• શનિવાર, 03 જાન્યુઆરી, 2026

સૌરાષ્ટ્ર વતી જી વન સ્પર્ધા માટે કચ્છના ક્રિકેટરની પસંદગી

ભુજ, તા. 1 : કચ્છ ક્રિકેટ એસોસિએશનની હાલમાં રમાયેલી બે મેચમાં શતક બનાવનાર કીર્તિન ધર્મેશ કોટકે આ વર્ષે પણ સૌરાષ્ટ્ર એસોસિએશનમાં પોતાની દાવેદારી નોંધાવી હતી. પ્રથમ કેમ્પમાં તથા ત્યારબાદ રમાનારી જી-1માં તેની પસંદગી થઈ છે. તેને એસોસિએશનના પ્રમુખ બહાદુરસિંહ જાડેજા, મંત્રી અતુલભાઈ મહેતા, ઉપપ્રમુખ ભરતભાઈ ધોળકિયા, સહમંત્રી પ્રવીણ હીરાણી, અશોક મહેતા, ગિરિશ ઝવેરી, મહિપતસિંહ રાઠોડ, નવલસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ જાડેજા તથા મહેશ પંડયાએ બિરદાવ્યો હતો. કિર્તન કોટક નિયમિત રીતે સ્પીડી ક્રિકેટ એકેડમીમાં તાલીમ મેળવી રહ્યા છે. તેમના કોચ મુકેશ ગોર, ધવલ ગુસાઈ, શાલીન મહેતા દ્વારા માર્ગદર્શન મળી રહ્યું છે. 

Panchang

dd