાતે અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા તા. 21-6-2024ના શુક્રવારે સવારે 9 કલાકે નિવાસસ્થાન ડોક્ટર સ્ટ્રીટ, મોરબિયા એપાર્ટમેન્ટ, માંડવીથી નીકળશે.

સુમરાસર (તા. ભુજ) : મેરિયા કુંવરબેન કરસનભાઇ સવાણી (.. 93) તે મેરિયા વેરાભાઇ, ધનજીભાઇ, ગોપાલભાઇ ડુંગરિયા, રૈયાબેન હીરાભાઇ (રતનાલ), કાગી ફૂલાબેન લખમણભાઇ (લોડાઇ), સ્વ. રાજીબેન બાબુભાઇ ગોહિલ (ગાંધીધામ)ના માતા, દામજી વેરાભાઇના દાદી તા. 20-6-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 23-6-2024ના રવિવારે સાંજે સત્સંગ તથા તા. 24-6-2024ના સોમવારે સવારે 6 વાગ્યે પાણી સુમરાસર ખાતે.

સિનુગ્રા (તા. અંજાર) : બિજલભાઇ દનિચા (.. 46) તે સ્વ. ગોવિંદભાઇ સવાભાઇ દનિચાના પુત્ર, પુરબાઇ ઉર્ફે દેવીબેનના પતિ, ભાણજીભાઇ (પૂર્વ સરપંચ-સિનુગ્રા), બલરામભાઇ, કાનજીભાઇ, રાજબાઇ ધનજીભાઇ માંગલિયા (આદિપુર)ના ભાઇ, સ્વ. જીવાભાઇના ભત્રીજા, મનજીભાઇ ખેરાજભાઇ માતંગના ભાણેજ, શીતલના પિતા, સુરેશ, ચંદ્રેશ, ભૂમિત, અરૂણના કાકા, કિશોર, અશોક, વિજય મતિયા (અંજાર)ના બનેવી, પચાણભાઇ મૂરજીભાઇ મતિયા (અંજાર)ના જમાઇ તા. 19-6-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ પૂર્ણ થઇ ગઇ છે. બેસણું નિવાસસ્થાન ઇન્દિરા આવાસ, સિનુગ્રા ખાતે.

હમલા (તા. માંડવી) : મૂળ પ્યાકા-કચ્છના હાલે પૂના ભાનુશાલી વાલજી ટોપણદાસ કટારમલ (.. 77) તે માવજી હીરજીના જમાઇ, તુલસાબેનના પતિ, મિતેષના પિતા, કાનજીભાઇ, રણછોડભાઇ, રમેશભાઇ, સ્વ. મોહનભાઇના બનેવી તા. 18-6-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 21-6-2024ના શુક્રવારે બપોરે 3થી 4 ભાનુશાલી વાડી, હમલા ખાતે.

દેઢિયા (તા. માંડવી) : જત બાયાભાઇ ઇભલા આચાર (.. 62) તે ઈભલા આચારના પત્ની, હુશેન આચાર, . અલી આચાર, . મામદ આચારના ભાભી, નૂરમામદ, ઝાકબ, રજાક, ઈસ્માઈલના માતા તા. 20-6-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 22-6-2024ના શનિવારે સવારે 10થી 11 દેઢિયા સુન્ની મુસ્લિમ જમાતખાનામાં.

વડાલા (તા. મુંદરા) : હસમુખભાઇ કલ્યાણજી દહીંસરિયા (.. 54) તે ગં.સ્વ. કમળાબેન કલ્યાણજીના પુત્ર, મીનાબેનના પતિ, કેવલ, મૈત્રીના પિતા, સ્વ. કેશવજીભાઇ, સ્વ. ઉમરશીભાઇ, સ્વ. નરશીભાઇના ભત્રીજા, ગં.સ્વ. કલાવંતીબેન મુકુંદભાઇ બોરાણિયાના જમાઇ, ગં.સ્વ. પુષ્પાબેન, ગં.સ્વ. નયનાબેન, હીનાબેન, ડિમ્પલબેન, રેખાબેનના ભાઇ, સ્વ. વસંતભાઇ, સ્વ. રમેશભાઇ, સૂર્યકાંતભાઇ, જયકિશનભાઇ, અશ્વિનભાઇના સાળા, દિનેશભાઇ, કાંતિભાઇના ભાઇ તા. 20-6-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 22-6-2024 શનિવારે સાંજે 5થી 6 પ્લોટ વિસ્તાર સાર્વજનિક સમાજવાડી, વડાલા ખાતે.

