ગાંધીધામ, તા. 2 : વીતેલા વર્ષ દરમ્યાન પૂર્વ
કચ્છ પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઈન ઈસ્ટ કચ્છ કેમ્પેઈન અંતર્ગત ઝુંબેશ ચલાવી હતી, જે અંતર્ગત આ વર્ષ દરમ્યાન રૂા. 106.98 કરોડના માદક પદાર્થ જપ્ત કરવામાં
આવ્યા હતા. વર્ષ 2025 દરમ્યાન પૂર્વ
કચ્છ પોલીસે 36 ગુના માદક પદાર્થના નોંધીને
2024 કરતાં 80 ટકા કામગીરી વધારી હતી. આ 36 કેસ દરમ્યાન 106,98,89,082નો માદક પદાર્થ હસ્તગત કરવામાં આવ્યો હતો અને આ જુદી-જુદી કાર્યવાહી
દરમ્યાન 95 આરોપીને પકડી પાડવામાં આવ્યા
હતા. વીતેલાં વર્ષ દરમ્યાન રૂા. 1,27,32,300નો
હેરોઈન, રૂા. 19,000નો અફીણ, એમ.ડી. રૂા. 5,12,430, શંકાસ્પદ પદાર્થ રૂા. 47,500 તથા રૂા. 29,08,000નું કોકેઈન તથા રૂા. 104,44,00,000નો માદક પદાર્થ, રૂા. 80,23,970નો ગાંજો અને રૂા. 12,45,882નો પોષડેડા જપ્ત કરવામાં આવ્યા
હતા. પૂર્વ કચ્છ પોલીસે ગત વર્ષ દરમ્યાન રૂા. 106.98 કરોડનો નશીલો પદાર્થ જપ્ત કર્યો હતો તેમજ તમારા વિસ્તારની આસપાસ
કયાંય ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા શખ્સો જણાય તો નજીકના પોલીસ મથક અથવા કંટ્રોલ રૂમ
નંબર 63596 26845 ઉપર જાણ કરવા પોલીસે લોકોને
અપીલ કરી હતી.