• શનિવાર, 03 જાન્યુઆરી, 2026

એશિઝની અંતિમ ટેસ્ટમાં પણ સ્મિથ ઓસી.નો સુકાની

સિડની, તા. 1 : એશિઝની ચોથી ટેસ્ટમાં મેલબોર્નનની ઉછાળવાળી પિચ પર ઇંગ્લેન્ડના હાથે બે દિવસની અંદર કારમી હાર સહન કરનાર ઓસ્ટ્રેલિયાએ અંતિમ ટેસ્ટની તેની ટીમમાં કોઇ ફેરફાર કર્યો નથી. ઓસ્ટ્રેલિયાની 1પ ખેલાડીની અંતિમ એશિઝ ટેસ્ટની ટીમ આજે જાહેર થઇ છે. જે 4 જાન્યુઆરીથી સિડનીમાં શરૂ થશે. ઓસ્ટ્રેલિયા 3-1ની સરસાઇથી આગળ છે. ઓસિ. ટીમમાં અનુભવી બેટધર ઉસ્માન ખ્વાઝા છે. જે તેની છેલ્લી ટેસ્ટ બની રહેશે તેવું માનવામાં આવે છે. નિયમિત કપ્તાન પેટ કમિન્સ અનફિટ હોવાથી અંતિમ ટેસ્ટ પણ ગુમાવશે. આથી સ્ટીવન સ્મિથ ફરી સુકાન સંભાળશે. ઓસ્ટ્રેલિયા ટેસ્ટ ટીમ: સ્ટીવન સ્મિથ (કેપ્ટન), ટ્રેવિસ હેડ, ઉસ્માન ખ્વાઝા, જેક વેદરહેલ્ડ, ટ્રેવિસ હેડ, માનર્સ લાબુશેન, કેમરૂન ગ્રીન, એલેકસ કેરી (વિકેટકીપર), સ્કોટ બોલેંડ, બ્રેડન ડોગેટ, જોશ ઇંગ્લીશ, ટોડ મર્ફી, માઇકલ નેસર, જાય રિચર્ડસન, મિચેલ સ્ટાર્ક અને બો વેબસ્ટર. 

Panchang

dd