• રવિવાર, 25 જાન્યુઆરી, 2026

ભુજ બી.આર.સી. ભવન ખાતે 180 દિવ્યાંગ બાળકને સાધન સહાય અપાઈ

ભુજ, તા. 24 : સમગ્ર શિક્ષા કચેરી, કચ્છ અને બી.આર.સી. ભવન, ભુજ દ્વારા ભુજ તાલુકાના દિવ્યાંગ બાળકોને સાધન સહાય આપવા કેમ્પનું આયોજન અહીં કરવામાં આવ્યું હતું. કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી  પૃથ્વીરાજાસિંહ ઝાલાના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો. કાર્યક્રમમાં ભુજ તાલુકાના 180 દિવ્યાંગ બાળકોને દિવ્યાંગતા અનુરૂપ સાધનનું વિતરણ કરવામાં આવ્યું હતુ. વાલીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં જિલ્લા આઈ.ઇ.ડી.  કો.ઓ. વિષ્ણુભાઈ પ્રજાપતિ, ભુજ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી મેહુલ જોશી, ડાયટમાંથી ભાવના શર્મા, નેહલ ભાટી, રાજેશ્વરી ગોસ્વામી, હેમલ ગોસ્વામી ઉપસ્થિત રહ્યા હતા. કિરીટાસિંહ ઝાલા, કાંતિભાઈ સુથાર, રમેશભાઈ ગાગલ, જયેન્દ્રાસિંહ ઝાલા, રિકેશ પટેલ, મયૂરાસિંહ જાડેજા, સુનીલગર ગોસ્વામી, ભરત ગરવા, મુકેશ પ્રસાદ, નિર્ઝર ગાંધી, વંદના રાઠોડ, જાગૃતિ બારડ, ઇરફાન મુલતાની, કિશોર હેડાઉ, આચાર્ય સુરેખાબેન પટેલ સહિતનાઓએ સહયોગ આપ્યો હતો. કાર્યક્રમનું આયોજન ભુજ બી.આર.સી. કો-ઓર્ડિનેટર ભરત પટોડિયા અને ભુજ તાલુકા આઈ.ઇ.ડી. કો.-ઓર્ડિનેટર મનોજ જોશીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. રાજ્ય કક્ષાથી ડોક્ટરની ટીમ પણ ઉપસ્થિત રહી હતી. દિવ્યાંગ બાળકો સાથે આવેલા વાલી અને શિક્ષકો માટેની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી હતી. સંચાલન જયેન્દ્રાસિંહ ઝાલાએ કર્યું હતું.  

Panchang

dd