વિરાણી મોટી (તા. નખત્રાણા) : જોગી શાંતિલાલ (.. 20) તે નરશી ડુંગરશી પૂના તથા મંજુલાબેનના પુત્ર, કાંતિલાલ, હંસાબેન ગોવિંદ (હટડી), હિનાબેનના ભાઇ, સ્વ. રામજી (મંજલ), લાલજી, પરબત, રવજી, શિવજી, લક્ષ્મીબેન પરબત (દેશલપર-વાં.), સામાબેન રામજી (સિયોત), ભચાબેન હીરા (સુભાષપર)ના ભત્રીજા, દિનેશ, કિશન, વિજયાબેન અરજણ (વરસામેડી), સુરેશ, રાજેશ, ભારતીબેન અજય (વડાલા), જીવાબેન જગદીશ (ભુજ), ભાવનાબેન રતન (વડાલા), જીતુ, લક્ષ્મણ, સાવિત્રીબેન શિવજી (દરશડી), રસીલાબેન દીપકકુમાર (ટોડિયા), ભગવતીબેન રમેશ (વિંઝાણ), હેતલબેન ભરત (હટડી), સવિતાબેન શિવજી (દરશડી), દયાલ, વિજય, વિનોદ, મુકેશ, હંસાબેન ચંદુલાલ (બેરાજા), સુમિત, મિત્તલબેન રાજેશ (દેશલપર-વાં.), ભાવિકાબેનના કાકાઇ ભાઇ, નરશી પેનુ તથા બબીબેન (માનકૂવા)ના દોહિત્ર, કરશન, જશુબેન લાલજી (કુવાપદ્ધર)ના ભાણેજ તા. 18-6-2024ના અવસાન પામ્યા છે. આગરી તા. 28-6-2024ના શુક્રવારે રાત્રે, પાણી તા. 29-6-2024ના શનિવારે સવારે, સાદડી નિવાસસ્થાને જી.એમ.ડી.સી. હાઇસ્કૂલની બાજુમાં, મોટી વિરાણી ખાતે.

નાની ખોંભડી (તા. નખત્રાણા) : જાડેજા ખેતુભા દાનસંગજી (.. 67) તે જાડેજા દીપસંગજી દાનસંગજીના મોટા ભાઈ, લાખુભા, વિક્રમસિંહના પિતા, લાલજી દીપસંગજીના મોટાબાપુ, પ્રવીણસિંહ, દશરથસિંહ, અનિરુદ્ધસિંહના દાદા, ભાદુભા, પ્રેમસિંહ, રૂપસંગજી, ભુરૂભાના કાકાઈ ભાઈ, જાડેજા ખેંગારજી, સુરતાનજી, ટપુભાના કાકા, સ્વ. સોઢા સાગાજી તોગાજી (ગેચડા)ના જમાઈ, સ્વ. ગજસિંહ વરધાજી સોઢા (પીથોરાનગર)ના ભાણેજ તા. 18-6-2024ના અવસાન પામ્યા છે. ઘડાઢોળ તા. 25-6-2024ના.

મોટી ખોંભડી (તા. નખત્રાણા) : સુમરા આસીબાઇ ઇબ્રાહીમ (.. 78) તે . ઇસ્માઇલ ઓસમાણ, આમદ ઓસમાણના મોટા બહેન, જાફર, રજાકના માતા તા. 19-6-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 21-6-2024 શુક્રવારે સવારે 10થી 11 જામા મસ્જિદ, ખોંભડી મોટી ખાતે.

નૂતન સણવા (તા. રાપર) : સ્વ. રમેશચંદ્ર લાભશંકર રાજગોર (.. 64) તે ગં.સ્વ. હંસાબેનના પતિ, માલતીબેન, હીનાબેન, અશોકભાઇ, રેખાબેન, વિશાલભાઇના પિતા, સ્વ. ભાનુબેન, નરોત્તમભાઇ, ચંદ્રિકાબેન, શર્મિષ્ટાબેન, રાજેશભાઇના ભાઇ, ગીતાબેન, દમયંતીબેનના સસરા, પીયૂષ, કુલદીપ, જયના મોટાબાપુ, પલક, હિત, આદિત્ય, શ્રુતિના દાદાજી, સ્વ. નંદલાલ કાળુરામ ઉપાધ્યાય (મઢુત્રા)ના જમાઇ તા. 20-6-2024ના અવસાન પામ્યા છે. લૌકિક ક્રિયા (કાણ) તા. 24-6-2024 સોમવારે નિવાસસ્થાન નૂતન સણવા (તા. રાપર)?ખાતે.

આડેસર (તા. રાપર) : ગોસ્વામી કલાવંતીબેન ઇશ્વરપુરી (.. 65) તા. 20-6-2024ના અવસાન પામ્યા છે. તા. 24-6-2024ના સોમવારે લોકાઇ ક્રિયા અને તા. 28-6-2024ના શુક્રવારે પૂજન.

