મુંદરા, તા. 6 : અદાણી પોર્ટ્સના મુંદરા પોર્ટે
ઓક્ટોબર, 2026માં અનેક
ઐતિહાસિક સિદ્ધિઓ સાથે ભારતીય પોર્ટ અને લોજિસ્ટિક્સ ક્ષેત્રે નવો માપદંડ સ્થાપિત કર્યો
છે. મુંદરા પોર્ટે એક જ મહિનામાં અત્યાર સુધીનું સર્વોચ્ચ 20.27 મિલિયન મેટ્રિક ટન કાર્ગો હેન્ડલ
કરીને આટલી મોટી માસિક કાર્ગો વોલ્યુમ હેન્ડલ કરનારું ભારતનું પ્રથમ પોર્ટ બન્યું છે.
આ સિદ્ધિ માત્ર કુલ કાર્ગો વોલ્યુમ પૂરતી સીમિત નથી. પોર્ટના કન્ટેનર બિઝનેસે પણ ઓક્ટોબર
દરમિયાન અત્યાર સુધીનું સર્વોચ્ચ 8.59 લાખ TEUsનું માસિક
થ્રૂપુટ નોંધાવ્યું છે. આ પ્રદર્શન મુંદરા પોર્ટની સતત વધતી કન્ટેનર હેન્ડલિંગ ક્ષમતા
અને મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષમતાને દર્શાવે છે. મુંદરા સ્થિત CT3એ પણ એક જ મહિનામાં 3.18 લાખ TEUsનું વિક્રમી હેન્ડલિંગ કરીને
સપ્ટેમ્બર 2026ના 3.10 લાખ TEUsના અગાઉના રેકોર્ડને પાર કર્યો
છે, જે ભારતમાં કોઈ એક સિંગલ કન્ટેનર ટર્મિનલ દ્વારા
એક મહિનામાં હેન્ડલ કરાયેલ સર્વોચ્ચ વોલ્યુમ છે. આ ઉપરાંત ઝ2 ટર્મિનલે પણ 1.55 લાખ TEUsનું સર્વોચ્ચ માસિક થ્રૂપુટ
નોંધાવ્યું છે. ડ્રાય કાર્ગો ક્ષેત્રે પણ મુંદરાએ નવી ઊંચાઈ સર કરી છે. ડ્રાય કાર્ગો
ટર્મિનલે ઓક્ટોબર 2026માં 0.79 MMT ખાતરનું હેન્ડલિંગ કર્યું, જે અત્યાર સુધીનું સર્વોચ્ચ માસિક ફર્ટિલાઇઝર
વોલ્યુમ છે. મુંદરા પોર્ટના રેલવે ઓપરેશન્સે પણ ઓક્ટોબર 2026 દરમિયાન અનેક નવા રેકોર્ડ સ્થાપ્યા
છે. મહિના દરમિયાન કુલ 1,870 ટ્રેનો હેન્ડલ
કરવામાં આવી, જેમાં 282 ગુડ્સ ટ્રેનો અને 1,588 કન્ટેનર ટ્રેનોનો સમાવેશ થાય
છે. કન્ટેનર ટ્રેનોમાં 793 એક્સપોર્ટ
અને 795 ઇમ્પોર્ટ ટ્રેનોનો સમાવેશ થાય
છે. આ સમયગાળા દરમિયાન રેલવે મારફતે કુલ 3.87 MMT કાર્ગોનું હેન્ડાલિંગ કરવામાં આવ્યું હતું. વિશેષરૂપે, મુંદરા પોર્ટ રેલવે ટીમે ડબલ-સ્ટેક કન્ટેનર
ટ્રેન ઓપરેશન્સમાં પણ નવો કીર્તિમાન સ્થાપ્યો છે. ઓક્ટોબર 2026 દરમિયાન કુલ 1,038 ડબલ-સ્ટેક રેક્સ હેન્ડલ કરવામાં
આવ્યા. આ સાથે રેલ ઓપરેશન્સ દ્વારા 1.99 લાખ TEUsનું વિક્રમી
હેન્ડાલિંગ કરવામાં આવ્યું છે.