• મંગળવાર, 21 જુલાઈ, 2026

યુનિ.ના કાયદા વિભાગ દ્વારા `લીગલ રિસર્ચ મેથોડોલોજી' વિષયે વર્કશોપ યોજાયો

મુંદરા, તા. 19 : કચ્છ યુનિવર્સિટીના કાયદા વિભાગ દ્વારા `લીગલ રિસર્ચ મેથોડોલોજી' વિષય પર વર્કશોપ યોજાયો હતો. કાર્યક્રમના અધ્યક્ષસ્થાને કચ્છ યુનિ.ના કુલપતિ ડો. મોહન પટેલ, અતિથિ વિશેષ તરીકે આઈક્યુએસીના ડાયરેક્ટર ડો. કાશ્મીરા મહેતા, કુલસચિવ ડો. અનિલ ગોર ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે કાયદા વિભાગના અધ્યક્ષ ડો. પૃથ્વીરાજાસિંહ જાડેજા, આસિ. પ્રો. દિલીપકુમાર એમ. કાથડ, લો ફેકલ્ટી વંદના શર્મા, પીએચડી રિસર્ચ સ્કોલર જાગૃતિ, ગિરીશભાઈ, મીતભાઈ, સંજયાસિંહ, રોનકભાઈ, જિતેશભાઈએ જહેમત ઉઠાવી હતી. વર્કશોપ નિષ્ણાત તરીકે ડો. નંદલાલ છાંગા (અધ્યક્ષ ઇતિહાસ વિભાગ), ડો. ગૌરવ ચૌહાણ  (ડાયરેક્ટર રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ), ડો. અલ્પેશ કોતર  (અધ્યક્ષ - મનોવિજ્ઞાન વિભાગ), ડો. અશ્વિન પટેલ  (આસિ. પ્રો. સોશિયલ વર્ક વિભાગ) તથા ડો. અમિત ગામી (આસિ. પ્રો. ગુજરાતી વિભાગ)એ વ્યાખ્યાન આપ્યા હતા. 

Panchang

dd