• મંગળવાર, 10 ફેબ્રુઆરી, 2026

રણજી ટ્રોફીમાં બંગાળનો બેટધર સુદીપકુમાર 1 રને ત્રેવડી સદી ચૂક્યો

કલ્યાણી (બંગાળ), તા. 9 : રણજી ટ્રોફીના ક્વાર્ટર ફાઇનલ મેચમાં આંધ્રપ્રદેશ સામે બંગાળનો બેટધર સુદીપકુમાર ધરામી ફક્ત 1 રને ત્રેવડી સદી ચૂક્યો છે. બંગાળનો 26 વર્ષીય સુદીપકુમાર 299 રને આઉટ થયો હતો. તેને આંધ્રના પાર્ટટાઇમ બોલર શેખ રશીદે બોલ્ડ કર્યો હતો. સુદીપે પ96 દડાનો સામનો કરીને 31 ચોગ્ગા અને 6 છગ્ગાથી 299 રન કર્યા હતા. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં એક રને ત્રેવડી સદી ચૂકનારો તે પહેલો ભારતીય ક્રિકેટર બન્યો છે. ન્યુઝીલેન્ડનો માર્ટિન ક્રો ટેસ્ટ ક્રિકેટમાં 299 રને આઉટ થયો હતો. મહારાષ્ટ્રનો બેટધર શાંતનુ સુગવેકર 299 રને અણનમ રહી 1 રને ત્રેવડી સદી ચૂકી ગયો હતો. આંધ્ર સામેની મેચમાં બંગાળના 629 રન થયા હતા. આંધ્રના બીજા દાવમાં 3 વિકેટે 64 રન થયા છે. પહેલા દાવમાં 29પ રન થયા હતા.

Panchang

dd