કોડાય (તા. માંડવી), તા. 19 : તાલુકાનાં
કોડાય ગામ ખાતે મહેશ્વરી સમાજ દ્વારા ગણેશ મંદિરનાં નવનિર્માણ માટે ભૂમિપૂજન અને ખાતમુહૂર્તનો
કાર્યક્રમ ધાર્મિકવિધિથી યોજાયો હતો. કાર્યક્રમમાં મુખ્ય દાતા મોહનભાઈ રતનશીભાઈ રામજિયાણી
(મદનપુરા) પરિવારના હસ્તે શાત્રોક્ત વિધિ સાથે ભૂમિપૂજન કરાયું હતું. કાર્યક્રમના પ્રારંભે
મહેશ્વરી સમાજના પ્રમુખ ધનજીભાઈ મારાજે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. આ પ્રસંગે મુખ્ય
દાતા મોહનભાઈ રતનશીભાઈ રામજિયાણીએ મંદિરનાં નવનિર્માણ માટે સમાજને રૂા. ત્રણ લાખનો
ચેક અર્પણ કર્યો હતો.પ્રાસંગિક પ્રવચનમાં જયંતીભાઈ પારસિયાએ જણાવ્યું હતું કે, આજના સમયમાં સમાજમાં સમરસતા, એકતા અને ભાઈચારાની ભાવના જાળવવી એ સમયની સૌથી મોટી જરૂરિયાત છે. ગામના સરપંચ
વિરલભાઈ જોષીએ મંદિરનાં નવનિર્માણનાં કાર્યને બિરદાવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયતના
સભ્ય વર્ષાબેન કન્નડે જિલ્લા પંચાયતની ગ્રાન્ટમાંથી શેડનાં નિર્માણ માટે રૂા. 5ાંચ લાખ અને તાલુકા પંચાયતના સભ્ય ચંદ્રિકાબેન
પારસિયાએ તાલુકા પંચાયતની ગ્રાન્ટમાંથી રૂા. બે લાખના ખર્ચે ઇન્ટરલોક- પેવરબ્લોકનાં
કામની જાહેરાત કરી હતી. ગામમાં દાતા
લીલાવંતીબેન વીરજીભાઈ ઠક્કર હસ્તે દિનેશભાઈ ઠક્કર (ભાલાભાઈ) મંદિરના મુખ્ય પ્રવેશદ્વારના
નિર્માણ માટે દાતા તરીકે જાહેરાત કરી હતી. આ પ્રસંગે વિશનજીભાઈ જોષી, કિશોરભાઈ ઠક્કર, માવજીભાઈ
વેકરિયા, મગનભાઈ રામજિયાણી, દિનેશભાઈ ઠક્કર,
નવીનભાઈ રામજિયાણી, જીતુભાઈ દરજી, નારાણભાઈ ગઢવી, અમરભાઈ ગાલા, મંગળભાઈ
આહીર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. શાત્રોક્ત વિધિ અક્ષય જોશીએ કરી હતી. કાર્યક્રમનું સંચાલન શિવજીભાઈ મહેશ્વરીએ,
જ્યારે આભારવિધિ તલાટી રાઘવદાન ગઢવીએ કર્યા હતા. સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા
મહેશ્વરી સમાજના અગ્રણીઓ તથા યુવા કાર્યકરોએ સંભાળી હતી.