• સોમવાર, 06 જુલાઈ, 2026

ભુજની ભાગોળે યુવતીઓના દાનરૂપી ઉઘરાણાથી વાહનચાલકો પરેશાન

ભુજ, તા. 5 : શહેરની ભાગોળે ધોરીમાર્ગો પર પરપ્રાંતીય યુવતીઓ હાથમાં ફરફરિયાં લઇ દાનની માંગ કરતી જોવા મળે છે. આવા ઉઘરાણાને લઇને વાહનચાલકો પરેશાન બન્યા છે. આ અંગે પરેશાન થયેલા અમુક વાહનચાલકોએ આવી યુવતીઓના વીડિયા-ફોટા પાડી મીડિયા સમક્ષ મૂક્યા હતા. પરપ્રાંતીય યુવતીઓ હિન્દી ભાષા બોલી પોતે સંસ્થાઓ માટે દાન માગતી હોવાનું કહી દાન લખાવા કહે છે. કોઇ તેની વાતોમાં આવી જતાં બુકમાં પહોંચ ફાડી દે છે. ધોરીમાર્ગ પર ચાલતા વાહનોને અચાનક હાથ દઇ રોકાવી દે છે. આમ આથી અકસ્માત થવાની ભીતિ સેવાય છે. સંબંધિત સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ થોડા દિવસ પૂર્વે આ યુવતીઓ પૂર્વ કચ્છ ગાંધીધામ બાજુ હતી જ્યાં તે બસ સ્ટેશન અને ગેસ્ટહાઉસમાં રોકાઇને ધોરીમાર્ગો પર આ રીતે દાનરૂપી ઉઘરાણા કરતી જોવાઇ હતી. ત્યાં પણ આવી રાવ ઊઠતાં તેઓને ત્યાંથી તગેડવામાં આવતાં હવે પશ્ચિમ કચ્છ ભુજ પડાવ નાખ્યાનું સમજાય છે. યુવતીઓનું કોઇ ગુનાહિત કૃત્ય સામે નથી આવ્યું, પરંતુ આવા ઉઘરાણાથી વાહનચાલકો પરેશાન બન્યાની રાવ સામે આવતાં સંબંધિત તંત્ર સમક્ષ જરૂરી પગલાં લેવાની માંગ ઊઠી છે. 

Panchang

dd