• શનિવાર, 03 જાન્યુઆરી, 2026

સ્થાપનાનાં 100 વર્ષે સંઘનાં માળખાંમાં બદલાવની તૈયારી

નવી દિલ્હી, તા. 2 : દેશમાં 21મી સદીમાં સામે આવી રહેલા સામાજિક અને રાજનીતિક બદલાવ વચ્ચે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ પણ પોતાના સંગઠનાત્મક માળખામાં ફેરફારની તૈયારીમાં છે. સંઘને 100 વર્ષ થઈ ચૂક્યા છે અને હવે નવી સ્થિતિમાં પોતાનો વિસ્તાર કરી રહ્યું છે. ભાજપ અને કેન્દ્રની મોદી સરકારના વિઝન અને મિશન  વિકસીત ભારત 2047માં સંઘનો બદલાવ પણ મહત્ત્વનો બનશે. જેમાં સારી રીતે પોતાના સંગઠન સાથે રાષ્ટ્ર નિર્માણના નવા પથ ઉપર સહયોગ કરી શકશે. જાણકારી અનુસાર સંઘમાં હવે ત્રિસ્તરીય વ્યવસ્થા હશે. જેમાં કેન્દ્ર, રાજ્ય અને પ્રાંત હશે. અત્યાર સુધીમાં આખા દેશનાં ક્ષેત્રને 11 વિસ્તારમાં ગણવામાં આવતો હતો. જે હવે નવ ક્ષેત્ર સુધી સીમિત બની જશે. સંગઠનનાં પ્રાદેશિક માળખામાં બદલાવથી લઈને ઘણાં જૂના પદને સમાપ્ત કરવા અને નવા પદનું સર્જન કરવું પણ સામેલ છે. કહેવાય છે કે સૌથી મોટા બદલાવ હેઠળ પ્રાંત પ્રચારકનું પદ જ સમાપ્ત કરી દેવામાં આવશે. સંઘ સંબંધિત સૂત્રો અનુસાર આ બદલાવ અચાનક નથી થઈ રહ્યો છે. તેની પાછળ લાંબી સામાજિક અને રાજકીય રણનીતિ જોડાયેલી છે. 

Panchang

dd