ભુજ, તા. 6 : સાંસદ પ્રેરિત સંસ્થા સમાજ
નવનિર્માણ ટ્રસ્ટ ભુજના સહયોગથી મિરજાપર પાસે `મા આશાપુરા સેવા સંકલ્પ પદયાત્રી કેમ્પ'નો અગ્રણીઓની ઉપસ્થિતિમાં વિધિવત પ્રારંભ થયો. સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે, મા આશાપુરાના દર્શનાર્થે પદયાત્રી સાઇકલ અને નાના-મોટાં વાહનોથી જતાં લાખો
શ્રદ્ધાળુ-ભક્તો માટે કચ્છમાં 200 થી વધુ સેવા કેમ્પો અને અસંખ્ય લોકો - વાહનો દ્વારા સવલતો પૂરી
પાડી રહ્યા છે.`મા આશાપુરા સેવા સંકલ્પ પદયાત્રી કેમ્પ'ની વિશેષતાની વાત કરતાં સાંસદે કહ્યું,
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કચ્છ પ્રત્યેની સંવેદના અને તેમના કચ્છ પ્રવાસની
ઝલક તેમજ પ્રતિકૃતિ સાથે સેલ્ફી પોઈન્ટ, મિલેટ્સ, સ્વાદિષ્ટ નાસ્તો, એનર્જી સોફ્ટ ડ્રિંક, પ્લાસ્ટિકમુક્ત ભારત અભિયાન સાથે યાત્રિકો માટે મેડિકલ સુવિધા, તેમના બેગ ઉપર અકસ્માતને રોકવા રેડિયમ પટ્ટી અને પદયાત્રીઓ માટે મોબાઇલ ચાર્જર
સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઇ વરચંદ, ભુજ
ધારાસભ્ય કેશુભાઈ પટેલ, કચ્છ જિલ્લા ભાજપ મહામંત્રી ધવલભાઈ આચાર્ય,
હિતેશભાઈ ખંડોર, ભીમજીભાઈ જોધાણી, ભુજ નગરપાલિકા પ્રમુખ શીતલભાઈ શાહ, નખત્રાણા નગરપાલિકા
પ્રમુખ વસંતભાઈ વાઘેલા, મનીષભાઈ બારોટ, મીતભાઈ ઠક્કર, રાજેન્દ્રાસિંહ જાડેજા, અશોક હાથી, પ્રકાશ
મહેશ્વરી, મોહન ચાવડા, નરેશ મહેશ્વરી,
મયૂરાસિંહ જાડેજા, કમલ ગઢવી, હિતેશભારથી, રવિ ગરવા, ચંદનાસિંહ
રાઠોડ, પ્રફુલ્લાસિંહ જાડેજા, જયેન્દ્રાસિંહ
જાડેજા, અશોક બરડિયા, અલ્પેશ પટેલ,
શક્તાસિંહ ઝાલા, રામ ગઢવી, જયંત ઠક્કર, યોગેશ ત્રિવેદી, જયદીપાસિંહ
જાડેજા, મયંક રૂપારેલ, જિગર શાહ,
બિંદિયા ઠક્કર, મનીષા સોલંકી, બીનાબેન ભાનુશાલી, સાવિત્રી જાટ, માનસી શાહ, મીનાક્ષીબેન, માવજી
દેસાઈ, હરેશ મહેશ્વરી, માવજી ગુંસાઈ,
હરેશ સાધુ સહિત હાજર રહ્યા હતા.