ગાંધીધામ, તા. 15 : શહેરના સુંદરપુરી ધોબીઘાટ વિસ્તારમાં
એક મકાનમાંથી પોલીસે રૂા. 26,300નો દારૂ જપ્ત
કર્યો હતો. જો કે, આરોપી ગેરહાજર
મળ્યો હતો. નવી સુંદરપુરી શક્તિનગર સામે ધોબીઘાટ વિસ્તારમાં રહેનાર નરેશ ઉર્ફે કારો
વાલજી મકવાણા નામનો શખ્સ દારૂ વેચતો હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી
હતી. જો કે, પોલીસ પહોંચે તે પહેલાં આરોપીને ગંધ આવી જતાં તે
ગેરહાજર મળ્યો હતો. તેના કબજાનાં મકાનમાંથી ઓલ્ડમોંકના 48 ક્વાર્ટરિયા, ઓલ
સિઝનની છ, મેકડોવેલ્સની પાંચ બોટલ એમ કુલ રૂા. 26,300નો દારૂ જપ્ત કરાયો હતો. આ શખ્સ સામે અગાઉ પણ દારૂ
સંબંધી અનેક ગુના નોંધાયેલા છે. આ વિસ્તારમાં રાત પડે અને દારૂ લેવા લોકોની ભીડ જામતી
હોવાનું જાણકાર સૂત્રો જણાવી રહ્યા છે, ત્યારે આ બદીને સદંતર બંધ કરાવવા કડક કાર્યવાહીની માંગ ઊઠી હતી.