ભુજ, તા. 24 : ઉત્તરપ્રદેશ માઘમેળામાં સ્વામી
શંકરાચાર્યનાં અપમાન બાબતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ કચ્છ દ્વારા લેખિત રજૂઆત કરાઇ
હતી. પ્રયાગરાજ ખાતે માઘમેળામાં મૌની અમાસના માઘસ્નાન કરવા જવા સમયે સનાતન હિન્દુ ધર્મના
શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી મહારાજ તથા અનુયાયીઓ સાથે ઉ. પ્રદેશના
પ્રશાસનિક, પોલીસ અધિકારી,
કર્મચારીઓએ કરેલી ગેરવર્તણૂકથી સમગ્ર હિન્દી સમાજની લાગણી દુભાઇ હતી.
આ અંગે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ કચ્છ દ્વારા લેખિત રજૂઆત કરી અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી
કરવા માંગ કરાઇ હતી. આવેદનપત્ર કાર્યક્રમમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ કચ્છના અધ્યક્ષ
કમલેશભાઇ ઠક્કર તથા મહામંત્રી પ્રજ્ઞેશભાઇ ચોથાણી, આંતરરાષ્ટ્રીય
હિન્દુ પરિષદ પશ્ચિમ કચ્છ અધ્યક્ષ રાજેશભાઇ જેઠી તથા મંત્રી ચેતનભાઇ ઠક્કર,
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ભુજ શહેર ઉપાધ્યક્ષ જાગીરસિંહ સરદાર,
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ કચ્છ મંત્રી કપિલભાઇ મહેતા તથા સનાતન જાગરણ
મંચ કચ્છ જિલ્લાના સંયોજક યોગેશભાઇ પોકાર ઉપસ્થિત રહ્યા હતા.