• મંગળવાર, 21 જુલાઈ, 2026

કડોલનું પાબુદાદા મંદિર મૂંગાં પશુઓ માટે સેવાનું માધ્યમ બન્યું

ભચાઉ, તા. 19 :  તાલુકાના રણકાંઠાના કડોલમાં 553 વર્ષ જૂના પાબુદાદા મંદિર ડોરીધામ મૂંગાં પશુ-પક્ષી તેમજ જંગલી જાનવરો માટે સેવાનું માધ્યમ બન્યું છે તેમજ ભાવિકો માટે ભોજન, ભજન અને વિરામ  માટેની પણ વ્યવસ્થા છે. આ સ્થાનમાં 100 જેટલી ગાય છે. જગ્યાના ભુવા કડોલના વતની છે, મહંત પચાણભાઈ દેવુભાઈ રબારીના વડવાઓએ તોરણ બાંધ્યું હતું. 12 વર્ષ પહેલાં આ જગ્યાએ મંદિર નિર્માણ થયું, ત્યારે રબારી સમાજના વડવાળા દુધઈવાળા ધામના મહંત રામ બાલકદાસ બાપુએ ભાગવત કથા કરી હતી. મંદિરમાં દાતાઓના દાનથી કાર્ય થઈ રહ્યું છે. વિશાળ ગૌશાળા છે, મોટા બે શેડ છે, તેમાં ઘાસચારાનો સંગ્રહ કરવામાં આવે છે. આ સ્થાન જીવદયા અને ભાવિકો તેમજ પદયાત્રીઓ માટે સેવામાં તત્પર રહે છે. - નેરમાં ત્રણ વર્ષમાં મંદિરનું બાંધકામ પૂર્ણ થશે : નેરમાં 400 વર્ષ જૂના પાબુદાદા મંદિર નું પાંચ કરોડના જંગી ખર્ચે નિર્માણ થઈ રહ્યું છે. દોઢ વર્ષથી કામ ચાલુ છે અને આ મંદિર નિર્માણનું કાર્ય પૂર્ણ થવામાં ત્રણ વર્ષનો સમય લાગશે. પાબુદાદા ગૌસેવા ચેરિટેબલ ટ્રસ્ટ, ગામના સરપંચ અને મંદિરના મહંત દેવશીભાઈ રબારી મંદિર કાર્ય માટે પ્રયત્નશીલ છે. 

Panchang

dd