• મંગળવાર, 10 ફેબ્રુઆરી, 2026

ઓમાન સામે ઝિમ્બાબ્વેનો આઠ વિકેટે સરળ વિજય

કોલંબો, તા. 9 : અહીંની ઉછાળવાળી પીચ પર ટી-20 વર્લ્ડ પના ગ્રુપ બીની મેચમાં ઓમાન સામે ઝિમ્બાબ્વેનો 39 દડા બાકી રહેતા 8 વિકેટે સરળ વિજય થયો હતો. ઝિમ્બાબ્વેના ઉંચી હાઇટવાળા બોલરોને કોલંબોની ઉછાળવાળી પિચનો ફાયદો મળ્યો હતો. રિચર્ડ અંગારાવા, બ્લેસિંગ મુજારાબાની અને બ્રેડ એવંસે 3-3 વિકેટ લીધી હતી. આથી ઓમાન ટીમ 19.પ ઓવરમાં 103 રનનો સામાન્ય સ્કોર બનાવી ઓલઆઉટ થઇ હતી. જેમાં સુફિયાન મહમૂદના 2પ અને વિનાયક શુકલાના 28 તથા નદીમ ખાનના 20 રન હતા. બાકીના સીંગલ ફીગરમાં આઉટ થયા હતા. આ પછી ઝિમ્બાબ્વે ટીમે 13.3 ઓવરમાં 2 વિકેટ ગુમાવી 106 રન કરી 8 વિકેટે જીત મેળવી હતી. બ્રાયન બેનેટ 36 દડામાં 7 ચોગ્ગા સાથે 48 રને અણનમ રહ્યો હતો. બ્રેંડન ટેલર 31 રને રિટાયર્ડ હર્ટ થયો હતો. ઓમાન તરફથી બન્ને વિકેટ સુફિયાન મહમૂદને મળી હતી. આ મેચમાં ફકત 1 છગ્ગો લાગ્યો હતો. જે ઓમાનના બેટર નદીમ ખાને માર્યો હતો.

Panchang

dd