ભુજ, તા. 2 : કચ્છભરના ક્રિકેટ ખેલાડીઓ અને
રમતપ્રેમીએ જેની આતુરતા પૂર્વક રાહ જોતા હતા એ હિમ્સ-કચ્છમિત્ર પ્રીમિયરલીગ (કેપીએલ) 2026 સીઝન-4નો તખ્તો
ઘડાઇ ગયો છે. આઇકોન પરંપરાનો ડ્રો તથા નીતિ નિયમો કચ્છમિત્ર ભવન ખાતે મળેલી બેઠકમાં
નક્કી થયા હતા. ઉત્સાહ સાથે જોડાયેલા ફ્રેન્ચાસઝી માલિકોમાં એગ્રોસેલના જય સોલગામા
અને ચિંતન ઠક્કર, એસવીસીટીના
વિરલ ઉમરાણીયા અને પ્રવિણ ભુવા, પૂર્વી ગ્રુપના આકાશ ઠક્કર અને
આશિષ ત્રવાડી, રાજવીના ભુપેન્દ્રસિંહ રાણા, વિક્રમ સેલ્સના વિક્રમસિંહ રાઠોડ, બરસાનાના વિરેન્દ્રસિંહ
, શ્રીરામ સોલ્ટના સુમીતભાઇ, મસ્કા માસ્ટર્સના
કીર્તિ ગોર, તેમજ કેપીએલ કમિટિના જયેન્દ્ર સોલંકી, મુકેશ ગોર, રીતેશ શેઠ, દત્તુ ત્રિવેદી
હાજર રહ્યા હતા. બેઠકમાં સ્પર્ધાને લગતી વિવિધ બાબતોની ચર્ચા થઇ હતી જેમાં ક્રિકેટ
ટુર્નામેન્ટ ખેલદીલી સાથે રમાય અને દર વર્ષની જેમ ટુર્નામેન્ટને ભવ્ય સફળતા મળે તે
બાબતો અંગે મહત્વના નિર્ણયો લેવાયા હતા. હીમ્સ કેપીએલ ટુર્નામેન્ટ માટે કુલ્લ 243 ખેલાડીઓનું રજીસ્ટ્રેશન થયું હતું જેનું ઓકશન 8 જાન્યુ.-2026ના બપોરે 4 વાગ્યે હીલવ્યુ હોટલ, હીલ ગાર્ડન રોડ ખાતે યોજાશે. જ્યારે ટુર્નામેન્ટ
30 જાન્યુ.થી શરૂ થશે. અને 7 ફેબ્રુ. 2026ના ફાઇનલ રમાશે.