• શનિવાર, 20 એપ્રિલ, 2024

મીરાબાઇ ચાનૂએ પેરિસ ઓલિમ્પિકનો ક્વોટા હાંસલ કર્યોં : ટોક્યોમાં રજત જીત્યો હતો

નવી દિલ્હી તા.1: ટોકયો ઓલિમ્પિકની સિલ્વર મેડલિસ્ટ ભારતીય વેઇટ લિફટર મીરાબાઇ ચાનૂ આજે આઇડબ્લ્યૂએફ વર્લ્ડ કપમાં મહિલાઓના 49 કિલો વજન ગ્રુપમાં ત્રીજા સ્થાને રહીને પેરિસ ઓલિમ્પિક-2024 માટે કવોલફાય થઇ છે. ઇજાને લીધે 6 મહિના પછી વાપસી કરનાર મીરાબાઇ ચાનૂએ કુલ 184 કિલો (81 અને 103 કિલો) ભાર ઉઠાવ્યો હતો. પેરિસ ઓલિમ્પિકનો કવોટા હાંસલ કરવાની અંતિમ ટૂર્નામેન્ટ હતી. 29 વર્ષીય મીરાબાઇએ સ્નેચમાં સર્વશ્રેષ્ઠ દેખાવ 88 કિલો સાથે કર્યો હતો. જયારે 2021ની એશિયન ચેમ્પિયનશિપમાં કલીન એન્ડ જર્કમાં 119 કિલો વજન ઉઠાવીને વર્લ્ડ રેકોર્ડ તેના વજન ગ્રુપમાં બનાવ્યો હતો.મીરાબાઇ પેરિસ ઓલિમ્પિકમાં કવોલીફાઇ થનારી ભારતની એકમાત્ર વેઇટ લિફટર છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang