• શનિવાર, 07 નવેમ્બર, 2026

અંજારમાં અગમ્ય કારણેસર યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

ગાંધીધામ, તા. 6 : અંજારમાં કોઈ અગમ્ય કારણેસર ખીમજીભાઈ હરજીભાઈ મહેશ્વરી (ઉ.વ.48)એ ગળેફાંસો ખાઈને જિંદગીનો અંત આણ્યો હતો. પોલીસ સૂત્રોએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, શહેરના ભોલેનાથનગર સોસાયટીમાં રહેતા ખીમજીભાઈ નામના યુવાને કોઈ કારણોસર ગત તા.29/10ના  બપોરે 2થી 4 વાગ્યાના અરસામાં ગળેફાંસો ખાધો હતો. તેમને સારવાર માટે લવાતાં અંજાર સરકારી હોસ્પિટલના ડો. નેહા બલવાએ મૃત જાહેર કર્યા હતા. આ બનાવ પાછળનું કારણ જાણવા માટે પોલીસે અકસ્માત નોંધના આધારે વધુ તપાસ હાથ ધરી છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd