• મંગળવાર, 10 ફેબ્રુઆરી, 2026

એશિયન ચેમ્પિયનશિપમાં મનુ ભાકર સુવર્ણ ચંદ્રક ચૂકી

નવી દિલ્હી તા. 9 : ઓલિમ્પિકમાં બે કાંસ્ય ચંદ્રક જીતનાર ભારતની સ્ટાર મહિલા નિશાનેબાજ મનુ ભાકર એશિયન શૂટીંગ ચેમ્પિયનશિપમાં સુવર્ણ ચંદ્રક સહેજમાં ચૂકી છે. આથી તેણીને રજત ચંદ્રકથી સંતોષ માનવો પડયો હતો. 2પ મીટર પિસ્તોલ સ્પર્ધાના ફાઇનલમાં મનુ ભાકર બીજા સ્થાને રહી હતી. વિયેતનામની નિશાનેબાજ ટ્રેંગ ચેમ્પિયન બની હતી. આ જ સ્પર્ધામાં ભારતની ઇશા સિંહ કાંસ્ય ચંદ્રકની હકદાર બની હતી. જયારે ટીમ સ્પર્ધામાં મનુ ભાકર, ઇશા સિંહ અને રિદમ સાંગવાનની ત્રિપુટીએ ગોલ્ડ મેડલ પર કબજો જમાવ્યો હતો. ચીની તાઇપે બીજા અને વિયેતનામ ત્રીજા ક્રમે રહ્યા હતા.

Panchang

dd