અજરખપુર (તા. ભુજ), તા. 6 : અહીંના સૃજન
લાવિંગ એન્ડ લર્નિંગ ડિઝાઇન સેન્ટર (એલ.એલ.ડી.સી. અજરખપુર, કચ્છ) અને ધ સ્કૂલ ઓફ હિસ્ટોરિકલ ડ્રેસ (લંડન)ના
સંયુક્ત ઉપક્રમે `પેટર્ન્સ
ઓફ ફેશન : એક્રોસ યુરોપ એન્ડ ઇન્ડિયા' વિષય પર બે દિવસીય વૈશ્વિક સિમ્પોઝિયમનું આયોજન કરાયું હતું, જેમાં ઈ.સ. 1620થી 1720ના સમયગાળાના યુરોપિયન પુરુષોના
પોશાકની બનાવટ, કટ, ટેકનિક અને ઐતિહાસિક સંદર્ભો તેમજ ભારતીય પરંપરાગત વસ્ત્રકળા પર ચર્ચા-વિચારણા
અને સંશોધનપત્રો રજૂ કરાયાં હતાં. કાર્યક્રમનો પ્રારંભ એલ.એલ.ડી.સી.ના ચેરમેન દીપેશ
શ્રોફ, મેનાજિંગ ટ્રસ્ટી અમીબેન શ્રોફ, જાણીતા ડિઝાઇનર કિરીટ દવે, ધ સ્કૂલ ઓફ હિસ્ટોરિકલ ડ્રેસ
(લંડન)ના પ્રતિનિધિઓ પ્રો. જેની તિરામાની, હેટી બાર્સબી,
ક્લેર થોર્નટન અને પોવેલ ટોમાશેવસ્કી તેમજ જુહી પાંડે, મહેશ ગોસ્વામી, ઉમેશ ભટ્ટ દ્વારા દીપ પ્રાગટયથી કરાયો
હતો. આ સમગ્ર સિમ્પોઝિયમને વૈશ્વિક સ્તરે આયોજિત કરવામાં એલ.એલ.ડી.સી.ના ઇન્ટરનેશનલ
ક્યુરેટોરિયલ એન્ડ રિલેશન્સ એડવાઇઝર ઉથરા રાજગોપાલ કાર્યક્રમ દરમિયાન માન્ચેસ્ટર,
ઇંગ્લેન્ડથી ઓનલાઈન માધ્યમથી જોડાયા હતા. કાર્યક્રમના પ્રથમ દિવસે `ધ સ્કૂલ ઓફ હિસ્ટોરિકલ ડ્રેસ'ની ટીમે તેમના વિશ્વ પ્રસિદ્ધ પુસ્તક શ્રેણી
`પેટર્ન્સ ઓફ ફેશન'ના સંશોધન અને દસ્તાવેજીકરણની પદ્ધતિ રજૂ કરી
હતી. ભારતીય સંદર્ભમાં વાત કરતા ઈંઈંઈઉના ડાયરેક્ટર ડો. તુલિકા ગુપ્તાએ `શેરવાનીનો ઉદ્ભવ' વિષય પર
સંશોધન ઓનલાઈન રજૂ કર્યું હતું. એલ.એલ.ડી.સી. અને સૃજનની રિસર્ચ અને ડિઝાઇન
ટીમના નીરજ પાર્કર, અવની દેવઘર અને બંસરી સોનીએ અનુક્રમે કચ્છના
પરંપરાગત પુરુષોના પોશાક, પાઘડી અને અજરખ, તેમજ અસલ ડ્રેસ પર સંશોધનપત્રો રજૂ કર્યા હતા. દિવસના અંતે પોવેલ ટોમાશેવસ્કી
અને ક્લેર થોર્નટને `ધી આર્કિટેક્ચર
ઓફ એ પેટર્ન' વિષય પર માહિતી આપી હતી
અને ત્યારબાદ એક ખાસ લાઈવ ડ્રાસિંગ સેશન યોજાયું હતું, જેમાં
એલ.એલ.ડી.સી. ટીમમાંથી સુરેશ ગુદાર, વિમલ મેહતા અને હિસ્ટરી સ્કૂલના
પોવેલને `પેટર્ન્સ
ઓફ ફેશન વોલ્યુમ-7'ના સંશોધન
આધારે 17મી સદીના ઐતિહાસિક પોશાક પહેરાવીને વસ્ત્ર
નિર્માણની બારીકીઓ દર્શાવવામાં આવી હતી અને દળદાર રિસર્ચ પુસ્તક `પેટર્ન્સ ઓફ ફેશન વોલ્યુમ-7'નું વૈશ્વિક અનાવરણ કરવામાં આવ્યું હતું. સિમ્પોઝિયમના બીજા દિવસે ત્રણ વિશેષ હેન્ડ્સ-ઓન
માસ્ટરક્લાસ-વર્કશોપનું આયોજન કરાયું હતું, જેમાં સહભાગીઓએ વસ્ત્ર નિર્માણ, ટેલારિંગ સ્ટ્રક્ચર અને
ફિનાશિંગની વિવિધ ટેકનિકો શીખી હતી. બીજા દિવસના વર્કશોપમાં ઓસ્ટ્રેલિયાથી ઇન્ડિયન
ઓશન ક્રાફટ ટ્રાયએનલના સભ્યો અને કલાકારો પણ ઉત્સાહભેર જોડાયા હતા. કાર્યક્રમના અંતિમ
ચરણમાં અમીબેન શ્રોફ, પ્રો. જેની તિરામાની અને શામજીભાઈ વણકર
દ્વારા ઊભરતા યુવા કલાકારો, ડિઝાઇનરો અને વિદ્યાર્થીઓને પરંપરાગત
કળા તથા ફેશન ક્ષેત્રે આગળ વધવા માટે પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું
હતું. આ આંતરરાષ્ટ્રીય સિમ્પોઝિયમમાં દેશભરમાંથી
કળા અને વસ્ત્રકળા ક્ષેત્રે રસ ધરાવતા લોકો, વિદ્યાર્થીઓ અને
ડિઝાઇનરો તેમજ નિષ્ણાતો ઉત્સાહભેર જોડાયા હતા. સંચાલન જાણીતા ડિઝાઇનર અને એલ. એલ. ડી.
સી.ના રિસર્ચ સલાહકાર જૂહી પાંડેએ કર્યું હતું. એલ.એલ.ડી.સી.ની સમગ્ર ટીમે જહેમત ઉઠાવી
હતી.