ભુજ, તા 6 : વિશ્વ ડાયાબિટીસ દિન અને બાળ
દિવસની સંયુક્ત ઉજવણીના ભાગરૂપે `સ્વસ્થ બાળક
નિરોગી પરિવાર'
વિશેષ સામાજિક વિનિમય અભિયાનનું આયોજન કચ્છમિત્ર અને સંઘવી મલ્ટિસ્પેશિયાલિટી
હોસ્પિટલ દ્વારા કરાયું છે. ઉપરોક્ત અભિયાન અંતર્ગત સામાન્ય નાગરિકો તેમજ ભાગ લેનારા
બાળકોના વાલીઓ માટે સંઘવી મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ, ભુજ ખાતે
14થી 21મી નવેમ્બર દરમિયાન સવારે 10થી 1 વાગ્યા સુધી
નિ:શુલ્ક ફેમિલી ડાયાબિટીસ અને બેઝિક હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાશે, જેમાં મર્યાદિત સંખ્યા લાગુ પડતી હોવાથી તપાસ
કેમ્પમાં જોડાવા માટે મો. 72111 89211 અથવા ક્યુઆર
કોડ દ્વારા નોંધણી કરવાની રહેશે. આ ઉપરાંત
દિવાળી વેકેશનનો સદુપયોગ કરી બાળપણની સર્જનાત્મકતાને નવી પાંખો આપવા માટે 5થી 15 વર્ષનાં કચ્છનાં બાળકો માટે `મારો સ્વસ્થ પરિવાર, મારો આનંદ' વિષય પર ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું
છે, જેમાં પ્રથમ ઇનામ રૂા. 15,000, દ્વિતીય ઇનામ રૂા. 11,000 અને તૃતીય ઇનામ રૂા. 5,000 આપવામાં આવશે. સ્પર્ધા માટે
એન્ટ્રી સબમિટ કરવાની છેલ્લી તારીખ 12 નવેમ્બર છે. એન્ટ્રી કચ્છમિત્ર કાર્યાલય, ઇન્દ્રાબાઈ પાર્ક પાસે, ભુજ-કચ્છ અથવા ઇ-મેઇલ kutchmitraweb@gmail.com ઉપર મોકલી શકાશે.