મોથાળા (તા. અબડાસા) : ભાનુશાલી નેણબાઇ હેમરાજ લીલાધર નાખુઆ (.. 87) તે સ્વ. બબીબાઇ શિવજીભાઇ નરશીં મંગેના પુત્રી, રમેશ તથા દમયંતીના માતા, રેખાબેનના સાસુ, ભાવિક, મયંકના દાદી, વૈદેહી, ચાર્મીબેનના દાદીસાસુ, માલશાના પરદાદી, સ્વ. લક્ષ્મીબેન કાનજી મંગે, ગં.સ્વ. ડાહીબેન બુધિયાના બહેન, સ્વ. સેજબાઇ, જેઠબાઇ લીલાધરના પુત્રવધૂ તા. 19-6-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 21-6-2024ના સવારે 9થી 10 ભાનુશાલી અતિથિગૃહ, મોટાભર, મોથાળા ખાતે.

સામખિયાળી (તા. ભચાઉ) : ગં.સ્વ. સાવિત્રીબેન (.. 68) તે મૂળ ચોબારી (તા. ભચાઉ)ના હાલે પનવેલ (મહારાષ્ટ્ર)ના સ્વ. ઠા. નટવરલાલ નરભેરામ સોનેતાના પત્ની, સ્વ. ભચીબેન નરભેરામ હેમરાજના પુત્રવધૂ, ભરતકુમાર (સામખિયાળી), પ્રફુલ્લકુમાર (પનવેલ)ના માતા, લતાબેનના સાસુ, સ્વ. વિશનજીભાઇ?(સુખપર)ના નાનાભાઇના પત્ની, ભાગીરથીબેન (સુખપર)ના દેરાણી, ગં.સ્વ. લીલાવંતીબેન શાંતિલાલ મીરાણી (ગાગોદર, હા. સુખપર), સ્વ. ભાનુબેન ખેતશી નાથાણી (ગાગોદર)ના ભાભી, મનોજભાઇ, શૈલેશભાઇ વિશનજી (સુખપર), રસીલાબેન (ભચાઉ), સંગીતાબેન (નખત્રાણા)ના કાકી, કમલેશભાઇ કરશનદાસ ચંદે (ભચાઉ), મહેશભાઇ?(નખત્રાણા)ના કાકીજી, જયસુખલાલ?શાંતિલાલ મીરાણી, મહેન્દ્ર શાંતિલાલ મીરાણી, પૂનમબેન રાહુલકુમાર ચંદે (અંજાર), આશાબેન વાસુદેવ?(અંજાર)ના મામી, હેત, ખુશીના દાદી, સ્વ. ગોદાવરીબેન ગોવિંદજી મોરારજી ચંદે (નંદાસર હાલે પનવેલ)ના પુત્રી, અમૃતલાલ, પ્રવીણભાઇ, લીલાવંતીબેન ભરતકુમાર નાથાણી (ઘાટકોપર), સ્વ. ઉષાબેન શાંતિલાલ પૂજારા (ડોંબીવલી), સ્વ. ચંપાબેન ત્રિભુવનદાસ પોપટ?(મુલુંડ), સ્વ. બધીબેન લાલજીભાઇ રામાણી (રાપર), અંજુબેન જગદીશભાઇ કારિયા (અંજાર)ના બહેન, પ્રભાબેન, વિજ્યાબેનના નણંદ તા. 19-6-2024ના પનવેલ ખાતે અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 23-6-2024ના સાંજે 5થી 6 લોહાણા મહાજનવાડી, સામખિયાળી (તા. ભચાઉ) ખાતે.

ઉલ્લાસનગર (મુંબઇ) : મૂળ નેત્રાના દેવીબેન પડાઇઆ (.. 75) તે સ્વ. મૂળજીભાઇ અખાઇભાઇના પત્ની, અમૃતભાઇ, તેજાભાઇ, બાબુભાઇ, રામજીભાઇના કાકી, રાણીબેન, બાબુભાઇ, મોહનભાઇ, વિશ્રામ ધરડા, ખીમીબેન કાનજી સાગઠિયા, સોનલબેન નારણભાઇ બરડા (આદિપુર)ના ભાભી, સ્વ. મેઘજીભાઇ, સ્વ. ગોપાલ, સ્વ. કરશનભાઇ, કાનજીભાઇ ખીમસુરિયાના બહેન, દિલીપ, ભરત, લતા, પ્રવીણના માતા તા. 17-6-2024ના અવસાન પામ્યા છે. આગરી તા. 23-6-2024ના રવિવારે સાંજે, ઘડાઢોળ (પાણી) તા. 24-6-2024ના સોમવારે સવારે 7 કલાકે નિવાસસ્થાન બી.કે. નં. 2005, રૂમ નં. 1, કચ્છી પાડા, દૂધનાકા નજીક, ઉલ્લાસનગર-5 (મુંબઇ) ખાતે

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang