કોલકતા, તા. 9 : ઇટાલીને
તેની વિશ્વ કપ પદાર્પણ મેચમાં હાર મળી છે. ટી-20 વર્લ્ડ
કપના ગ્રુપ સીની આજની પહેલી મેચમાં ઇટાલી સામે સ્કોટલેન્ડ ટીમનો 73 રને સરળ વિજય થયો છે. સ્કોટલેન્ડ ટીમ બાંગલાદેશનાં
સ્થાને વિશ્વ કપમાં સામેલ થઈ હતી. સ્કોટલેન્ડના 4 વિકેટે
207 રનના જવાબમાં ઇટાલી 16.4 ઓવરમાં 134 રને
ઓલઆઉટ થઈ હતી. ફક્ત પ દડામાં 2 ચોગ્ગા
- 2 છગ્ગાથી અણનમ 22 રન
અને બાદમાં 17 રનમાં 4 વિકેટ લેનાર ડચ ઓલરાઉન્ડર માઇકલ લીસ્ક પ્લેયર ઓફ ધ
મેચ બન્યો હતો. સ્કોટલેન્ડ તરફથી ઓપનર જોર્જ મંસીએ પ4 દડામાં 13 ચોગ્ગા
- 2 છગ્ગાથી 84 રનની
સર્વાધિક ઇનિંગ્સ રમી હતી. માઇકલ જોંસે 37, બ્રેંડન
મેક્કલમે 41 રન કર્યા હતા. ઇટાલી તરફથી અલી
હસન અને ગ્રાંટ સ્ટુઅર્ટને 1-1 વિકેટ
મળી હતી. 208 રનના વિજય
લક્ષ્યાંક સામે ઇટાલી ટીમ 16.4 ઓવરમાં
134 રને ઓલઆઉટ થઈ હતી. જેમાં બેન્જામિન મનેંટીના 31 દડામાં પ ચોગ્ગા-1 છગ્ગાથી
બાવન રન સર્વાધિક હતા. હેરી મનેંટીએ 37 રન
કર્યા હતા. માઇકલ લીસ્કની 4 વિકેટ
અને માર્ક વોટને 2 વિકેટ હતી.