• શુક્રવાર, 16 જાન્યુઆરી, 2026

ખેલાડીઓના વિરોધ બાદ બીસીબીની નાણાકીય સમિતિના અધ્યક્ષ બરતરફ

ઢાકા, તા. 15 : બાંગલાદેશના ક્રિકેટરોના એસોસિએશન સીડબ્લ્યૂએબીએ બાંગાલદેશ પ્રીમિયર લીગ (બીપીએલ)ની ગુરુવારે રમાનારી મેચનો બહિષ્કાર જાહેર કરી હલચલ મચાવ્યા બાદ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડને ગુરુવારે તેના પોતાના નાણાકીય સમિતિના અધ્યક્ષ નઝમુલ ઇસ્લામને બરતરફ કરવાની ફરજ પડી હતી. નોંધનીય છે કે, બાંગ્લાદેશ રાષ્ટ્રીય ટીમના સિનિયર ખેલાડીઓએ અપમાનજનક ટિપ્પણી કરવા બદલ ઇસ્લામ સામે બળવો કર્યો હતો. નઝમુલ ઇસ્લામે પૂર્વ ખેલાડી તમિમ ઇકબાલ સહિતના અન્યો પર ઇન્ડિયા એજેન્ટ હોવાનો આરોપ મુકયો હતો. જેને લઇને બાંગલાદેશના ક્રિકેટરોના એસો.એ વિરોધ કર્યો હતો અને રાજીનામાની માંગ કરી હતી. ઉલ્લેખનીય છે કે, બાંગલાદેશ ક્રિકેટ બોર્ડ કહ્યું હતું કે, નઝમુલ ઇસ્લામનું વિધાન તેમનું અંગત છે. ભારતમાં ટી-20 વિશ્વ કપની મેચ રમવી કે નહીં તે વિશે કોઇ પણ પોતાના વિચાર રજૂ કરી શકે છે. આ સામે બાંગલાદેશી ખેલાડીઓએ ચીમકી આપી હતી કે, નઝમુલ ઇસ્લામ જ્યાં સુધી રાજીનામું નહીં આપે ત્યાં સુધી કોઇ મેચમાં દેશના ખેલાડીઓ હિસ્સો બનશે નહી તેમ જણાવ્યું હતું.. 

Panchang

dd