• શુક્રવાર, 16 જાન્યુઆરી, 2026

ટાંકણાસરની સીમમાંથી દેશી બંદૂક સાથે શખ્સ જબ્બે

ભુજ, તા. 15 : તાલુકાના ટાંકણાસરની સીમમાંથી ગેરકાયદે રાખેલી દેશી બંદૂક સાથે ઉમર સલેમાન જત (રહે. ટાંકણાસર, તા. ભુજ)ને એસ.ઓ.જી.એ ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી હતી. ગઈકાલે એસ.ઓ.જી.ની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે આ બાતમીના આધારે ટાંકણાસરની ઉત્તરાદી સીમમાંથી આરોપી ઉમર જત (રહે. ટાંકણાસર)ને પાસ-પરમિટ કે આધાર-પુરાવા વિના ગેરકાયદે રાખેલી એક દેશી બનાવટની બંદૂક કિં. રૂા. 2000 સાથે ઝડપી માનકૂવા પોલીસ મથકે આર્મ્સ એક્ટ તળે ગુનો દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. 

Panchang

dd